________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૦૦
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ અહીં એમ કહે છે કે–જ્ઞાન તો કરવા યોગ્ય છે. “ એવી વિવિક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે.” વિવિક્ષા એટલી કે-તે ભેદો છે. સાધકને નિશ્ચયમોક્ષમાર્ગ પ્રગટ થયો તે ‘ છે’ એમ જ્ઞાનમાં જણાય છે. સાધકને સમ્યગ્નાનમાંપ્રમાણજ્ઞાનમાં એટલે દ્રવ્યના જ્ઞાન સાથે સ્વાશ્રિત રહેલો જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તેની સાથે વ્યવહારનયનો વિષય છે તે સંયોગરૂપે રહેલો છે. સંયોગરૂપે છે માટે તે વ્યવહારનયનો વિષય છે. જો સ્વભાવરૂપ હોય તો તો વ્યવહારનયનો વિષય હોઈ શકે નહીં. એવી વિવિક્ષાથી અહીં વ્યવહારને ઉપાદેય કહ્યો છે.
આચાર્ય મહારાજે કહ્યું તેનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે. અને તેને ઉપાદેય કહ્યો છે તે જાણવા માટે ઉપાદેય કહ્યો છે. ઉપાદેય એટલે ગ્રહવું-જાણવું કે-બસ છે. આટલી જ્ઞાનના શેયપણે તેની મર્યાદા છે. પરંતુ આ ( વ્યવહારનયનો વિષય ) અવલંબન કરવા
યોગ્ય છે અને એજ આત્મા છે અને તેનો આશ્રય કરતાં મને વીતરાગતા થાય તેવી વિવિક્ષા એમાં નથી. વ્યવહારનયના વિષયનો આશ્રય કરાવતા નથી. એનો વધારે ખુલાસો કરે છે.
વ્યવહારનયનો જે વિષય છે ભેદ તેના બે પ્રકાર કહે છે. (૧) પરાશ્રિત (૨) ભેદાશ્રિત. આપણે ગુરુદેવના વાંચનમાં આવ્યું હતું કે–વ્યવહાર પર્યાયાશ્રિત છે. એક વ્યવહાર પરાશ્રિત છે અને એક વ્યવહાર પર્યાયાશ્રિત છે. પરાશ્રિત વ્યવહા૨ને શુભભાવ કહેવાય અને પર્યાયનો ભેદ એ પણ વ્યવહારનયનો વિષય કહેવાય. અને ગુણ–ગુણીનો ભેદ એ પણ વ્યવહારનયનો વિષય છે. એક પર્યાયાશ્રિત વ્યવહા૨ છે અને એક ભેદાશ્રિત વ્યવહાર છે.. તે સદ્ભૂત વ્યવહાર છે. પરાશ્રિત વ્યવહાર છે તે અસદ્ભુત વ્યવહા૨ છે જે સાધકનો શુભભાવ છે. “તેમનો આશ્રય, ગ્રહણ કરવા યોગ્ય છે’ તેવી વિવિક્ષા નહીં. વ્યવહારનયના વિષયનો આશ્રય, આલંબન, વલણ, સન્મુખતા, ભાવના તો છોડવા યોગ્ય છે એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે હેય કહેવામાં આવશે.” અહીં આ ગાથામાં ઉપાદેય કહ્યો તેનો અર્થ કર્યો.
66
ગ્રહણ કરવા યોગ્ય એટલે ‘છે’ તેમ જાણવા યોગ્ય તેટલો ઉપાદેયનો અર્થ છે. આ સમજાવવા ૫૦મી ગાથામાં સ્પષ્ટપણે વ્યવહા૨ને હેય કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક્ છે એમ સમજવું, અન્યને નહીં. ” કેવો સરસ ખુલાસો આપણા પંડિતરત્ન હિંમતભાઈએ કર્યો છે. આહા ! ટીકાની પહેલી લાઈનમાં ઉ૫૨ એ આવ્યું કે-નિશ્ચયનય અને વ્યવહારનય બન્ને ઉપાદેય છે. તે વાતનો ખુલાસો આ ફૂટનોટમાં કર્યો છે.
વ્યવહારનય અને નિશ્ચયનય બન્ને ઉપાદેય છે. આ બે નય સર્વજ્ઞ ભગવાનની
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk