________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮
પરિશિષ્ટ – ૩ વિનાનો છે. હવે અતિ કહે છે.
આત્મા શું છે? એક તો તે “અનાદિ અનંત છે”, જેની આદિ નથી અને જેનો અંત નથી તે. જેનો કોઈ દિ' નાશ ન થાય. જેની કોઈ સંયોગ થી ઉત્પત્તિ ન થાય અને કોઈ સંયોગના વિયોગથી નાશ ન થાય એવો અવિનાશી અનાદિ-અનંત આત્મા છે. “આત્મા અમૂર્ત છે.” દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ મૂર્તિક હતા. અને આત્મા અમૂર્ત છે.
અતીન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ-સહજ-પરમ પરિણામિકભાવ જેનો સ્વભાવ છે.” ઇન્દ્રિયજ્ઞાન આત્માને નથી. ત્રિકાળ શુદ્ધ છે, નિરપેક્ષ શુદ્ધ છે. સાહજિક એટલે સ્વભાવિક પરમ પારિણામિકભાવ છે. જેવો આત્મા છે તેવો ને તેવો રહે છે. આત્માનો સ્વભાવ ચૈતન્ય... ચૈતન્ય છે, તે અનાદિ અનંત ચૈતન્ય રહે છે. તે ચૈતન્ય મટીને કદી જડ ન થાય... તેને પરિણામિકભાવ કહેવામાં આવે છે. જેનો સ્વભાવ છે એટલે મારો સ્વભાવ છે, મારા આત્માનો સ્વભાવ છે એવો હું કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે.
એવો કારણ પરમાત્મા તે ખરેખર “આત્મા” છે.આત્મા કેવો છે? ઉપાદેયભૂત આત્મા કેવો છે તેનું સ્વરૂપ ત્રિકાળીદ્રવ્યનું બતાવે છે. સાધકને આત્મા ઉપાદેય થયો તો સાધકને કેવો આત્મા ઉપાદેય થયો ? આવો આત્મા ઉપાદેય થયો. “અતિ આસન્નભવ્ય જીવોને”, અતિ આસન્નભવ્યોને તે બહુ વચન છે. આસન્નભવ્ય એકલું નહીં કહેતાં અતિ આસન્નભવ્ય. આસન્ન એટલે નજીક અને અતિ આસન્ન એટલે એક, બે, પાંચ ભવમાં મોક્ષમાં જતા રહે તેવા આત્માઓ. તેમને વધારે ભવ ન થાય. થોડા.. અલ્પ ભવમાં મોક્ષને પામે. અતિ આસન્ન ભવ્ય જીવ એટલે મોટે ભાગે એકાવતારી જેવું ગણાય. સમજી ગયા, છતાં બહુ છૂટ મૂકો તો બે-ચાર-પાંચ ભવ ગણાય.
“એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.”ઉપર જે પરમાત્માનું સ્વરૂપ કહ્યું તે ઉપાદેય છે. આહાહા ! આ પૈસો-ટકો ને આબરૂ ને શાસ્ત્રનો ઉઘાડ એ કાંઈ ઉપાદેય નથી. તેને એકલો શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ઉપાદેય એટલે અહમ્ કરવા યોગ્ય ચીજ. આ હું છું, આ પરમાત્મા તે હું છું. તેમને પાંચ મહાવ્રત ઉપાદેય નથી. તેમને નિશ્ચય મોક્ષમાર્ગ ઉપાદેય નથી. કેમકે એ ભાવોને ભાવાન્તર કહ્યા તેથી એ ભાવાન્તર વિનાનો આત્મા છે.
સંપૂર્ણ એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય ઉત્કૃષ્ટ જ્યોતિ કેવળજ્ઞાનના કારણભૂત, શુદ્ધાત્મ સ્વરૂપની ભાવનાથી ઉત્પન્ન પરમઆહલા એક લક્ષણ સુખ સંવિતિ (આનંદાનુભૂતિ) કે આકાર પરિણતિરૂપ રાગાદિ વિકલ્પોની ઉપાધિ રહિત સ્વસંવેદનજ્ઞાનમાં (તે એક શુદ્ધાત્મ સ્વરૂપની) ભાવના કરવી જોઈએ-આ અભિપ્રાય છે.
(શ્રી પ્રવચનસારજી તાત્પર્યવૃતિ ટીકા ગાથા-૧૯ ટીકામાંથી) |
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk