________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ પુદ્ગલ નથી, પરંતુ છ દ્રવ્ય છે, પુદ્ગલ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ તે દ્રવ્યો જીવમાં વિધમાન નથી એમ કહેવામાં આવ્યું હતું. વ્યવહારનયે જોવામાં આવે તો છ એ દ્રવ્યની હૈયાતિ રહેલી છે.
તેમ આ ચૌદ ગુણસ્થાનો, ચૌદ માર્ગણાસ્થાનોના જે ભેદ કહ્યા તે બધાય જીવમાં નથી. ભેદો વિદ્યમાન નથી તેમ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. આ વાત દૃષ્ટિની મુખ્યતાથી, દૃષ્ટિના વિષયની મુખ્યતાથી, ઉપાદેય તત્વની મુખ્યતાથી કહેવામાં આવી હતી. પરંતુ જાણવાની મુખ્યતાથી વિચારમાં આવે તો ! તો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. “વિધમાન નથી અને વિદ્યમાન છે'... આ જૈનદર્શનની વાત શાંતિથી, ધીરજથી, મધ્યસ્થ થઈને સાંભળવા જેવી અને સમજવા જેવી છે. કોઈ પક્ષમાં ખેંચાવા જેવું નથી. પક્ષને જાણીને તો ઓળંગવા જેવું છે. પક્ષમાં અટકવા જેવું નથી.
ખરેખર વ્યહારનયના કથન વ્યવહારનયથી વિદ્યમાન છે. વ્યવહારનયથી જોવામાં આવે તો વિદ્યમાન છે એટલે કે તેની હૈયાતિ છે. એની હૈયાતિ આત્માપણે છે એમ કયાં કહ્યું છે? આત્માપણે હૈયાતિ તો એકની જ છે. આ અનેક જે ભેદો અને પરિણામો છે તેની હૈયાતિ આત્માપણે ભલે ન હો! પરંતુ તેના ભાવપણે તો હૈયાતિ છે! છે કે નથી ? સાતતત્ત્વરૂપ પર્યાયોની હૈયાતિ છે કે નથી ?
વળી જેવો (વ્યવહારનયના કથનથી) ચાર વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે.”શું કહે છે? સંસારી જીવોને તેની વ્યવહારનયની પ્રધાનતાથી, ભેદની પ્રધાનતાથી જોવામાં આવે તો સંસારી જીવોને છે પરંતુ સિદ્ધને નથી. સંસારી જીવોને આ ચારભાવો, આ ચાર વિભાવભાવો જે ઉદય, ઉપશમ, ક્ષયોપમશ અને ક્ષાયિક આ ચાર વિભાવભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે. સંસારમાં શું રહેલું છે ? આ પરિણામો. કઈ નયે ? વ્યવહારનયે વિધમાન પર્યાય જે એક સમયનું સત્ છે. તે કાંઈ અવસ્તુ નથી. સ્વની અપેક્ષાએ અવસ્તુ છે, તેની અપેક્ષાએ તે વસ્તુ છે. એક સમયનો પર્યાય તે સત્ છે. ચારે વિભાવભાવ પર્યાયો સત્ છે.
વિભાવભાવ કહેતાં વિકારી ભાવ ન લેવો પરંતુ વિશેષભાવ લેવો. ક્ષાયિકભાવ હો કે ઉપશમ ભાવ તેમાં ઉપશમ સમ્યગ્દર્શન હો કે ઉપશમ ચારિત્ર અને ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિકજ્ઞાન અને ક્ષાયિકદર્શન, ક્ષાયિકજ્ઞાન એ વિભાવભાવ એટલે વિશેષભાવ છે તે સામાન્યભાવ નથી. દ્રવ્ય સામાન્યને ભાવ કહીએ તો પરિણામને વિશેષભાવ કહેવાય. આ રીતે વિભાવભાવને વિશેષભાવ કહેવામાં આવે છે.
ક્ષાયિકભાવમાં વિકાર નથી... એ તો વીતરાગી પરિણામ છે. જે કૈવલ્યજ્ઞાનઅનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ તે પરિપૂર્ણ પર્યાયો છે. હવે તેને સામાન્યની સાથે સરખાવવામાં આવે ત્યારે દ્રવ્યને સામાન્ય કહીએ અને બાકી બધા પરિણામને વિશેષભાવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk