________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭)
પરિશિષ્ટ – ૨ - જ્ઞાયક ચિદાનંદ આત્મા જેના ઉપર દૃષ્ટિ પડતાં જે સમ્યગ્દર્શન થાય છે તેને અહીંયા જીવ કહેવામાં આવે છે. પર્યાય તરફ લક્ષ કરતાં તો રાગી પ્રાણીને રાગ જ થશે. અને દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડતાં નવી શુદ્ધતા પ્રગટ થશે. અનાદિથી નહીં પ્રગટ થયેલી તેવી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધતાની પરિણતી પ્રગટ થશે. તને મોક્ષમાર્ગ પ્રગટ થશે. પરંતુ તે બંધમાર્ગ અને મોક્ષમાર્ગને જાણનારી મારી પાસે નય નથી. કેમકે જીવ એવો છે નહીં. જીવ પહેલાં બંધમાર્ગમાં હતો અને પછી મોક્ષમાર્ગમાં આવ્યો એવો ભેદ તફાવત મને દેખાતો નથી. અત્યારે તો વ્યવહારનયની ચક્ષુ બંધ થઈ ગઈછે... અને દ્રવ્યાર્થિકનયની ચક્ષુ ઉઘડી ગઈ છે. એ ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે હું શુદ્ધાત્માને જોઉં છું તો... એ તો પ્રથમથી જ શુદ્ધ છે. તેમનામાં કાંઈ પણ ભેદ કયા નયથી જાણું? ખરેખર તે બે માં કાંઈ પણ તફાવત નથી.
પ્રશ્ન:- મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિ તે બેમાં કાંઈ તફાવત નથી ? ઉત્તર:- ના. પ્રશ્ન- એક બંધાય છે અને એકને નિર્જરા થાય છે ને ?
ઉત્તર:- એ તારી ભૂલ છે. જીવને નિર્જરા ન થાય. જીવ બંધાય પણ નહીં અને મૂકાય પણ નહીં. બંધાય છે તે બીજો અને જાણે છે તે બીજો છે. બીજો છે તે છૂટો છે. છૂટે છે એ બીજો અને છૂટો છે એ બીજો છે. પરિણામ છૂટે છે. જે બંધાય તે મૂકાય. જે બંધાણો જ નથી.... જેલમાં ગયો જ નથી તે જીવ છે.
એક ભાઈ જેલમાંથી છૂટયા તો તેને અભિનંદન આપવા જાય છે. તો તેણે ચાપાણી પાયા. તે ભાઈને થયું કે-ચાલો આપણે શેઠ પાસે પણ જઈએ. જઈને કહેશેઠ! આપ જેલમાંથી છૂટયા તેથી અમે ખુશી ખુશીના ઢગલા થયા. શેઠ કહે ભાઈ ! હું જેલમાં ગયો જ નથી. જો હું બંધાણો હોઉં તો છૂટૂ ને? ભાઈ ! હું જેલમાં ગયો જ નથી તમે ઘર ભૂલી ગયા છો. ચા તો નહીં પરંતુ પાણી પણ ન પાયું. એ બધા એમ ને એમ જતા રહ્યા.
તેમ ભગવાન આત્મા પર્યાયમાં બંધાણી છે અને પર્યાયમાં મુક્ત થાય છે. પરંતુ ભગવાન આત્મા તો ત્રિકાળ મુક્ત છે. શ્રીમદ્રજી એકાવતારી થયા તેઓ કહે છે-જીવનો મોક્ષ થતો નથી મોક્ષ સમજાય છે. તેઓ એમ કહે છે કે-પર્યાયનો ભલે મોક્ષ થાય પરંતુ જીવનો મોક્ષ થતો નથી. આ વાકય ઉપર નજર પણ પડતી નથી.
શું કહ્યું? જીવનો મોક્ષ થતો નથી મોક્ષ સમજાય છે. આત્મા ત્રણેકાળ મુક્ત છે તેમ આમારા જ્ઞાનમાં ને શ્રદ્ધાનમાં આવી ગયું છે. જે ભગવાન આત્મા છે તે બંધાયો નથી. જે બંધાયો હોય તે મૂકાય પણ જે અબંધ છે તેને મુકાવાનો પ્રશ્ન જ રહેતો નથી. જે મુક્ત છે તેને કોઈ દિવસ મુક્ત થાઉં છે તેમ બને? જે બંધાય તે મુકાય તે તો બરોબર છે. જે બંધાય તે બીજો, જે મુકાય તે બીજો અને બંધ મોક્ષથી રહિત આત્મા ત્રિકાળ મુક્ત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk