________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
પ્રવચન નં:- ૧) ગાથા-૪૭ થયા તે કાર્ય સમયસારરૂપ છે. તેઓ કાર્ય અપેક્ષાએ પરિપૂર્ણ શુદ્ધ પ્રગટ થયા છે. આમ જે પર્યાય અપેક્ષાએ પરિપૂર્ણ થયા તેને કાર્ય સમયસાર કહેવામાં આવે છે.
નીચે જુઓ ! ફૂટનોટમાં છે. કાર્યશુદ્ધ-કાર્ય-અપેક્ષાએ શુદ્ધ. હવે વિષય આવ્યો. ઉપર જે કહ્યું હતું કે-શુદ્ધ દ્રવ્યાર્થિકનયના અભિપ્રાય સંસારી જીવો અને મુક્ત જીવોમાં કાંઈ ફેર નથી. વ્યવહારનયે ફેર છે પરંતુ નિશ્ચયનયે કાંઈ ફેર નથી. વ્યવહારનયે જે ફેર છે તેને હું ગૌણ કરું છું.. અર્થાત્ તેનું લક્ષ છોડું છું. અને નિશ્ચયનયથી હું મારા આત્માને જોઉં છું તો-મારો આત્મા અત્યારે સિદ્ધ સમાન છે. નિશ્ચયનયે હોં! એટલે ઉપયોગને આત્માના સ્વભાવની સન્મુખ લઈ જઈને જોવામાં આવે તો એ શરત છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયે એટલે વ્યવહારનયે નહીં પરંતુ દ્રવ્યાર્થિકનયે પણ ન કહેતાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયે તેમ કહ્યું.
કાર્ય સમયસાર છે, કાર્ય શુદ્ધ છે. જેવા તે સિદ્ધાત્માઓ છે તેવા જ શુદ્ધ નિશ્ચયનયથી ભવવાળા (સંસારી) જીવો છે. જેવા સિદ્ધભગવંતો છે તેવા જ–તેવા જ હોં ! શુદ્ધનિશ્ચય નથી, અશુદ્ધ નિશ્ચયનયથી તો નહીં પરંતુ નિશ્ચયનયથી પણ ના કહેતાં શુદ્ધ નિશ્ચયનયથી સંસારી જીવો છે. શુદ્ધાત્માના અનુભવના કાળથી જ્યારે જોઉં છું તો તે કાળમાં અને તે કાળથી શુદ્ધોપયોગથી જોઉ છું તો ભવવાળા સંસારી જીવો જેવા જ સિદ્ધ પરમાત્મા છે, તેવા જ સંસારી જીવો પણ શુદ્ધનિશ્ચયથી છે. કેમકે શુદ્ધનિશ્ચયનયનો વિષયભેદ નથી, તેનો વિષય રાગ નથી, તેનો વિષય શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા છે તે સિદ્ધ સમાન છે. જે કારણે તે સંસારી જીવો સિદ્ધ આત્માઓ જેવા જ છે. જે કારણે એટલે શુદ્ધનિશ્ચયનયે એ સંસારી જીવો સિદ્ધ આત્મા જેવા જ છે.
તે કારણે તે સંસારી જીવો જન્મ જરામરણથી રહિત અને સમ્યકત્વાદિ આઠ ગુણોની પૃષ્ટિથી તુષ્ટ છે. સંસારી જીવોને શુદ્ધનયથી જોવામાં આવે તો તે વર્તમાનમાં જન્મ, જરા, મરણથી રહિત છે. તેને તે કારણે એટલે તેને તે નથી. આ વર્તમાનની વાત કરે છે. નિશ્ચયનયથી પોતાના શુદ્ધાત્માની સન્મુખ જઈને, અનુભવમાં આવીને, શુદ્ધાત્માને શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ કરીને અને જે પરોક્ષ શ્રુતજ્ઞાન છે તેને રોકીને, અતીન્દ્રિયશ્રુતજ્ઞાન જે છે કે જેને ઇન્દ્રિયનું અવલંબન નથી તે અપેક્ષાએ તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એવા શુદ્ધ ઉપયોગ દ્વારા શુદ્ધાત્માને જાણતાં તે સંસારી જીવો જન્મ, મરણથી રહિત છે. જન્મ, જરા અને મરણ મને નથી. કઈ નયના બળે ? શુદ્ધ નિશ્ચયનયથી. હવે તેનાથી આગળ વાત કરે છે. આનાથી વધારે સૂક્ષ્મ વાત કરે છે. રહિત છે તે વાત કરી હવે શેનાથી સહિત છે તે કહે છે.
એક પુરુષાર્થ સિદ્ધિઉપાય નામનું શાસ્ત્ર છે. તે અમૃતચંદ્રાચાર્ય ભગવાને બનાવેલું છે. તે તેમનો સ્વતંત્ર ગ્રંથ છે. તેમાં શ્રોતાના ઘણાં લક્ષણ કહ્યાં છે. શ્રીમદ્જીએ પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk