________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૮૭ શ્રોતાના લક્ષણમાં કહ્યું છે કે-કષાયની મંદતા, મધ્યસ્થતા, સરળતા, જિતેન્દ્રિયપણું આદિ ગુણો તો શ્રોતામાં હોય પરંતુ આ ઉપરાંત શ્રોતાનું લક્ષણ કહ્યું.
અમૃતચંદ્ર સૂરિ કહે છે કે-જેને નિશ્ચય અને વ્યવહારનયનું જ્ઞાન હોય તેને ખરેખર શ્રોતા કહેવામાં આવે છે. કેમકે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની વાણી હિનયાશ્રિત છે. દિનયાશ્રિત છે એટલે કોઈ વખતે નિશ્ચયની મુખ્યતાથી વચન આવતું હોય અને કોઈ વખતે વ્યવહારની મુખ્યતાથી જાણવા માટે વચન આવતું હોય. કથનની પદ્ધતિના આ બે પ્રકાર છે. તેમાં યથાર્થને નિશ્ચયનય કહે છે ઉપચારને વ્યવહારનય કહે છે.
તેથી ઓછામાં ઓછું બે નયનું જ્ઞાન જરૂરી છે. બાકી નયના પ્રકારો તો ઘણાં હોય પરંતુ બે નય બસ છે. શાસ્ત્રોનો ઉકેલ કરવા માટે અને આત્માનો અનુભવ કરવા માટે આ બે નયની આવશ્યકતા છે. આટલી આવશ્યક્તા શ્રોતા માટે છે. તો તે જિનવાણીનો મર્મ સમજી શકશે, નહીંતર તે સમજી શકશે નહીં.
અહીંયા કહેવામાં એ આવ્યું કે-સંસારી જીવોપણ વર્તમાનમાં, શુદ્ધનિશ્ચયનયથી જોવામાં આવે તો સિદ્ધ સમાન છે. જન્મ-મરણથી તો રહિત છે. પરંતુ આઠગુણોથી સહિત છે. અને સભ્યત્વ આદિ આઠગુણોની પુષ્ટિથી તુષ્ટ છે. આવા ગુણો પ્રગટ થશે એમ નહીં પરંતુ સંસારી જીવોમાં શક્તિરૂપે રહેલા છે. કઈ નયના બળે? શુદ્ધ નિશ્ચયનયના બળે. હું શુદ્ધ નિશ્ચયનયથી આવો છું તેમ આત્માનો અનુભવ કરનારને આવા આઠ ગુણો વ્યક્તિમાં પ્રગટ થાય છે. સિદ્ધને પ્રગટ થયા છે અને પોતાને પ્રગટ થઈ જાય છે. આઠ ગુણોમાં જુઓ સૌથી પહેલું સમ્યત્ત્વ લીધું. “સમ્યકત્ત્વ, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, સૂક્ષ્મત્ત, અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠગુણોની સમૃદ્ધિથી આનંદમય છે.” ચાર ઘાતિ અને ચાર અઘાતિ તેના અભાવથી ઉત્પન્ન થયેલાં અનુજીવી અને પ્રતિજીવી ગુણોની વ્યાખ્યા કરતાં કહે છે કે-એ આઠગુણોની સમૃદ્ધિથી આનંદમય છે. સંસારી જીવ આનંદમય છે. સંસારી જીવ સમ્યકત્વથી સહિત અને કેવળજ્ઞાનથી સહિત, અનંતવીર્યથી સહિત, અને પૂર્ણ આનંદથી સહિત છે.
સંસારી જીવો શુદ્ધ નિશ્ચયનયના બળે એટલે કે જે જ્ઞાનનો પર્યાય છે તેને શુદ્ધ નિશ્ચયનય કહેવાય. અતીન્દ્રિયજ્ઞાનનો જે પર્યાય છે તે શ્રુતજ્ઞાન છે. પરંતુ કેવળજ્ઞાન નથી. કેવળજ્ઞાનમાં નય ન હોય, મિથ્યાષ્ટિને પણ નય ન હોય. પરંતુ સાધક આત્માને નય હોય છે. નય શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. એ પ્રમાણના એક અવયવને શુદ્ધનિશ્ચયનય કહેવામાં આવે છે. જેનો વિષય શુદ્ધભાવ છે. જે જ્ઞાનનું પ્રયોજન શુદ્ધ આત્માને જાણવાનું છે.. તે જ્ઞાનના અંશને શુદ્ધનય અથવા શુદ્ધનિશ્ચયનય કહેવામાં આવે છે.
કહે છે-વ્યવહાર બે પ્રકારના છે. (૧) પરાશ્રિત વ્યવહાર (૨) ભેદાશ્રિત વ્યવહાર. પરાશ્રિત વ્યવહાર તે શુભભાવ છે. અને ભેદાશ્રિત વ્યવહાર તે સમ્યગ્દર્શન-જ્ઞાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk