________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ શુદ્ધાત્મા, તેનું અવલંબન લેતા જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય તે કાર્ય નિયમ છે. ખરેખર તો કાર્યસાપેક્ષ આત્માને કારણપરમાત્મા કહેવાય છે. પરંતુ અહીં તો કાર્ય નિરપેક્ષ શુદ્ધભાવ બતાવવો છે.
એક બાજુથી એમ કહેવું કે-સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ નિયમથી કરવા યોગ્ય છે. બીજી બાજુથી એમ કહેવું કે પરિણામ હેય છે.. તો અમારે શું સમજવું?
જ્યાં નિર્મળ પરિણામ પ્રગટ કરવા યોગ્ય કહ્યું છે ત્યાં તે અપેક્ષિત વાત છે. ત્યાં આશ્રયની વાત નથી, ત્યાં પ્રગટ કરવાની વાત છે. જ્યારે આ અધિકારમાં તો પરિણામનો આશ્રય છોડાવી દ્રવ્યનો આશ્રય કરાવવો છે. કોઈ જગ્યાએ એમ કથન આવે કે-કેવળજ્ઞાન
ય છે. કોઈ જગ્યાએ એમ કથન આવે કે-રત્નત્રય પ્રગટ કરવા યોગ્ય છે. આ બન્ને કથનમાં અપેક્ષા સમજવી જોઈએ.
શુદ્ધભાવ અધિકારમાં ખરેખરો આત્મા કેવો છે તે બતાવ્યું છે. આત્મા એક છે તેનાં પડખાં બે છે. એક ખરું સ્વરૂપ અને એક ઉપચરિત સ્વરૂપ કહ્યું છે. આત્મા બે પડખાં વાળો છે તો તેમાં બન્ને પડખાં ઉપાદેય પણ ન હોય અને બન્ને પડખાં હેય પણ ન હોય. તેમાં એક પડખું ઉપાદેય હોય અને એક પડખું હેય હોય. આમ પ્રમાણભૂત વસ્તુમાં જ હેય-ઉપાદેય હોય છે. પૃથક વસ્તુમાં કોઈ હેય પણ ન હોય અને કોઈ ઉપાદેય પણ ન હોય, પરંતુ તે માત્ર જ્ઞય હોય છે.
આત્મા ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિનો ધારક હોવાથી આત્માને સ્વભાવનું ગ્રહણ કરવાનું નથી. કેમકે તેણે કદી સ્વભાવનો ત્યાગ કર્યો જ નથી. હવે પર્યાય અપેક્ષાથી જોઈએ તો આજ દિવસ સુધી પર્યાયે સ્વભાવનું ગ્રહણ પણ કર્યું નથી. તેણે સમયે-સમયે સ્વભાવનો ત્યાગ જ કર્યો છે. માટે વિશેષમાં સ્વભાવનું ગ્રહણ થાય છે.
પદ્મપ્રભદેવ કહે છે કે અમારું જ્ઞાન સાત તત્ત્વોથી પરાભુખ છે. અર્થાત્ વિશેષ છે તે સ્વદ્રવ્યની સન્મુખ થયું છે અને પારદ્રવ્યોથી પરાડમુખ થયું છે. પરંતુ હું અપરિણામી દ્રવ્ય, કદી પરની સન્મુખ થયો નથી. તેથી મારે સ્વની સન્મુખ થવાનું નથી. મને કોઈ પર્યાયની સાપેક્ષતા તો નથી, પરંતુ પર્યાયની અપેક્ષાય નથી, પરમાર્થે પર્યાયની પરમ ઉપેક્ષા પણ મને નથી અને ખરેખર પર્યાયની નિરપેક્ષતા પણ મને સ્પર્શતી નથી તેવો પરમ ઉદાસીન છું. જેને અનંત આનંદમૂર્તિમયી આત્મા દેખાય તેને આત્માના કયા પ્રદેશ પર્યાયની મહિમા હોય ? જેને પર્યાય પરદ્રવ્ય ભાસે છે તે તો આત્માની મહિમામાં જ ડોલતો હોય છે. કોઈ મહાભાગ્યવાન જીવ હશે તેને પર્યાય પરદ્રવ્ય છે તેવો અર્થ સાંભળવા મળશે. પર્યાય પરદ્રવ્ય છે તેમ સાંભળતાં જ પર્યાયનું લક્ષ અને પર્યાયનો પક્ષ બન્ને છૂટી જાય છે, અને સ્વદ્રવ્યનું લક્ષ થઈ જાય છે. પર્યાય પરદ્રવ્ય છે તે કથન ઉપર સંતો વારી જાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk