________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
પરિશિષ્ટ - ૪ તેમાં નિર્વિકલ્પ અનુભવ નથી. એકને જાણવાનું બંધ કરે અને એકને જ જાણે ત્યારે નિર્વિકલ્પ અનુભવ થાય છે. કોઈપણ કાળે તે પ્રમાણજ્ઞાનનો વિષય ઉપાદેય કોઈપણ સ્થિતિમાં નથી.
કોઈપણ કાળે અને કોઈપણ જીવને પ્રમાણજ્ઞાનનો વિષય ઉપાદેય નથી. સર્વ કાળે શુદ્ધનયના વિષયભૂત દ્રવ્ય એક જ ઉપાદેય કહ્યું છે, અને વ્યવહારનયનો વિષય બધાને માટે હેય છે. આહાહા...! તે ઉપાદેય નથી.
પ્રશ્ન - જ્યારે સવિકલ્પદશામાં આવે છે ત્યારે જ્ઞાન નિર્વિકલ્પ રહે છે?
ઉત્તર:- સવિકલ્પદશામાં જે જ્ઞાન છે તે તો અતીન્દ્રિયજ્ઞાન જ છે. તે બરોબર છે. હવે એ અતીન્દ્રિયજ્ઞાનમાં જે ઉપયોગાત્મકપણે ભગવાન આત્મા સામાન્યપણે જણાતો હતો એ છૂટી જાય છે. એટલે પરિણતીમાં તો સામાન્ય જણાય જ છે, પરંતુ ઉપયોગમાં ભેદ જણાય છે. જે ઉપયોગમાં ભેદ જણાય છે તે ઇન્દ્રિયજ્ઞાન થઈ ગયું. તે અતીન્દ્રિયજ્ઞાન ન રહ્યું-કેમકે ઉપયોગાત્મક વિષય તો એક જ હોય. કાં સામાન્યને ઉપયોગાત્મકપણે જાણે અને કાં વિશેષને ઉપયોગાત્મકપણે જાણે-ભેદને જાણે. ભેદને જાણે છે ઉપયોગાત્મક પણે તો તે ઇન્દ્રિયજ્ઞાન થઈ ગયું છે.
સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ્.” વિશેષને જાણનારું જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન થઈ ગયું. ભલે તે અતીન્દ્રિયજ્ઞાનમાં જણાય છે પરંતુ ઉપયોગાત્મક તો ઇન્દ્રિયજ્ઞાન થઈ ગયું. એ રાગ જણાય છે તે ઉપયોગાત્મક છે. રાગને રાગ અને દ્વેષને દ્વેષ જાણે છે. તે સવિકલ્પ દશામાં. હવે જ્યારે ફરીથી તેને જાણવાનું બંધ થાય છે ત્યારે તે અંદરમાં ચાલ્યો જાય છે. એટલે જે પરિણતી હતી તે ઉપયોગાત્મક થઈ ગઈ. અને જે ઉપયોગ હતો તે હવે લબ્ધ થઈ ગયો. હવે ઇન્દ્રિયજ્ઞાનનો ઉપયોગ લબ્ધ થઈ ગયો. અને પેલું જે લબ્ધ હતું તે ઉપયોગાત્મક થઈ ગયું. સાધકદશામાં એમ થયા કરે છે બસ.
એક નિયમ કે જ્યારે પ્રમાણજ્ઞાનમાંથી વ્યવહારનું લક્ષ છોડી અને પર્યાયમાં ફરીથી સામાન્યનું લક્ષ આવે છે ત્યારે જ શુદ્ધોપયોગ દશા થાય છે. ચોથું હોય કે પાંચમું હોય કે છઠું હોય. શાસ્ત્રની સામે જોયા કરે તો નિર્વિકલ્પધ્યાન આવી જાય? નહીં આવે. પર્યાયની સામે જોયા કરે તો નિર્વિકલ્પધ્યાન નહીં આવે. તે તો રાગની ઉત્પત્તિનું કારણ છે. સંસારની ઉત્પત્તિનું કારણ છે. ભલે અસ્થિરતા છે તો પણ સંસાર છે ને? જગપંથ છે કે નહીં ? જૈનદર્શનમાં કોઈ છૂટછાટ નથી.
પ્રમાણજ્ઞાન છે તે દ્રવ્ય-પર્યાય બન્નેને જાણે છે. પછી એકને જાણવાનું બંધ કરે છે અને શુદ્ધોપયોગ થતાં ફરીથી અંદરમાં આવી જાય છે. તેનું નામ નિર્વિકલ્પ નય થઈ ગઈ એ નિર્વિકલ્પ નયપૂર્વક નિર્વિકલ્પ પ્રમાણ પણ થાય છે. અંદરમાં.. સમજી ગયા ! દ્રવ્ય પર્યાય બન્નેને જાણે છે તે જાણપણું છે તે ઉપયોગરૂપ છે. પર્યાયને જાણે છે તે ઉપયોગરૂપ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk