________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮)
- પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ એ પંચમભાવની ભાવનાથી મુમુક્ષુઓ પંચમગતિએ જાય છે. પંચમગતિએ એટલે મોક્ષપુરીમાં મુમુક્ષુ પધારે છે. અથવા તેની મુક્તિ પર્યાયમાં થાય છે. ખરેખર તો આત્મા ક્યાંય જતોએ નથી ને આવતોએ નથી, પરંતુ પર્યાયની પ્રધાનતાથી જાય છે અને જશે તેમ કહેવામાં આવે છે. આહા ! વ્યવહારનયના કથન ઢગલાબંધ છે. નિશ્ચયનયનું કથન તો એમાંથી કાઢવું જોઈએ. દ્રવ્યાનુયોગમાંથી પણ નિશ્ચયનું કથન કાઢવું. એ કાઢનારા બે પ્રકારના જીવો હોય છે. કાં તો સમકિતી એમાંથી કાઢી શકે છે અર્થાત્ મિથ્યાત્વના અનુભાગનો જેને અભાવ થયો છે તેવા જીવો દ્રવ્યાનુયોગના કથનના રહસ્યને પામી શકે છે અને મિથ્યાત્વનો અનુભાગ જેને ઘટી ગયો છે તેને દ્રવ્યાનુયોગ આ રીતે કહેવા માગે છે તે તેના ખ્યાલમાં-અનુમાન જ્ઞાનમાં આવી શકે છે. જ્યારે તીવ્ર મિથ્યાત્વીને એ ખ્યાલ આવતો નથી. વ્યવહારના પક્ષવાળા જીવનો દ્રવ્યાનુયોગમાં પ્રવેશ થઈ શકતો નથી.
આહા ! જેને વ્યવહારનો પક્ષ છૂટયો હોય, નિશ્ચયનો પક્ષ આવ્યો હોય, મિથ્યાત્વનો અનુભાગ ઘટયો હોય, જ્ઞાન શુદ્ધ ન થયું હોય પણ... જ્ઞાન નિર્મળ થયું હોય તે જીવ સમજી શકે છે. ઓહો હો..! તો ત્રણેયકાળ શુદ્ધ છું. હું માનતો હતો કે વર્તમાનમાં હું અશુદ્ધ છું હું તો માનતો હતો કે-હું તો સંસારી છું. અરે ! હું તો ત્રણેકાળ મુક્ત જ છું. અરે ! હું તો માનતો હતો કે-આઠ કર્મનું મને આવરણ છે. અને આઠકર્મથી હું બંધાયેલો છું. તેને દ્રવ્યાનુયોગ ફરમાવે છે કે-તને આઠ પ્રકારના કર્મનો બંધ થયો નથી. તું અત્યારે મુક્ત છો.
આત્મા તો બધા સરખા-સમાન અને શુદ્ધ છે.. અને પરિપૂર્ણ છે. આવા ભગવાન આત્માની ભાવના ભાવ! હજુ તો તે નિમિત્તની ભાવનામાં પડ્યો છે! પડ્યો છે નિમિત્તની ભાવનામાં અને તે કહે છે મારે ધરમ કરવો છે. હજુ નિમિત્તની ભાવના છૂટતી નથી, પુણ્યના ફળની ભાવના પણ છૂટતી નથી-સંયોગની ભાવના પણ છૂટતી નથી એટલે કે આ ધનધાન્યની ભાવના છૂટતી નથી, કુટુંબની ભાવના છૂટતી નથી, દેવ-ગુરુ-શાસ્ત્રની ભાવના પણ હજુ છૂટતી નથી. અરે ! એતો પૃથક પદાર્થો આત્માથી ભિન્ન છે. પરંતુ અંદરમાં જે ઇન્દ્રિયજ્ઞાનનો ઉઘાડ થયો શાસ્ત્રનો તેની ભાવના ભાવે છે અને કાં કષાયની મંદતા થઈ તેની ભાવના ભાવે છે કે આજનો દિવસ સારો ગયો. શું થયું? તો કહે–આજ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભભાવ થયો. કેમકે મને ગુરુદેવ પધાર્યા તેમના દર્શન થયા. અરે ! એ દર્શન કરે છે ભાવ ઇન્દ્રિય.. હું તો ગુરુદેવના દર્શન કરે એવા પરિણામથી પણ ભિન્ન છું.. તેથી હું એના દર્શન કરતો નથી.
(શ્રોતા:- ગજબ વાત કરી, બહુ સરસ વાત છે.) ઊંચા પ્રકારની વાત છે. દેવગુરુ-શાસ્ત્રના તો દર્શન કર્યા પણ ભગવાન આત્માના દર્શન એક સમયમાત્ર પણ તે કર્યા નથી. એ અવસર આવ્યો છે, નિજ ગુરુના દર્શન કર. નિજ પરમાત્મદ્રવ્ય તે પરમગુરુ છે. આ પરમગુરુ બિરાજમાન છે. હવે નિમિત્તની ભાવના છોડ, શુભાશુભ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk