________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૩૨
પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦
નિશ્ચયથી તો સમ્યગ્દષ્ટિ ધર્માત્મા છે તે મોક્ષાર્થી છે. પરંતુ જેને માત્ર મોક્ષ અભિલાષા છે, સાધ્યની અપેક્ષાએ જેને મોક્ષની અભિલાષા છે, અને ધ્યેયની અપેક્ષાએ તો એક શુદ્ધાત્માની જ અભિલાષા છે એવા જેમના, જેમના એટલે મોક્ષાર્થીના ચિત્તનું એટલે જ્ઞાનનું પરિણમન, ચરિત્ર એટલે જ્ઞાનના પરિણમનમાં તે શુદ્ધાત્માને ભાવે છે. આહાહા! “ એક દેખિયે, જાનિયે રમી રહીએ ઈક દૌર,
સમલ વિમલ ન વિચારીએ યહી સિદ્ધિ નહીં ઔર ”
પરિણમનમાં મલિનતા હો કે પરિણમનમાં નિર્મળતા હો તેના ઉપ૨ અમારું લક્ષ નથી. એક દેખિયે, જાનિયે તેમાં જે એક શબ્દ છે તે ત્રણેયને લાગુ પડે છે. જાણીએ તેમાં ભલે એક શબ્દ ન આવ્યો હોય તો પણ એક ( આધઃ દીપક હોવાથી ) લાગુ પડે છે. ” એક દેખીએ જાણીએ રમી રહીએ ઈક ઠૌર” એક પોતાનો ભગવાન, પોતાનો શુદ્ધાત્મા જે જ્ઞાયક સ્વભાવે છે એનું જ જ્ઞાન, એનું જ શ્રદ્ધાન્ અને તેમાં જ લીનતા, રમણતા, સ્થિરતા તેવા પરિણામને ભગવાન નિશ્ચયમોક્ષમાર્ગ કહે છે.
જેમના ચિત્તનું ચરિત્ર એટલે પરિણમન, ઉદાત્ત એટલે ઉદાર, ઉચ્ચ અને ઉજ્જવળ તે ત્રણ શબ્દો નિર્મળતાને બતાવે છે. “ એવા મોક્ષાર્થીઓ ” આહા ! જેમના જ્ઞાનના પરિણમનમાં ભગવાન આત્મા પ્રત્યક્ષ જણાય રહ્યો છે. અથવા તો નજીકની અંદરમાં તેને હમણાં આત્માનો અનુભવ થઈ જશે તેના જ્ઞાનમાં ઉપાદેયપણે જ્ઞાયક જ્ઞેય થશે. અને તેના ધ્યાનમાં ભગવાન ધ્રુવ પરમાત્મા આવશે તે પણ મોક્ષાર્થી છે. (એવા જીવોને ) માત્ર મોક્ષ અભિલાષઃ અમારે બીજું કાંઈ કામ નથી.
હવે એક સિદ્ધાંતનું સેવન કરે છે કે “ આ સિદ્ધાંતનું સેવન કરો.” આજ્ઞા આપે છે હો ! નિમિત્તની તો સેવા થઈ શકતી નથી પરંતુ અનાદિથી અજ્ઞાની જીવ રાગને સેવે છે, રાગની ઉપાસના કરે છે. તે પુણ્યની ઉપાસના કરી રહ્યો છે. તેવા જીવને કહે છે કે– હવે તેને ન સેવો અને આ સિદ્ધાંતનું સેવન કરો. એટલે કે-સિદ્ધાંતમાં જે વાચ્ય કહેવામાં આવેલું છે તેને સેવો.
એ સિદ્ધાંત શું છે તે સમજાવે છે ? ‘ હું તો શુદ્ધ ચૈતન્યમય એક ૫૨મ જયોતિજ સદાય છું. ’ આ વર્તમાનની વાત ચાલે છે હો ! ‘હું તો શુદ્ધ ચૈતન્યમય ’ તે શુદ્ધાત્માનું વિશેષણ છે. શુદ્ધભાવ અધિકાર છે ને ! તેના વિશેષણ છે કે-‘હું તો શુદ્ધ ચૈતન્યમય એક’, એક અને શુદ્ધ આવ્યું. એક પણ આવ્યું અને શુદ્ધ પણ આવ્યું. આવ્યું કે નહી ? કેમ કે આત્મા-શુદ્ધાત્મા એક જ છે. શુદ્ધાત્માનું બીજું કોઈ રૂપ નથી. અનાદિ અનંત એકરૂપ આત્માનું જેને બીજું રૂપ દેખાય છે તે અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ છે. અને શુદ્ધાત્માને સાંભળીને પણ અનુમાનજ્ઞાનમાં જો એ બીજારૂપે આત્માને જોતો હોય તો તે અનુમાનાભાસ છે. તેનું અનુમાન સાચુ નથી પરંતુ અનુમાનાભાસ છે. તે વ્યવહા૨ાભાસ છે તે મિથ્યાભાસ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk