________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬)
પ્રવચન :- ૯ ગાથા-૪૩ છે. સુખસાગરનું પૂર આત્મા છે. સુખના અમૃતથી ઠસોઠસ ભરેલો આત્મા છે. આહાહા ! પ્રગટ થયેલી સુખની પર્યાય પણ જેમાં પ્રવેશી શકતી નથી. તે ઉપર-ઉપર તરે છે કેમકે તે અધ્રુવ છે. ધ્રુવમાં અધ્રુવ પ્રવેશી શકે નહીં.
આહા...હા ! સહજ, અકૃત્રિમ, નિર્મળ સુખામૃતમય છે. “તે સમયસારને હું સમરસ (સમતા ભાવ) વડે સદા પૂજું .પાઠમાં કહ્યું-તે સમયસારને, આપણે કહેવું કે-“આ સમયસારને તેમ પહેલાં કહેવું “આ” અને પછી તે કહેવું. “તે” માં ન ટકવું પરંતુ “આ”માં આવી જવું. લખાણની પદ્ધતિ તો જે હોય તે હોય. આ સમયસારને હું સમરસ-સમતાભાવ વડે સદા પૂજું છું. વિષમભાવ થી ભગવાન આત્માની પૂજા થઈ શકતી નથી. રાગ અને દ્વેષ તે વિષમભાવ છે. અને વીતરાગી પરિણતીવીતરાગી પરિણામ તે સમભાવ-સમતાભાવ છે. એ સમતા ભાવ વડે સદા પૂજું છું હોં !
પૂજા કયારે કરું છું? સવારે-સાંજે. તો કહે-ના, જંગલમાંથી બહાર જ્યારે આહાર લેવા જાય છે ને ત્યારે પણ હું તો મારા આત્માને સદા પૂજું છું. આ શાસ્ત્ર લખું છું ત્યારે શું કરું છું? હું તો મારા શુદ્ધાત્માને ભજુ છું અને પૂજું છું. આ શાસ્ત્ર લખવાનો વિકલ્પ ઉઠયો છે ને? ત્યારે કોની પૂજા કરો છો ? તમારા ગુરુની? તેઓ કહે છે--ના, સાંભળ ! હું તો મારા નિશ્ચયગુરુની પૂજા કરું છું મારી પરિણતી એક સમયમાત્ર પણ મારા ભગવાન આત્માની પૂજા વિના રહી શકતી નથી. પરિણતી મને પૂજે છે એટલે હું આત્માને પૂજું છું તેમ કહેવામાં આવે છે. “હું” માં પર્યાય લેવી. હું સમરસ વડે એટલે સમતારસ વડે સદા અર્થાત્ હંમેશાં આવા અનાકુળ, અય્યત એવા સુખનો સાગર ભગવાન આત્માને સમતાભાવ વડે અંતર્સન્મુખ થઈને શુદ્ધોપયોગ વડે સદા પૂછું છું.
શ્લોક - ૬૭
(ફંદ્રવજ્ઞા ) इत्थं निजज्ञेन निजात्मतत्त्वमुक्तं पुरा सूत्रकृता विशुद्धम्। बुद्धा च यन्मुक्तिमुपैति भव्य
स्तद्भावयाम्युतमशर्मणेऽहम् ।।६७।। [શ્લોકાર્થ:-] એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે (આત્મજ્ઞાની સૂત્રર્તા શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવે ) જે વિશુદ્ધ નિજાત્મતત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે, તે નિજાત્મતત્ત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. ૬૭.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk