________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮
પરિશિષ્ટ - ૨ જીવ સમ્યગ્દષ્ટિ છે, જીવ સંસારી છે, જીવ મોક્ષગામી છે, આહાહા ! વ્યવહારનય ફરતી ફરતી વાતો કરે છે. નિશ્ચયનય અનાદિ અનંત એક પ્રકારની વાત કરે છે.
“તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું?” મારી પાસે એવું જ્ઞાન નથી કે-આ સમ્યગ્દષ્ટિ અને આ મિથ્યાદૃષ્ટિ તેમ જાણે. મારી પાસે શુદ્ધાત્માને જાણનારું એક જ પ્રકારનું જ્ઞાન છે. જે મને પ્રગટ થઈ ગયું છે. જે જ્ઞાન શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે છે તે જ્ઞાન છે. જે જ્ઞાન પરદ્રવ્યને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન નથી. પર્યાયો બધી જ પરદ્રવ્ય છે. પર દ્રવ્યને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન પોતે પરદ્રવ્ય છે. જે સ્વદ્રવ્યને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું છે અને તે સાચું છે.
મને પાસે દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ ગઈ છે, એ દ્રવ્યદૃષ્ટિથી જોઉં છું તો મારો આત્મા શુદ્ધ છે, એમ બધાના આત્માઓ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. તેથી મને કોઈના પ્રત્યે રાગદ્વષ થતો જ નથી. દિવ્યચક્ષુ જેને ઉઘડી ગયા છે તેને આ મારો ભક્ત અને આ મારો ભક્ત નથી તેમ દેખાતું નથી. આ જૈનમતિ અને આ અન્યમતિ તેમ દેખાતું નથી. આ
સ્ત્રી ને આ પુરુષ એમ દેખાતું નથી. બધા ભગવાન આત્મા! ચિદાનંદ આત્મા અંદર બિરાજમાન છે.
આહા ! “તેમનામાં ભેદ કઈ નથી જાણું?” તેમનામાં કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત નથી.” આ કળશમાં વ્યવહારનયની મશ્કરી એટલે ઠેકડી ઉડાડી છે. વ્યવહારનય આત્માનું અન્યથા કથન કરે છે. જેવું સ્વરૂપ છે એવું એ કથન કરતી નથી. એટલે એ નય જ નથી-એ જ્ઞાન જ મારું નથી. આત્માને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું. અનાત્માને આત્માપણે પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું જ્ઞાન નહીં. હવે અમે વ્યવહારના પક્ષમાંથી છૂટી ગયા છીએ. અમને અનાદિનો પક્ષ હતો પરંતુ એ પક્ષમાંથી અમારી બુદ્ધિ છૂટી ગઈ છે. અમને શુદ્ધ દ્રવ્યનયથી બધા આત્માઓ સમાન જ દેખાય છે. આત્માર્થી જીવો માટે આવા થોડા શાસ્ત્રો રહી ગયા છે.
આહા... હા! તેમનામાં કાંઈ પણ ભેદ, કિંચિત્ માત્ર તફાવત કેવી રીતે જાણું? મિથ્યાષ્ટિ ને સમ્યગ્દષ્ટિ તેમનામાં કાંઈ પણ તફાવત અમને દેખાતો નથી. કેમકે હું પર્યાયને જોતો નથી. મેં પર્યાયાર્થિકચક્ષુ સર્વથા બંધ કરી દીધી છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો બંધ કરી છે પરંતુ સવિકલ્પદશામાં પણ મેં બંધ કરી છે. સવિકલ્પદશામાં મને પર્યાય ચક્ષુ બંધ થઈ ગઈ છે. પર્યાયચક્ષુ બંધ થાય ત્યારે જ દ્રવ્યચક્ષુ ઉઘડે છે. દ્રવ્યને જાણનારું જ્ઞાન સમયે સમયે પ્રગટ થાય છે. તેની મુખ્યતાથી જોઉં છું તો બીજી નય મને દેખાતી નથી. કારણ કે બે પ્રકારના જીવો છે નહીં. આહા! બે પ્રકારના જીવો છે નહીં, પછી તે નિગોદમાં હો કે સિદ્ધમાં હો !
“જો નિગોદમેં, સોહી મુઝમેં, સોહી મોક્ષ મઝાર, નિશ્ચયભેદ કહું નાહીં, ભેદ ગિને સંસાર.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk