________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
શુદ્ધ અંત:તત્ત્વ
આ નિયમસાર શાસ્ત્ર ઊંચુ છે-કેમકે તે નિજ ભાવનાને અર્થે લખાયું છે. આ નિયમસાર હું રચું છું. હવે અમારો ઠરવાનો ઉત્તરકાળ આવ્યો છે. અપ્રતિબુદ્ધને સમજાવવાનું અમારું જે લક્ષ હતું તે છૂટી ગયું છે. બીજાને સમજાવવાનો અમારો ભાવ ઓસરી ગયો છે. બીજાને સમજાવવાનો ભાવ હતો ત્યારે સમયસાર લખ્યું હતું. હવે નિયમસાર શાસ્ત્ર ઉત્તર અવસ્થામાં લખાયું છે. નિજ શુદ્ધાત્માની ભાવનાને માટે લખ્યું છે. અત્યારે પરને સમજાવવાનું અમારું લક્ષ નથી. આ શાસ્ત્ર લખતાં-લખતાં આ લખાણ ઉપરથી કોઈ પાત્ર હોય અને સમજે તો ભલે સમજે પરંતુ અમે પરને સમજાવવાની મુખ્યતાથી લખતા નથી. આ તો સ્વરૂપમાં ઠરવાની મુખ્યતાથી લખીએ છીએ. તેમાંય આ અધિકાર ઊંચો છે.
અરે...! એક વખત જો નિષેધ કરે કે-મારામાં રાગ થતો જ નથી. જો રાગ થતો નથી તો તેને ટાળે કોણ? રાગ મારામાં થતો હોય તો હું ટાળુ ને? ભાઈ ! રાગ મૂળમાં નથી. આહા ! જ્યારે આવા દ્રવ્ય સ્વભાવની વાત કરીએ ત્યાં પર્યાયમાં તો રાગ થાય છે કે નહીં ? તું કયાં ગયો? ખલાસ થઈ ગયું તે આ દુનિયામાંથી ગયો. તેણે મોટું પાપ કર્યું. પાછો તે તર્ક કરે કે- પર્યાયમાં રાગ થાય છે તેનું જ્ઞાન ન કરવું? ના, એનું જ્ઞાન ન કરવું. જ્ઞાયકનું જ્ઞાન કરને ભાઈ ! તું કષાયનું જ્ઞાન શું કામ કરે છે ભાઈ ! શું કષાયનું જ્ઞાન કરવા માટે તારો જન્મ છે? અકષાય એવા જ્ઞાયક સ્વભાવનું દર્શન કરવા માટે તારો જન્મ થયો છે. કષાયના દર્શન કરવા જેવા નથી. ભગવાનના દર્શન કરવા જેવા છે. આ બે તર્ક ઊઠાવ્યા, કારણ કે ભણેલા ભૂલે છે.
ભણેલા તર્ક કરે.. , બારમી ગાથામાં લખ્યું છે ને તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. અરે ! મૂરખ છો એતો બારમી ગાથામાં અપેક્ષાએ કથન છે. જેને જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવી ગયો છે તેના જ્ઞાનમાં પરિણામો કયા પ્રકારના ભજે છે તેના લક્ષ વિના તેનું જ્ઞાન થઈ જાય છે. તે પર્યાયનું લક્ષ કરતો નથી. જ્ઞાનીને પરિણામનું લક્ષ છૂટી ગયું છે અને દ્રવ્યનું લક્ષ થઈ ગયું છે તેથી તેને પર્યાયનું જ્ઞાન સહજ થાય છે. એ પર્યાયનું જ્ઞાન કરતો નથી પરંતુ પર્યાયનું જ્ઞાન સહજ થઈ જાય છે. દ્રવ્યનું જ્ઞાન કરે છે અને પર્યાયનું જ્ઞાન થઈ જાય છે.
(શુદ્ધ જીવાસ્તિકાયને ) પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી માન-અપમાનના હેતુભૂત કર્મોદયનાં સ્થાનો નથી. ખરેખર વિભાવ
સ્વભાવના સ્થાનો મારામાં નથી. હું તો શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મામાં રાગ થતો જ નથી. રાગ થાય તો ટાળુ ને? રાગને કરું તો ટાળુ ને? હોય તો ટાળુ ને? હું તો પ્રથમથી જ શુદ્ધ છું. હું અનાદિ-અનંત શુદ્ધ જીવાસ્તિકાય દ્રવ્ય છું. અહીં શુદ્ધ જીવાસ્તિકાયને પ્રશસ્ત કે અપ્રશસ્ત, શુભ કે અશુભ સ્થાનો નથી. “સમસ્ત” શબ્દ વાપર્યો છે. સમસ્ત મો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk