________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૪૩
આપ્યો તે પ્રત્યક્ષ ગુરુનો. શ્રીગુરુ રાજકોટમાં બોલેલા છે. પછી બધા રાત્રે ઘરે આવ્યા અને બધાએ પહેલો એકસાથે પ્રશ્ન ઉઠાવ્યો !
આજે આ શું વાત કરી ગુરુદેવે ! શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન ? વર્તમાનકાળમાં કેવળજ્ઞાન તો નથી. એલા ! શું હોય એનું જ જ્ઞાન થાય ? ન હોય તેનું જ્ઞાન ન થાય ? ન હોય તેનું જ્ઞાન ન થાય તો તે જ્ઞાન જ નથી જા ! તને જ્ઞાનની ખબર નથી. હોય તેનું તો જ્ઞાન બધા કરે, પરંતુ ન હોય તેનું પણ જ્ઞાન થાય તેને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપ શબ્દ લગાડયો છે.
નાગસેન આચાર્ય ભગવાનનો આધાર છે. આધાર જોઈતો હોય તો ત્રણ આધાર તો છે. બાકી ગુરુદેવને પૂછી લેવું. રાજકોટમાં બોલ્યા હતા. પ્રશ્નકારે પ્રશ્ન કર્યો એ તો શ્રદ્ધા અપેક્ષાએ ? નહીં, આ વાત શ્રદ્ધા અપેક્ષાએ નથી. શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન થયા તે જ્ઞાનની અપેક્ષાએ વાત છે. આ તો શ્રુતજ્ઞાનમાં દર્શન થયા છે. શ્રદ્ધાની વાત જુદી અને શ્રુતજ્ઞાનની વાત અનેરી છે. સ્વસંવેદન અતીન્દ્રિયજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન થાય છે. આહા.. હા ! કેવળજ્ઞાનના દર્શન થયા છે. ગુરુદેવ તો કહે છે–શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે તેવો ધવલમાં પાઠ છે પરંતુ આ તો શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન થયા. કોઈ પૂછે-આપને કેવળજ્ઞાનના દર્શન થઈ ગયા ? હા, ભાઈ ! કેવળજ્ઞાનના દર્શન થઈ ગયા. ભૂતાર્થનયે જ્યારે શુદ્ધાત્માને જાણે છે ત્યારે નવતત્ત્વોનું જ્ઞાન તેને થઈ જાય છે. ઘણી વાતો અંદરની ગંભીર રહેલી છે. સાધક શ્રુતજ્ઞાન વડે આત્માને જાણે છે. કેવળી... કેવળજ્ઞાન વડે આત્માને જાણે છે. માટે બન્નેના જાણવામાં ફેર નથી કારણ કે બન્નેનો વિષય એક છે.
આ વિષય જરા જુદો અને ગંભીર છે. આ વિષયથી વિષયાન્તર થવા જેવું નથી. આ વાત ધા૨ણામાં રાખવા જેવી છે. જ્યારે અનુભવ થશે ને ત્યારે આવો અનુભવ પણ કોઈને કયારેક થઈ જશે.. આ એવી વાત છે. આહાહા !
તા. ૨૧/૫/ ’૭૯
પ્રવચન નં:- ૯ સ્થળઃ- મુંબઈ–ઝવે૨ી બજાર મંદિર
આ શુદ્ધદ્રવ્ય સામાન્યના અધિકાર ની ૪૩મી ગાથા છે. પ્રથમવાત એ કરી કે–આ ભગવાન આત્મા અનાદિ-અનંત ત્રણેકાળ નિર્મૂઢ હોવાથી; જુઓ, દ્રવ્યના વિશેષણમાં હોવાથી આવે છે અને પર્યાયના વિશેષણમાં થવાથી આવે છે. આમાં બધા આત્માઓ ત્રણેકાળ નિર્મૂઢ છે. નિર્મૂઢનો અર્થ ઉ૫૨ કર્યો છે. નિશ્ચયનયથી સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર, સહજ૫૨મવીતરાગસુખ વગેરે અનંતગુણો અને અનેક પ૨મ ધર્મોના એટલે પરમગુણોના આધારભૂત નિજ પરમાત્મ તત્ત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ છે. જાણવામાં સમર્થ હોવાથી એટલે જેમાં જાણવાની શક્તિ રહેલી છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk