________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૬૯ નિગોદના અને સિદ્ધના તેમ બે પ્રકારના તો જીવો કહ્યાં છે. અહીં કહે છે-જીવના બે પ્રકાર નથી. પર્યાયના બે પ્રકાર છે અને તું પર્યાયને જીવ માની રહ્યો છો તેથી જીવ બે પ્રકારે ભાસે છે. તારી દૃષ્ટિ પર્યાય ઊપર પડી છે તેથી જીવ તને બે પ્રકારે ભાસે છે. આ સંસારી અને આ સિદ્ધ. કોઈ સંસારી નથી અને કોઈ સિદ્ધ નથી. એ બધા શુદ્ધાત્મા છે. તે સંસારની પર્યાયમાં બિરાજમાન હો કે મોક્ષની પર્યાયમાં બિરાજમાન હો, ભગવાન આત્મામાં કાંઈ ફરક નથી. એ તફાવત તો પર્યાયમાં છે. એકને બંધ પર્યાય છે અને એકને મોક્ષ પર્યાય છે.. તે પર્યાયના નામ છે, જીવના નામ નથી.
જીવ તો અનાદિ અનંત શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા છે. તેમનામાં કાંઈ પણ ભેદ હું કઈ નયથી જાણું? ગુરુદેવ કહેતા કે વ્યવહારનયની આમાં ઠેકડી ઉડાડી છે, મશ્કરી કરી છે. વ્યવહારનય છે ખરી પણ વ્યવહારનો પ્રયોગ કરવાનું બંધ કરી દે ! હવે વ્યવહારનયથી જાણવાનું બંધ કરી દે! કેમકે વ્યવહારનયનો વિષય આત્મા નથી. તેનો વિષય નિમિત્ત -ભેદ છે. વ્યવહારનય પદ્રવ્યને પ્રસિદ્ધ કરે છે અને નિશ્ચયનય સ્વદ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. એ વ્યવહારનય આસ્રવ, બંધથી આગળ વધીને સંવર, નિર્જરા, મોક્ષને પ્રસિદ્ધ કરશે પરંતુ જીવને પ્રસિદ્ધ કરવાની તાકાત વ્યવહારમાં નથી.
વ્યવહારનયના બે પ્રકાર છે. (૧) પરાશ્રિત વ્યવહાર (૨) ભેદાશ્રિત વ્યવહાર. એ બે પ્રકારના વ્યવહારનો ભગવાન આત્મામાં અભાવ છે.. અને શ્રુતજ્ઞાનમાં પણ અભાવ છે. શ્રુતજ્ઞાનમાં એક શુદ્ધનય છે, બીજી કોઈ નય નથી તેથી કયા નયથી અમે ભેદ પાડીએ!? સંતો પરમાત્મા થવાની કળા ને વિધિ બતાવે છે.
તમે દ્રવ્ય અપેક્ષાથી શુદ્ધ કહો છો તે ઠીક છે, તે ભલે કહો, પરંતુ કથંચિત્ બે પ્રકારના જીવો તો છે ને ? આહાહા ! કથંચિત્ આત્માના સ્વભાવમાં નથી. પ્રભુ ! તું જો તો ખરો કે-સ્યાદ્વાદનો આત્મામાં અભાવ છે. એવા અભાવ સ્વભાવી આત્માને લક્ષમાં લેતાં આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે. એ આત્માનું જ્ઞાન જેમ છે તેમ જાણશે તેના ઉપર છોડી દે!
તેમનામાં કાંઈ પણ ભેદ, તફાવત, જુદાઈ હું કયા નયથી જાણું? મારી પાસે બીજી નય નથી કે આ મનુષ્ય છે ને આ તિર્યંચ છે તેમ જાણે ! આ ચોથા ગુણસ્થાનવાળો જીવ છે અને આ તેરમાં ગુણસ્થાનવાળો જીવ છે અને આ પહેલા ગુણસ્થાનવાળો જીવ છે તેમ જોઉં. જીવને ગુણસ્થાન ન હોય, ગુણસ્થાનવાળો જીવ ક્યાંથી હોય!
શું કહ્યું? જીવને ગુણસ્થાન હોય જ નહીં. એ ચૌદ ગુણસ્થાન છે તે પરિણામના ધર્મ છે, તે અપરિણામીનો ધર્મ નથી. જ્યારે હું તો અપરિણામી છે. “પરિણામ કો પરિણામ મેં રહેને દો, મેં તો અપરિણામી હું.” કલકત્તાનો એકાવતારી પુરુષ થઈ ગયો. તેને શરૂઆતમાં કોઈ ઓળખી શક્યું નહીં પછી ગુરુદેવ પાસેથી વાત આવી એટલે ઓળખાણ થઈ. તેઓ એકલી નિશ્ચયની વાત કરે એટલે કોઈને એકાંત લાગે, પણ તે સમ્યક એકાંત છે ભાઈ !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk