________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૬૧ શ્લોક - ૬૭ : ઉપર પ્રવચન શ્લોકાર્થ- “એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે”, નિજજ્ઞ કહ્યું, જિનશ નહીં પરંતુ નિજજ્ઞ કહ્યું નિજ શુદ્ધાત્માને જાણે છે તેથી તે નિજજ્ઞ છે. આહા! નિજજ્ઞ તે નિશ્ચય છે અને જિનશ તે વ્યવહાર છે. નિજજ્ઞ એટલે નિજનો જ્ઞાતા, જ્ઞાયકનો જ્ઞાતા થયો.. માટે તે નિજજ્ઞ છે. એ જ્ઞાન કેવું છે? પ્રગટ થયેલું નિજજ્ઞ છે. નિજજ્ઞ છે પણ ઉપાદેયપણે નિજજ્ઞ છે. એકલા આત્માને જાણે છે તેમ નહીં પરંતુ શુદ્ધાત્માને ઉપાદેયપણે જાણે છે. તેને નિજજ્ઞ કહેવામાં આવે છે. નિજજ્ઞ એટલે આત્માને ઉપાદેયપણે જાણે છે.
(આત્મજ્ઞાની સૂત્રકર્તા શ્રીમદ્ભગવત્કૃદકુંદાચાર્ય દેવે) જે વિશુદ્ધ નિજાત્મતત્ત્વનું વર્ણન કર્યું”, આહા! નિજ શુદ્ધઆત્મતત્ત્વના સ્વરૂપનું-સ્વભાવનું વર્ણન કર્યું. “જેને જાણીને ” એટલે આ શુદ્ધાત્માને જાણીને ભવ્ય આત્માઓ- “ભવ્યજીવો મુક્તિને પામે છે”, નિકટભવ્ય જીવો, અતિ આસન્નભવ્ય જીવો, બે પ્રકાર કહ્યાંઆસન્નભવ્ય જીવો અને અતિઆસન્નભવ્ય જીવો મુક્તિને પામે છે. આહા. હા! જે એક શુદ્ધાત્માને ભજે છે તેની અલ્પકાળમાં મુક્તિ થાય છે. તે નિજાભ તત્ત્વને “ઉત્તમ સુખની પ્રાતિને અર્થે હું ભાવું છું.” ઉત્તમ પૂર્ણ સુખની એટલે કે સાધ્યની સિદ્ધિને અર્થે હું નિજાત્માને ભાવું છું. પૂર્ણ સુખ પ્રગટ થાય તે મારું સાધ્ય છે. પરંતુ તે મારું ધ્યેય નથી. સાધ્ય અને ધ્યેયમાં મોટો ફેર છે. સાધ્ય જે પ્રગટ કરવા યોગ્ય હોય તેને સાધ્ય કહેવાય. અને જે આશ્રયભૂત તત્ત્વ છે તેને ધ્યેય કહેવાય. ઉત્તમસુખની પ્રાપ્તિની-પ્રગટતાના અર્થે હું ભાવું છું.
આહા ! હું નિજાત્મ તત્ત્વને ભાવું છું. મારું પ્રયોજન શું છે? પૂર્ણ દુઃખથી મુક્તિ થાય અને પૂર્ણ સુખની પ્રગટતા થાવ. એ જ હેતુએ હું મારા શુદ્ધાત્માને ભાવું છું. આગળના શ્લોકમાં હતું પૂછું છું, ભાવું છું, ભજું છું, સ્મરું છું. તે બધા એકાર્યવાચક શબ્દો છે. આ નિર્વિકલ્પ ધ્યાનની વાત છે હોં ! હું શુદ્ધાત્માને ભાવું છું. શુદ્ધાત્માની ભાવના ભાવતાં, આત્માની ભાવના ભાવતાં જીવ કેવળજ્ઞાન લહે છે એ બધા વિકલ્પના મોહના ભજન છે. તે કાંઈ સમજતા નથી. હું મારા નિજ શુદ્ધાત્માને ભાવું છું.
શ્લોક – ૬૮
(વસંતતિતા) आद्यन्तमुक्तमनधं परमात्मतत्त्वं निर्द्वन्द्वमक्षयविशालवरप्रबोधम । तद्भावनापरिणतो भुवि भव्यलोक: सिद्धिं प्रयाति भवसंभवदुःखदूराम्।। ६८।।
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk