________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૩ [ શ્લોકાર્ચ- ] પરમાત્મતત્ત્વ આદિ-અંત વિનાનું છે, દોષ રહિત છે, નિáદ્ધ છે અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ છે. જગતમાં જે ભવ્ય જનો તેની ભાવનારૂપે પરિણમે છે, તેઓ ભવજનિત દુ:ખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. ૬૮. તા. ૨૨/૫/ '૭૯ પ્રવચન નં- ૧૦ સ્થળ- મુંબઈ-ઝવેરી બજાર મંદિર
શ્લોક – ૬૮ : ઉપર પ્રવચન આ નિયમસાર પરમાગમ શાસ્ત્ર છે. તેનો શુદ્ધભાવ અધિકાર છે. તેનો ૬૮ નંબરનો શ્લોક છે. “પરમાત્મતત્ત્વ આદિ-અંત વિનાનું છે”, પરમાત્મ તત્ત્વ એટલે પરમ પૂજનિક. પોતાના આત્માનો સ્વભાવ પૂજનિક છે. તત્ત્વો એટલે સ્વરૂપ.. આમ આત્માનો સ્વભાવ પરમ પૂજનિક છે. આત્મતત્ત્વ આદિ અંત વિનાનું છે. જે છે તેની ભૂતકાળમાં શરૂઆત થઈ નથી, કોઈ કાળે શરૂઆત થતી નથી એટલે કે તેની ઉત્પત્તિ થઈ નથી અને અનંતકાળમાં પણ કોઈ કાળે એનો નાશ થશે નહીં. માટે આદિ-અંત વિનાનો છું. હું આ પરમાત્મ તત્ત્વ છું. હું અનાદિ-અનંત છું, હું દોષ રહિત છું. આ આત્મા પરમાત્મા છે. પરમાત્મા કહેવો અને દોષવાળો કહેવો એ તો આળ આપવા બરોબર છે. ભગવાન કહેવો અને તેને મિથ્યાષ્ટિ કહેવો? ભગવાન કહેવો અને તેને રાગી દ્રષી કહેવો? ભગવાન કહેવો અને તેને મનુષ્ય કહેવો? આત્મા મનુષ્ય પણ નથી, રાગી પણ નથી... અને દ્વેષી પણ નથી.. તેવું નિજ પરમાત્મ દ્રવ્ય ઉપાદેય છે.
“દોષ રહિત છે, નિર્દદ્ધ છે અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ છે.” ભગવાન આત્મામાં બેપણું નથી. અક્ષય એટલે કોઈ કાળે ભગવાન આત્માનો નાશ ના થાય એવો એનો સ્વભાવ છે. વળી તે વિશાળ અને ઉત્તમ પ્રકારનું જ્ઞાનવાળું સ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ ઉત્તમ છે.. અને વિશાળ છે.
જગતમાં જે ભવ્યજનો તેની ભાવનારૂપે પરિણમે છે”, હવે જગતના ભવ્યજનોને કહે છે-જગતમાં રહેલા સંસારી–અજ્ઞાની પ્રાણીઓ અને એમાં પણ જે ભવ્ય એટલે લાયક આત્માઓ અથવા સમ્યગ્દષ્ટિજનો તેની ભાવનારૂપે પરિણમે છે. સમ્યગ્દષ્ટિ પણ તેની ભાવના કરે છે. તેની એટલે પરમાત્મ તત્ત્વની ભાવના કરે છે. અને જે લાયક આત્મા છે જેને સમ્યગ્દર્શન પ્રગટ થવાનું છે, જેના ભવ્યભાવનો કાળ પાયો હોય તે પણ આવા પરમાત્માની ભાવનારૂપે પરિણમે છે. ભાવના છે ભાવની-પરમતત્ત્વની. તેને નિમિત્તની ભાવના નહીં, શુભભાવની ભાવના નહીં, પુણ્ય અને પુણ્યના ફળની ભાવના પણ તેના શ્રદ્ધા-જ્ઞાનમાંથી છૂટી ગઈ છે એવો ભવ્ય સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના પરમ તત્ત્વને ભાવે છે. એવી ભાવનારૂપે પરિણમે છે. હું તો એક શુદ્ધ ચિદાનંદતત્ત્વ આત્મતત્ત્વ છે. તેઓ તે આત્માઓ ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk