________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
७८
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧
આ મુદ્દાની ૨કમનો ટોટલ હવે આવ્યો. આમાં આવે છે જાણવાનો વિષય કે જે આત્મામાં નથી... જે ૫૨દ્રવ્ય છે. ૫૨દ્રવ્યને જાણવું એ પણ મારું કર્તવ્ય અને કાર્ય નથી. એવા નિરંજન જેમાં અંજન-મેલ નથી. સમયમાત્ર પણ જે આત્મા મલિન થયો નથી. જેમ પાણી પર્યાય ઉષ્ણ છે એ વખતે પણ પાણી પોતાના શીતળ સ્વભાવને છોડતું નથી. એ પાણીનો શીતળ સ્વભાવ પારિણામિકભાવ છે. અને જે ઉષ્ણતા છે તે ઉદયભાવે છે. અને થોડી ઠંડી અને થોડી ગરમ મિશ્ર અવસ્થા થાય છે તે ક્ષયોપશમભાવે છે. એ પાણી પર્યાયમાં સર્વથા શીતળતારૂપ પરિણમે છે તેને ક્ષાયિભાવ કહેવામાં આવે છે.
આ ત્રણેય ભાવો અગ્નિની સાપેક્ષતારૂપના ભાવો છે. અગ્નિનો સંયોગ સંબંધ પાણીની પર્યાયની સાથે છે. પાણીની પર્યાય અગ્નિનો સંબંધ કરે છે. જ્યારે પાણીનું દળસ્વભાવ જે શક્તિરૂપ છે એ અગ્નિના સંબંધથી રહિત છે. એ અગ્નિના સંબંધ થયેલી ઉષ્ણ પર્યાય એનાથી પણ શીતળ સ્વભાવ રહિત રહેલો છે.
તેમ આ જે ભગવાન આત્મા છે તેની દશામાં જે રાગાદિ થઈ રહ્યા છે, દેખાય છે એ રાગને કર્મની સાથે સંબંધ છે. પરંતુ મને રાગની કે કર્મની સાથે સંબંધ થયો નથી, થતો નથી અને થશે નહીં. માટે હું ત્રિકાળ શુદ્ધ છું–એમ જે શુદ્ધાત્માની ભાવના ભાવે છે તે આત્મા શુદ્ધ થઈ જાય છે. થાય છે પર્યાય શુદ્ધ અને ઉપચારથી કહ્યું કે-આત્મા શુદ્ધ થાય છે, પણ ખરેખર આત્મા શુદ્ધ થતો નથી કેમકે આત્મા તો શુદ્ધ જ છે. શુદ્ધ થવું એ આત્મામાં નથી. થવું, થયું અને થશે એ બધું પરિણામમાં થાય છે. દ્રવ્ય સ્વભાવમાં ફેરફાર થતો નથી. પર્યાયના ફેરફારે દ્રવ્ય તો ટંકોત્કીર્ણ રહે છે. પરિણામમાં અનેક પ્રકારના ફેરફાર ભલે આવે! મેરુ ડગે પણ ભગવાન આત્મા ડગતો નથી. તે શુદ્ધ સ્વભાવથી એક સમયમાત્ર ચ્યુત થતો નથી.
પોતાના નિજ ત્રિકાળ નિરુપાધિ શુદ્ધ સ્વભાવને એક સમય માત્ર છોડતો નથી... અને ભગવાન આત્મા અશુદ્ધતાને ગ્રહણ કરતો નથી. એવી ત્યાગઉપાદાન શૂન્યત્વ શક્તિ આત્મામાં રહેલી છે. એ આત્મા આત્માને ઉપાદેય છે. એ દૃષ્ટિનો વિષય છે. એ આત્મામાં દૃષ્ટિ લગાવવા યોગ્ય છે. આહા ! એ દૃષ્ટિ મારામાં લાગે છે. મારે કાંઈ મારામાં આશ્રય કરવો નથી. પરિણામમાં દુઃખ થાય છે અને પરિણામને જ્યારે સુખી થવું હોય ત્યારે પરિણામ મારી સમીપે આવે છે... અને પરિણામ શુદ્ધ થઈ જાય છે. હું તો પહેલેથી જ શુદ્ધ છું, મારે શુદ્ધ થવું નથી. હું તો પ્રથમથી જ શુદ્ધ રહેલો છું તે દૃષ્ટિનો વિષય છે– તે સમ્યગ્દર્શનનો વિષય છે–આ ધર્મનો વિષય છે. જેને ધર્મ ક૨વો હોય તેણે શુદ્ધાત્માનું શરણ લેવું પડશે. આહા ! એ પરિણામ શરણ લ્યે છે.
આહા ! થાય છે પરિણામ શુદ્ધ અને ઉપચારથી કહેવાય કે-આત્મા શુદ્ધ થયો. પહેલાં આત્મા અશુદ્ધ હતો તે ઉપચારનું કથન હતું અને હવે આત્મા શુદ્ધ થયો એ પણ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk