________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૦૧
વાણીમાં આવ્યા છે. તો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં ખોટું આવે ? તેને કહે છે–સાંભળ ! એ નિશ્ચયનયને અને વ્યવહારનયને ઉપાદેય કહેવામાં આવ્યો છે તેનો અર્થ છે કે ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય એટલે ‘ છે ’ એમ જાણવા યોગ્ય છે. પર્યાય પર્યાયરૂપે જણાય અને દ્રવ્ય દ્રવ્યરૂપે જણાય તેનું નામ સભ્યજ્ઞાન કહેવામાં આવે છે. આ ફૂટનોટ પૂરી થઈ.
“ પૂર્વે જે વિભાવ પર્યાયો ‘વિધમાન નથી ’ એમ પ્રતિપાદન કરવામાં આવ્યા છે તે બધા વિભાવ પર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે.”
પૂર્વે એટલે આ ગાથાની પહેલાં વિભાવ પર્યાયો એટલે વિશેષભાવો-વિશેષ પર્યાયના ભેદો ‘વિધમાન નથી', તે જીવમાં નથી તેમ કહ્યું હતું. જીવમાં ગુણસ્થાન નથી, માર્ગણાસ્થાન નથી, ઉપશમભાવના સ્થાનો નથી, ક્ષાયિકભાવના સ્થાનો જીવમાં નથી, ક્ષયોપશમભાવના સ્થાનો જીવમાં નથી તેમ આગળની ગાથાઓમાં પ્રતિપાદિત કર્યું હતું. આ વિભાવ પર્યાયો વિધમાન નથી તેમ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. આ વિધમાન નથી, આત્મામાં નથી, જીવમાં વિધમાન નથી, એ ભેદો જીવમાં વિધમાનપણે દેખાતા નથી. ભેદમાં આ બધા ભેદો છે. માર્ગણાસ્થાન, જીવસમાસ, ગુણસ્થાનના ભેદો, ક્ષાયિકભાવના ભેદો, ક્ષાયિક સમ્યગ્દર્શન તે જીવમાં દેખાતું નથી. એટલે તે જીવમાં વિધમાન નથી. જીવમાં તેનો અભાવ છે.
આ બધા વિભાવ પર્યાયો જીવમાં નથી, આ વિભાવ પર્યાયો વિધમાન નથી તેમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આગળ કહ્યું ને કે–આ બધા ભેદો જીવમાં નથી.. તેમાંથી સાંખ્યમત ઉત્પન્ન થઈ ગયો. તેણે જીવમાં નથી, જીવમાં નથી, જીવમાં નથી, ભેદો જીવમાં નથી ત્યાં થઈ રહ્યું. હાય ! હાય ! ભેદની વાત આવી ! ભેદની વાત આવી તો શું થઈ ગયું ? ભાઈ ! ભેદો છે. ભેદો નથી તેમ કોણ કહે છે ? ભેદ છે તે આશ્રય કરવા યોગ્ય નથી. ભેદો નથી તેમ કોણે કહ્યું ? ભેદ નથી તેમ જે કહે છે તે અન્યમતિ છે પરંતુ જૈનમતિ નથી. તે મિથ્યાર્દષ્ટિ અજ્ઞાની છે.
એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું કે-ભેદ બધા વિદ્યમાન નથી. આ ભેદો જીવમાં વિધમાન નથી. આ બધા જે ભેદો કહ્યાં ત્યાં બધા શબ્દ વાપર્યો છે. એ બધા વિભાવ પર્યાયો જીવમાં નથી. અને જુઓ તો ખરાં કે–વ્યવહારનયની આગળ પણ ‘ ખરેખર ’ શબ્દ લખ્યો છે.
કોઈને એમ થાય કે–આટલા દિવસ સુધી માંડ-માંડ જ્યાં શુદ્ધભાવની વાત આવી હતી ત્યાં આ પર્યાયને જાણવાની વાત મૂકી. આહાહા ! ભાઈ ! આ આચાર્ય ભગવાન અને સર્વજ્ઞભગવાનની કહેલી વાત છે.. હોં ! આ કોઈના ઘરની વાત નથી. તે બધા ભેદો એટલે વિભાવપર્યાયો ખરેખર અસ્તિરૂપે છે. જીવમાં ભેદો ભલે ન હો! જેમ જીવમાં
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk