________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૮૩ છે. ચોથાવાળાને પણ લઘુનંદન કહેવાય, ન કહેવાય તેમ નહીં. પરંતુ આ તો મુનિરાજની વાત કોઈ અલૌકિક છે. અહીંયા ચોથા-પાંચમાની વાત મુખ્યતાથી નથી.
અમારા બાપુજી કહેતા હતા કે-લાલચંદ ! આ દુષમકાળ છે, પંચમકાળ છે એટલે સમ્યગ્દષ્ટિની બોલબાલા તો હોય, વાહુ-વાહ હોય. તે ઠીક છે, બાકી ચોથો કાળ હોય તો સમ્યગ્દષ્ટિને કોઈ પૂછેય નહીં. એકેક ઘરમાં પાંચ-દસ સમ્યગ્દષ્ટિ હોય. પચાસ માણસનું કુટુંબ હોય તેમાં દસ તો સમ્યગ્દષ્ટિ હોય. એનો કોઈ ભાવ પણ પૂછે નહીં. સમ્યગ્દષ્ટિ સાધારણ છે. ચારિત્ર છે એ જ ધર્મ છે. ત્યાં વિદેહમાં એવો કાળ છે. મુનિ દિક્ષા લઈ લ્ય અને પછી ધ્યાનમાં મસ્ત થઈ જાય. આ તો પંચમકાળમાં જ્ઞાનીના દુષ્કાળ છે.
શ્રોતા- શુદ્ધઉપયોગના બે અર્થ કર્યા. એક તો ચોથા ગુણસ્થાને આત્માની પ્રાપ્તિ થાય છે અને બીજો સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગ થાય તે.
ઉત્તર:- અહીં ચારિત્રની મુખ્યતાથી વાત છે. જ્યારે ચોથામાં સમ્યગ્દર્શનની મુખ્યતાથી વાત છે. ચોથામાં સમ્યગ્દર્શનને યોગ્ય શુદ્ધોપયોગ અને આ ચારિત્રને યોગ્ય શુદ્ધોપયોગ. સાતમામાં લીનતા વધારે છે, ચોથા-પાંચમામાં લીનતા ઓછી છે.
આત્મ અનુભવના કાળમાં આત્મા સ્વપ્રકાશકથી પ્રગટ થાય છે. સવિકલ્પદશામાં સ્વપર બન્નેને જાણે તો એનું નામ પ્રમાણજ્ઞાન કહેવાય. પ્રમાણજ્ઞાન તે વ્યવહારનું લક્ષણ થયું.
પ્રશ્ન:- એકદમ નિશ્ચયનો પક્ષ આવે ત્યારે કાર્ય થાય છે.
ઉત્તર:- નિશ્ચયનો પક્ષ છૂટે ત્યારે કાર્ય થાય છે. નિશ્ચયનો પક્ષ આવે પછી તે પક્ષ છૂટી જાય અને અંદરમાં ઉપયોગ જામી જાય ત્યારે કાર્ય થાય. પછી બહાર આવે ત્યારે તેને સ્વપર પ્રકાશક કહેવાય. એ જ્ઞાનમાં આત્માય જણાય અને ગુરુદેવ પણ જણાય, આત્માય જણાય અને શાસ્ત્ર પણ જણાય એનું નામ સ્વપરપ્રકાશક છે. સ્વ પ્લસ પર લીધું એટલે સ્વપરપ્રકાશક તે વ્યવહાર થઈ ગયો, નિશ્ચય ન રહ્યો. નિશ્ચય તો સ્વ આશ્રિત જ હોય. ઉપયોગમાં એકલો આત્મા જ જણાય છે બીજું કાંઈ ન જણાય.
પદ્રવ્યથી પરાભુખ એટલે વિશેષોનો હું અજ્ઞાત થાઉં છું ત્યારે અંદર જવાય છે. કેમકે એ પર્યાય પરદ્રવ્ય છે. સાતેય તત્ત્વો અને પાંચ મહાવ્રતના પરિણામ તે પરદ્રવ્ય છે. અને જે પરિણતી પ્રગટ થઈ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની તે ભેદ અપેક્ષાએ પરદ્રવ્ય છે. અભેદ થાય તો તો પરદ્રવ્ય રહ્યું જ નહીં. તો તો આત્મા જ થઈ ગયો, ત્યારે તો શુદ્ધોપયોગ કહેવાય છે. આત્મા આત્માને ઉપાદેય છે. પર્યાયને પરદ્રવ્ય કહ્યું. આ બહુ ઉત્કૃષ્ટ વાત છે.
શ્રોતા:- પરદ્રવ્ય કહીને ભાઈ ! ઘણું રહસ્ય ખોલી નાખ્યું. ઉત્તર- અમે તો અમારો સ્વાધ્યાય કરીએ છીએ. પરદ્રવ્ય લાગે છે એટલે પરામુખ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk