________________
VII
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી પ્રદેશભેદ
ધ્યેય સ્વરૂપના પ્રબોધક, અધ્યાત્મ શિખરના શિખામણી એવા શ્રી કહાનગુરુદેવે દ્રવ્ય-પર્યાયના પ્રદેશભેદની તીક્ષ્ણતા યુક્ત સ્પષ્ટતા દ્વારા નિરપેક્ષપણે દૃષ્ટિનો વિષય આપી ભેદજ્ઞાનનો સ્વર્ણિય અધ્યાય ઉમેરી અને એક અનોખો ઈતિહાસ સર્જયો છે.
પ્રદેશભેદની વાત ગુરુદેવે કહી છે તે પૂર્વાચાર્યો, સંતોના આધારે અને સ્વાનુભવથી પ્રમાણિત કરીને કહી છે. ભગવાન આત્મા તો ચૈતન્ય મહેલનો શાશ્વત નિવાસી છે. તે પર્યાયના ક્ષેત્રને સ્પર્શતો પણ નથી. ચૈતન્ય તેના અસંખ્ય પ્રદેશી તેવા એક અખંડ ક્ષેત્રમાં સર્વાંગ રહેલો છે. તેથી જગતના જીવો તેને તમે બહારના ક્ષેત્રમાં અર્થાત્ પર્યાયના ક્ષેત્રમાં ન જુઓ.
ચૈતન્ય પ૨મ જાગૃત પ્રભૂ ! અસંખ્ય અખંડ ચૈતન્ય પ્રદેશોમાંથી ઊઠીને બહાર ગયો છે તેવા મિથ્યા વિકલ્પોથી નિવૃત્તિ હો !
આપણે એક પ્રશ્ન ઊઠાવીએ કે–દ્રવ્ય અને પર્યાયનાં પ્રદેશ સર્વથા એક હોય તો શું દોષ આવે ? સંતો કહે છે–જો સર્વથા એક હોય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. જો ધ્રુવનું ક્ષેત્ર અને ઉત્પાદનું ક્ષેત્ર એક માનવામાં આવે તો ઉત્પાદનો તો વ્યય થાય છે તો ધ્રુવનો પણ વ્યય થઈ જાય.
દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ ભિન્ન છે તેની પાછળ લોજીક છે. દરેક ન્યાયને તર્કની કસોટી ઉ૫૨ કસી અને સ્વાનુભવથી પ્રમાણિત કરે ત્યારે જૈનદર્શન પ્રાપ્ત થયું કહેવાય. ચિદ્વિલાસમાં દીપચંદજી કહે છે કે-ગુણની સત્તા વિના પર્યાયની સત્તા છે. પર્યાયના પ્રદેશ પર્યાયથી છે. જ્યારે દ્રવ્યગુણના પ્રદેશ એક છે. જેમાંથી પર્યાય ઊઠે છે તેના પ્રદેશ ભિન્ન છે.
શ્રી નિયમસાર ગાથા ૪૦ માં કહે છે કે-અંતઃતત્ત્વ અને બહિર્તત્ત્વને પ્રદેશભેદ છે. શુદ્ધ અંતઃતત્ત્વ જુદું છે અને રાગાદિનું અશુદ્ધ અંતઃતત્ત્વ જુદું છે. અશુદ્ધ અંતઃતત્ત્વની સાથે કર્મપ્રકૃતિને પ્રદેશબંધ થાય છે. એટલે કે-રાગાદિની સાથે કર્મનો બંધ થાય છે પરંતુ શુદ્ધ અંત:તત્ત્વ સાથે કર્મનો બંધ થતો નથી. આ રીતે રાગના પ્રદેશ ભિન્ન થયા. જો રાગના પ્રદેશ ભિન્ન છે તો રાગના અભાવપૂર્વક જે વીતરાગભાવ થયો તેના પ્રદેશ પણ ભિન્ન થઈ ગયા.
શ્રી સમયસાર ૧૮૧ થી ૧૮૩ ગાથામાં ક્ષેત્રભેદની વાત સ્પષ્ટ છે. એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. કારણ કે બન્નેના પ્રદેશ ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે. (અર્થાત્ બન્નેની સત્તા જુદી-જુદી છે.)
હવે આ વાતને સંતો અનુભવથી સિદ્ધ કરે છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળે જે પર્યાય
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk