________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૭૯
ઉપચારનું કથન છે. એ પર્યાયનો આરોપ આત્મા ઉપર આપીને આત્મા શુદ્ધ થયો એમ કહે છે. થયા છે પરિણામ શુદ્ધ અને કહેવાય છે આત્મા શુદ્ધ થયો તો એ પરિણામનો ઉપચાર આત્મા ઉપર આપીને અથવા અભેદનયે આત્માને અશુદ્ધ થયો તેમ કહેવામાં આવે છે. બાકી આત્મા અશુદ્ધ થયો નથી તેથી શુદ્ધ પણ થતો નથી. જે અશુદ્ધ થાય તે શુદ્ધ થાય; એ પરિણામ શુદ્ધ થાવ તો થાવ ! એ પરિણામ શુદ્ધ થયા માટે મારામાં કાંઈક શુદ્ધતા વધી ગઈ એવું છે નહીં. અને પરિણામ અશુદ્ધ થયા તો મારામાં શુદ્ધતા થોડી – અંશે ઘટી ગઈ એમ છે નહીં. અરે ! શુદ્ધ પરિણામ અને અશુદ્ધ પરિણામ મને અડતા નથી. પ્રશ્ન:- પરિણામ શુદ્ધ થયા તો ત્રિકાળીમાં કારણપણું આવ્યું કે નહીં ?
ઉત્ત૨:- ના, આત્મા કા૨ણેય નથી. એ પરિણામ પરિણામથી શુદ્ધ થાય છે ત્યારે ઉપચારથી આત્માને કા૨ણ પરમાત્મા કહેવામાં આવે છે. ખરેખર શુદ્ધ પરિણામનો આત્મા કારણ પણ નથી. કર્તાપણ નથી, કાયિતા પણ નથી.. અને અનુમોદક પણ નથી. કર્મના અભાવથી પરિણામમાં શુદ્ધિ થઈ એ પણ ઉપચારનું ક્થન છે. આત્માનો આશ્રય કર્યો માટે પરિણામ શુદ્ધ થયા એ પણ ઉપચારનું કથન છે. એના ષટ્કા૨કથી, અહેતુક, પર્યાયનો શુદ્ધ થવાનો સ્વકાળ હતો ત્યારે થયા. તે સમયે પરિણામનું મુખ પરસન્મુખ ન હોય પણ એનું મુખ સ્વસન્મુખ છે તેથી ઉપચારથી આત્માને કા૨ણ પરમાત્મા પણ કહે છે. ખરેખર પર્યાયનું કારણ પર્યાય છે. પર્યાયનું કારણ દ્રવ્ય પણ નથી.
“ એવા નિરંજન નિજ પરમ પંચમભાવ, પંચમગતિ નહીં.” પંચમગતિ સિદ્ધને લાગુ પડે છે અને પંચમભાવ તે આત્માના ત્રિકાળી સ્વભાવને લાગુ પડે છે. પંચમભાવ તે દ્રવ્યનું વિશેષણ છે, અને પંચમગતિ તે પર્યાયનું વિશેષણ છે–એ પર્યાયનો ધર્મ છે. પંચમગતિ તે પર્યાય ધારી રાખેલો ધર્મ છે. અને પંચમભાવ તે મારા શુદ્ધાત્માએ ધારી રાખેલો પંચમભાવ છે. પારિણામિકભાવ એ પ૨મ પંચમ ભાવ છે. ૫૨મ શબ્દ કેમ લગાડયો ? ઉત્કૃષ્ટ-પૂજનિક છે માટે ૫૨મ કહ્યું. બાકી પારિણામિકભાવે તો છએ દ્રવ્યો રહેલાં છે. જ્યારે પરમપારિણામિકભાવે તો નિજ પરમાત્મદ્રવ્ય છે.
આહા! ૫૨મ પંચમભાવની એટલે ૫૨મપારિણામિકભાવની ભાવનાથી પંચમગતિને પામે છે. ભાવના એટલે એકાગ્રતાથી. ભાવના એટલે-“ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન ”, આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન એમ બોલવું કે વિલ્પ કરવો તે આત્માની ભાવના નથી. એ તો વિકલ્પની ભાવના છે. એ તો બધા રાગના રગડા છે, એ તો બધા દુઃખના કારણો છે. વિકલ્પમાત્ર દુઃખ છે. આત્માની ભાવના એટલે આત્મામાં એકાગ્રતા. પરિણતી જ્યારે આત્માની સન્મુખ થાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા આવે છે. એ નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થાને આત્માની ભાવના થઈ તેમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk