________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૫૩ કે-વ્યવહારનયે અશુદ્ધ થયો એટલે કે એમ નથી. વ્યવહારનય અન્યથા કથન કરે છે. વ્યવહારનયે મિથ્યાષ્ટિ થયો કે નહીં? વ્યવહારનય એટલે શું તે મને સમજાવ પછી તને જવાબ આપું. વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે. પર્યાયના ભાવને દ્રવ્યનો ભાવ કહે છે. આસ્રવ તત્ત્વને જીવમાં ખતવે છે. આસવ મલિન છે ત્યારે પણ જીવ મલિન થતો નથી.
વ્યવહારનયે તો જીવ મિથ્યાષ્ટિ અશુદ્ધ થયો કે નહીં ? વ્યવહારનય એટલે શું? એટલે કે એમ નથી. વ્યવહારનય અસત્ય કથન કરે છે. જીવનું સ્વરૂપ એવું નથી છતાં જીવ એવો છે એવું પ્રતિપાદન વ્યવહારનય કરે છે. એ વાત અસત્યાર્થીને અભૂતાર્થ છે.
હવે બીજી વ્યાખ્યા, ગુરુ કહે-વ્યવહારનય જૂઠી છે. શિષ્ય કહે-જૂઠી ન કહો, તેને અસત્યાર્થ કહો. અરે... ભાઈ ! અસત્યાર્થ વાત કહો કે જૂઠી કહો તે બન્ને શબ્દનો અર્થ તો એક નો એક છે. તેનાં બે વાચ્ય નથી. વિદ્વાનોની ભાષામાં વ્યવહારનયને અસત્યાર્થ કહે ત્યાં સુધી હુલે નહીં, પણ જ્યાં જૂઠી કહે ત્યાં તો ઊઠીને ભાગી જાય. કાં તો બીજે દિવસેથી આવવાનું જ બંધ કરી ધે. માટે વિદ્વાન લોકો ઊંચા શબ્દો વાપરે.. કે-વ્યવહારનય અસત્યાર્થીને અભૂતાર્થ છે.. ત્યાં સુધી બેઠો રહે પરંતુ બીજે દિવસે કહે કે-વ્યવહારનય જૂઠી છે ભાગી જાય. એલા! જે કાલે કહ્યું તું.. તે જ આજે કહ્યું છે. વોટર કહો, પાણી કરો, નીર કહો, જલ કહો.... તેમાં શબ્દ ફર્યો પરંતુ ભાવ તો એક નો એક જ છે.
પ્રભુ ! આત્માની વાત આત્માએ રુચિપૂર્વક ખરેખર સાંભળી નથી. સાંભળી તો અનંતવાર પરંતુ રુચિપૂર્વક તેણે સાંભળી નથી. આ કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખી. તેણે અંદરમાં ઉતારી નહીં.
આત્મા ત્રણેકાળ શુદ્ધ છે. તે અશુદ્ધ થાય જ નહીં. પાણી ઊનું થાય જ નહીં. અત્યાર સુધી પાણી ઊનું થયું જ નથી. સવારના બધા પાણી ગરમ કરે છે. પપ્પા પાણી ગરમ થઈ ગયું સ્નાન કરો. બેટા ! પાણી ગરમ થયું જ નથી. એ તો અગ્નિ ગરમ થઈ છે પાણી તો શીતળ... શીતળને.... શીતળ જ છે. આ વાત કોણ માને! ધૂમાડા નીકળતા હોય અને તે પાણી શીતળ? હા, શીતળ છે. આ એક બીજું પડખું સામાન્ય રહી ગયું છે. જગતે પર્યાયના પડખાને લક્ષમાં લીધું છે.
અહીંયા કહે છે સુબુદ્ધિ એટલે સમ્યગ્દષ્ટિ કે જેની દૃષ્ટિમાં શુદ્ધાત્મા આવી ગયો છે અને પર્યાય શુદ્ધ થઈ છે પણ ત્યારે શુદ્ધાત્માએ નવું શું કર્યું? સમ્યગ્દર્શન? એ તો પ્રથમથી જ શુદ્ધ હતો. તેણે નવું કાંઈ કર્યું નથી. જેવો હતો તેવો શ્રદ્ધામાં લીધો છે. આત્માએ શું નવિન કર્યું? આત્માને હવે શુદ્ધ કર્યો. એ વચન સમ્યગ્દષ્ટિનું નથી. આત્મા શુદ્ધ હતો જ એવો આત્મા અમારી દૃષ્ટિમાં આવ્યો. અમે આત્મા શુદ્ધ કરીએ એવો અમારો સ્વભાવ નથી. અશુદ્ધને છોડીએ નહીં અને શુદ્ધને ગ્રહીએ નહીં. છોડીએ.........
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk