________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૮૭ શરીર અને આત્મા અત્યારે જ જુદા હોવા જોઈએ. પરંતુ આયુષ્યકર્મ અને આત્મા અત્યારે જુદા છે નહીં. માટે આયુષ્યકર્મનો બંધ થયો છે કે નથી થયો ? કે પછી આત્મા છે તે આયુષ્યકર્મ વિનાનો છે?
અહીં કહે છે કે-અત્યારે તને આયુષ્યકર્મનો બંધ થયો જ નથી. આત્મા અત્યારે આયુષ્યકર્મથી સર્વથા રહિત જ છે. બંધ પર્યાયની સાથે થાય છે દ્રવ્યની સાથે બંધ થતો જ નથી. આત્મા આઠ કર્મ વિનાનો છે તેમાં તમે આયુષ્યકર્મ લીધું એટલે જવાબ દઈ ન શકે. આયુષ્યકર્મ છૂટી જાય તો તો દેહને આત્મા જુદા થાય. દેહને આત્મા જુદા જ છે તે જુદા થાય શું?
આયુષ્યકર્મનો જે બંધ થાય છે ને તે અંતઃતત્ત્વની સાથે થતો નથી. બહિર્તત્ત્વની સાથે થાય છે. બંધનો સંબંધ રાગની સાથે છે મારી સાથે તેનો કાંઈ સંબંધ નથી, હું તો તેનાથી જુદો જ છું.
હું અનાદિ અનંત આઠ કર્મથી રહિત છું. હું નિત્ય નિરાવરણ છું. કર્મનો બંધ મારામાં નથી. બંધ છે પરંતુ તે મારા સ્વભાવની બહાર છે. આત્મા દ્રવ્યકર્મ વિનાનો છે. દ્રવ્યકર્મમાં આયુષ્યકર્મ આવી ગયું કે નહીં ?
શ્રોતા- આમ વાંચી જાય કે દ્રવ્યકર્મ વિનાનો છું પરંતુ તેને પૂછે તો તે આયુષ્યકર્મમાં ફસાઈ જાય.
ઉત્તર:- આયુષ્યકર્મમાં ફસાઈ જાય. કેમકે જો આયુષ્યકર્મથી રહિત બોલી જાઉં – કહું તો મારું મરણ થઈ જશે. તારું મરણ નહીં થાય પણ તું જીવતો રહીશ. હું આયુષ્યકર્મથી બંધાણી નથી તેમાં જીવશે. આયુષ્યકર્મથી બંધાણી છું તો તે ભાવમરણે મરશે.. તો અજ્ઞાન થઈ ગયું. આયુકર્મ નું એટલે પૂછ્યું કે તેમાં જવાબ આપતાં અચકાય જાય. ગભરાટ થઈ જાય એવો પ્રશ્ન હતો.
વર્તમાનમાં આત્મા દ્રવ્યકર્મ વિનાનો છે. આ જે સાંભળવાનો ભાવ રાગ આવે છે તે સાંભળવાના રાગથી આત્મા રહિત છે કે સહિત? જ્યારે તે સાંભળે છે ત્યારે રાગથી રહિત જ છે. સારું, તો પછી ભાવકર્મથી તો અત્યારે રહિત છે અને નોકર્મથી અત્યારે રહિત છે. શરીરથી આત્મા રહિત છે. શરીર શરીરમાં રહે અને આત્મા આત્મામાં રહે, બે ચીજ અલગ છે. લોટામાં પાણી નાખ્યું છે ત્યારે લોકો અને પાણી જુદા છે કે એકમેક થઈ ગયા છે? તે અલગ-અલગ છે. તેમ આ ચૈતન્ય પરમાત્મા અને આ કાશીઘાટનો લોટો (શરીર) અલગ છે.
“ઉપાધિથી જનિત વિભાવગુણ પર્યાય વિનાનો છે.” કારણ પરમાત્મા હોં ! આ મિથ્યાષ્ટિને સમ્યગ્દર્શન કેમ થાય તેની ગાથા છે. આ શરૂઆતની વાત છે. આ વાત હાયર સ્ટેજની નથી. આત્મા કેવો છે? તેની વાત નાસ્તિથી કરી કે વિભાવગુણ પર્યાયો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk