________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
VI
સાધક ધર્માત્મા કહે છે–તારે પરિણામને છોડવાના નથી... કેમકે પરિણામ વિના એક સમયમાત્ર આત્મા ન રહી શકે. પરંતુ પરિણામના લક્ષ વિના તો આત્મા રહે છે. તેથી આ અધિકારમાં પરિણામનો આશ્રય છોડાવ્યો છે.
પરિણામનું જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે... અર્થાત્ પરિણામ છે તેમ તારા જ્ઞાનમાં સ્વીકાર કરજે. પરિણામ બિલકુલ છે જ નહીં... અવસ્તુ છે તેમ નથી. તેમ પરિણામને જાણીને પરિણામનો આશ્રય પણ કરવાનો નથી. પરિણામને જાણીને, પરિણામમાંથી આત્મબુદ્ધિ છોડવાની છે. સાત તત્ત્વોને જાણવા એટલા માટે કે–જાણીને તેનું લક્ષ છોડી દેવું... ત્યારે તેને સાત તત્ત્વો તૈય થયા કહેવાય. શુદ્ધાત્માને જાણીને આત્મબુદ્ધિ કરવી અર્થાત્ ‘ આ જ હું છું ’ તેમ પ્રતીતિમાં લઈ પરિણમી જવું તેને આત્મા ઉપાદેય થયો તેમ કહેવામાં આવે છે. આ વાતને નાટક સમયસારમાં પૂ. ગુરુદેવશ્રી આ રીતે કહે છે–“એક સમયની પર્યાય ત્રિકાળીને માને ત્યારે તેણે દ્રવ્યને માન્યું કહેવાય. ૫રદ્રવ્ય પદ્રવ્યમાં રહીને સ્વદ્રવ્યની શ્રદ્ધા કરે છે.” આ કથનમાં એકાંતે સ્વદ્રવ્યનું સ્મરણ અને એકાંતે પર્યાયનું વિસ્મરણ કરાવ્યું છે.
શ્રદ્ધા પલટવી તે જુદી વાત છે અને દૃષ્ટિનો વિષય સારો લાગવો, તેની પ્રીતિ થવી તે જુદી વાત છે. શુદ્ધભાવ અધિકારનું હાર્દ સમજાય તો તે જીવ અવશ્ય શુદ્ધાત્મામાં સમાય જાય તેવો આ અધિકાર છે. અનુભૂતિનો વિષય કેવો છે? અને અનુભૂતિમાં આવતો આત્મા કેવો છે ? આટલો નિર્ણય બસ છે.
ચિંતા નથી રહી ઉપશમની હવે, મમતા નથી રહી ક્ષયોપશમની હવે, પ્રીતિ નથી રહી ક્ષાયિકની હવે, વાંછા નથી રહી શુદ્ધાતમ્ની હવે, ત્યારે ?
‘હું ’ માં ‘ હું પણે ’ કૃતકૃત્ય થયો હવે.
આ પુસ્તકની મંગલમ પૂર્ણાહૂતિ પ્રસંગે ત્રિકાલ નવીનતાના ભંડાર સ્વરૂપ છતાં સદા અનવીનતારૂપ શુદ્ધાત્માના દર્શન ક્ષણ.. ક્ષણ.. પ્રતિક્ષણ થાય તેવી મંગલ ભાવના પૂર્વક ઈત્યાલમ્.
બા. બ્ર. શોભનાબેન જે. શાહ (રાજકોટ)
: 40:0
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk