________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨
પરિશિષ્ટ - ૧ ( પરિશિષ્ટ - ૧) તા. ૭/૧૧/'૮૭ પ્રવચન નં:-૧૫ સ્થળ:- દેવલાલી
શ્લોક - ૭૧ : ઉપર પ્રવચન શ્લોકાર્ચ- “જે', જે એટલે આ શુદ્ધાત્મા. સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, સુબુદ્ધિ એટલે સમ્યગ્દષ્ટિ ધર્માત્મા હો કે કુબુદ્ધિ એટલે મિથ્યાષ્ટિ હો ! તે બન્નેને પ્રથમથી જ એટલે અનાદિથી જ શુદ્ધતા છે. સમ્યગ્દષ્ટિ થયો માટે આત્મા શુદ્ધ થયો તેમ નથી. અને મિથ્યાષ્ટિ છે માટે આત્મા અશુદ્ધ છે તેમ નથી. જેનું લક્ષ પર્યાય ઉપર છે તેવા જીવને આ વાત ખ્યાલમાં આવતી નથી. કેમકે તે પર્યાય ને જ જુએ છે.
આપણે લીધું ને કે-સંસાર અવસ્થામાં જ્ઞાન હીણું થતું નથી અને મોક્ષ અવસ્થામાં જ્ઞાન વિકાસ પામતું નથી. સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાગુણ એવો ને એવો જ રહેલો છે.
પ્રશ્ન:- નિગોદના જીવને તો જ્ઞાન બિડાઈ ગયું છે ને ? ઉત્તર:- એ.. જ્ઞાન બિડાઈ નહીં. પ્રશ્ન:- મોક્ષ અવસ્થામાં તો જ્ઞાન ઉઘડી ગયું છે ને?
ઉત્તર:- જ્ઞાન ઉઘડે નહીં. જ્ઞાન બિડાઈ તો ઉઘડે ને! એ જ્ઞાન બિડાવાના સ્વભાવથી રહિત છે. એ તો પારિણામિકભાવે ગુણ રહેલો છે તે પરિપૂર્ણ છે. એક-એક ગુણ પરિપૂર્ણ છે. તેની હીણી અવસ્થા થાય તે સર્વજ્ઞ ભગવાનને માન્ય નથી. ભગવાન આત્મા પરિપૂર્ણ છે અને તેનો એક એક ગુણ પણ પરિપૂર્ણ રહેલો છે. તે ઉપાદેય તત્ત્વ છે. હેય તત્ત્વના વિચાર કરવા કરતાં ઉપાદેય તત્ત્વના વિચાર કરવા.
સૂક્ષ્મ વાત છે. કે-જે સુબુદ્ધિઓને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ ચૂકી છે. કોને? સમ્યગ્દષ્ટિને એટલે અંતરાત્માને પણ એ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ છે. તેને પણ શુદ્ધતા પ્રથમથી જ છે. તે આત્મા છે. જે શુદ્ધતા પ્રગટ થાય છે તે આત્મા નથી. પ્રગટ થાય છે તે વ્યવહારજીવ છે અને જે પ્રગટ છે તે નિશ્ચયજીવ છે. વ્યવહારજીવ ઉપાદેય નથી પરંતુ નિશ્ચયજીવ ઉપાદેય છે. એક પડખું આખું રહી ગયું.
આહાહા ! આ વાત સાંભળવા મળે નહીં, અને સાંભળવા મળે નહીં તો વિચાર કયારે કરે? અને વિચાર ન કરે તો નિર્ણય કયારે કરે ? આહા હા ! એક આખું પડખું સાંભળવાએ મળે નહીં. આ વાત કયાંય છે નહીં. ભાઈ ! આ તો એક સોનગઢના સંતની દેન હતી કે તેણે શુદ્ધાત્માનું આપણને દાન આપ્યું. તે મોટા દાનવીર હતા તેથી તેણે શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો.
પ્રશ્ન ઘણાં આવે કે સાહેબ! અશુદ્ધનયે તો આત્મા અશુદ્ધ થયો ને? વ્યવહારનયે તો અશુદ્ધ થયો ને? પરંતુ વ્યવહારનયે અશુદ્ધ થયો એટલે શું? ગુરુદેવ ફટ જવાબ આપે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk