________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
- પ્રવચન :- ૮ ગાથા-૪૩ જ કરે છે. તેને કેવળજ્ઞાનનું નિશ્ચય લક્ષણ કહેવામાં આવે છે. લોકાલોકને જાણે છે તે તો વ્યવહારથી લક્ષણ છે. તે કેવળજ્ઞાનનું સાચું લક્ષણ નથી.
આવા શુદ્ધાત્માની ભાવના ભાવતાં શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. આહા ! આવું કેવળજ્ઞાન પ્રગટ થવાં પહેલાં કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે અમારા જ્ઞાનમાં આવી જાય છે. આ વાત ત્રણ જગ્યાએ આવે છે.
આ વાત જીવોને પચે એવી નથી પરંતુ ત્રણ જગ્યાએ આ વાત છે. શ્રીમદ્ રાજચંદ્રજી થઈ ગયા, તેઓ ફરમાવે છે કે અરે મુખ્યમયના હેતુથી કેવળજ્ઞાન થયું છે. ઇચ્છાનયે કેવળજ્ઞાન વર્તે છે આવા ત્રણ-ચાર બોલ કહ્યાં છે. થયું છે, વર્તે છે એમ કહ્યું પરંતુ થશે એમ નથી કહ્યું.
તત્ત્વાનુશાસનના રચયિતા નાગસેન આચાર્ય થઈ ગયા છે તેના શાસ્ત્રમાં આ વાત આવે છે કે-વર્તમાનમાં અમને અરિહંતના દર્શન થયાં. ત્યારે આચાર્યદવ શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે. અરે! અત્યારે પંચમકાળ અને અરિહંતના-કેવળજ્ઞાનના દર્શન? ગુરુજી ! આ વાત કરો છો ? શ્રીગુરુ કહે–સાંભળ ભાઈ ! આ વાત મૃગજળની માફક જૂઠ નથી. અમે જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જઈએ છીએ. ત્યારે કોઈ વખતે એમ થઈ જાય છે કે જાણે સાક્ષાત મોક્ષ થયો હોય ! જાણે કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું હોય ! એમ દ્રવ્ય નિક્ષેપે જણાય છે. જ્ઞાનનો ધર્મ ભાવિ નૈગમન અને દ્રવ્ય નિક્ષેપથી ભાવિ પર્યાયને વર્તમાનવત્ જાણી લે છે. આ વાત અનુભવની છે. બીન અનુભવીને કઠણ પડે તો પડો ! અનુભવીની પરમ સત્યવાત છે. આ વાત ફરે એવી નથી.
આ વાતનો ત્રીજો આધાર-સમયસારના ભાવાર્થમાં કહ્યું છે-જ્યારે આચાર્ય ભગવંતો, મુનિઓ નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જાય છે ત્યારે તેને કોઈ વખતે એમ થઈ જાય છે કે-જાણે સાક્ષાત મોક્ષ થયો હોય ! જાણે કેવળજ્ઞાન થયું હોય ! તેને શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન થઈ ગયા.
આ ત્રણે તો પરોક્ષ જ્ઞાનીની વાત કરી. શાસ્ત્રના આધારથી વાત કહી. હવે એક પ્રત્યક્ષગુરુની વાત કહું છું. સાંભળજો જરા !
એક વખત પૂ. ગુરુદેવશ્રી રાજકોટમાં રાત્રિચર્ચામાં ચિત્તની પ્રસન્નતાથી બોલી ઉઠયા કે-આહા ! શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન થઈ જાય છે. ત્યારે પ્રશ્નકારે પ્રશ્ન ઉઠાવ્યો કે-આપ શ્રદ્ધા અપેક્ષાએ કહો છો ને ? ગુરુદેવ કહે-બિલકુલ નહીં, હું જ્ઞાન અપેક્ષાએ કહું છું. હું કહું છું કે-શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન અમને થયા.
આહા... હા ! પંચમકાળમાં કેવળજ્ઞાનના દર્શન? અત્યારે કેવળજ્ઞાન તો નથી. સાંભળ ભાઈ ! અનુભવીની વાતની સાથે બિન અનુભવીએ હોડમાં ઉતરવા જેવું નથી. ન સમજાય તો નકાર કરીશમાં પણ વિચારકોટિમાં રાખજે ! આ ચોથી તમને આધાર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk