________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૪૪
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિર્મૂઢ હોવાથી.. એવો શબ્દ વાપર્યો છે. દ્રવ્ય અપેક્ષાએ હોવાથી
આવે અને પર્યાય અપેક્ષાએ થવાથી આવે છે.
હવે બીજી રીતે નિર્મૂઢતાનો અર્થ કરવામાં આવે તો અથવા બીજી રીતે જોઈએ તો આત્મા કોઈ અપેક્ષાએ નિર્મૂઢ થાય છે? કહે છે-કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે તેને નિર્મૂઢ થયો તેમ કહેવામાં આવે છે. હોય એવું થાય, ન હોય તેવું જે થાય તે આત્માના પરિણામ નથી. આત્મા શુદ્ધ હોવાથી પર્યાય શુદ્ધ થાય છે–એવું તો બને છે.
પાણી સ્વભાવે શીતળ હોવાથી શીતળ થાય છે તે તો બની શકે છે. હવે બીજી વાત-પાણી સ્વભાવે શીતળ હોવાથી ઉષ્ણ થયું તે વાત સો ટકા જૂટી છે. એ ઉષ્ણતા તે અગ્નિનો ધર્મ છે.. તે પાણીનો ધર્મ નથી. તેમ આત્મા શુદ્ધ હોવાથી શુદ્ધ થાય છે. પરંતુ આત્મા સ્વભાવે શુદ્ધ હોવાથી પર્યાયે આત્મા અશુદ્ધ થયો તે વાત દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો, સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો, આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરીને જોવામાં આવે તો આત્મા અશુદ્ધ થયો છે, થાય છે, તે વાત સો ટકા જૂઠી છે. આત્મા પર્યાયે અશુદ્ધ થયો છે એમ જેને ભાસે છે તે અજ્ઞાની મૂઢ-મિથ્યાર્દષ્ટિ છે.
આત્મા નિર્મૂઢ હોવાથી પર્યાય નિર્મૂઢ થાય છે. સાદિ અનંતકાળ સુધી પર્યાયમાં નિર્મૂઢ થાય છે. આત્માને પર્યાય દૃષ્ટિથી જોવાય જ નહીં. પર્યાય દૃષ્ટિથી આત્માને જોતાં તેને અશુદ્ધતા આત્મામાં લાગે છે. હોય અશુદ્ધતા આસ્રવની અને ભાસે અશુદ્ધતા જીવની.. તે જ અજ્ઞાન છે.
બીજું અજ્ઞાન કયું છે ? મલિનતા આસ્રવ તત્ત્વની છે. જીવ તત્ત્વની મલિનતા નથી. જીવતત્ત્વ મલિન થાય ? એ તો નિર્મળાનંદનો નાથ છે, તેથી તેની અવસ્થામાં નિર્મળ અવસ્થા પ્રગટ થાય છે. અથવા સાદિ એટલે શરૂઆત, કેવળજ્ઞાનની શરૂઆત થાય છે. સાદિ અને પછી અનંત શબ્દ છે. જે કેવળજ્ઞાન પ્રગટયું તે પ્રગટયું હવે તેનો નાશ નહીં થાય, ઉપશમભાવ સાદિ સાંત હોય છે. ક્ષયોપશમભાવ ધર્મનો સાદિ સાંત હોય છે. ક્ષાયિકભાવ સાદિ અનંત હોય છે. જે પ્રગટ થયો તે થયો, મોક્ષ થયો તે થયો.. હવે તે જીવ ફરીથી સંસારમાં આવતો નથી.. માટે સાદિ અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત વ્યવહારનયથી જ્યારે દ્રવ્યની વાત કરી તેમાં નિશ્ચયનય શબ્દ હતો.
ત્રિકાળી દ્રવ્યમાં નિશ્ચયનયથી.., હોવાથી શબ્દ આવે. જ્યારે પર્યાયમાં વ્યવહારનયથી આવે છે. કેવળજ્ઞાન તે વ્યવહારનયનો વિષય છે.. માટે તે ઉપાદેય નથી. કેવળજ્ઞાન છે તે જ્ઞાનનું જ્ઞેય છે, ધ્યાનનું ધ્યેય નથી. શુદ્ધ સદ્ભુત વ્યવહારનયથી ત્રણકાળના અને ત્રણલોકના સ્થાવર અને જંગમ પદાર્થોને જાણે છે. સ્થાવર એટલે ફેરફાર ન થાય- જ્યાં હોય ત્યાં જ હોય. જંગમ એટલે ફેરફાર થાય.
સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકળ-વિમળ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk