________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૯૭ શુદ્ધ અંત:તત્ત્વસ્વરૂપ” સ્વદ્રવ્ય ઉપાદેય છે. પેલું પરદ્રવ્ય હેય છે તો સ્વદ્રવ્ય ઉપાદેય છે. જેમ પરદ્રવ્યને હેય શા માટે કહ્યું? કે તે પરભાવ છે માટે પરદ્રવ્યને હેય કહ્યું. હવે અહીંયા સ્વદ્રવ્ય ઉપાદેય છે તો તેનું કારણ આપે છે. સ્વદ્રવ્ય શા માટે ઉપાદેય છે?
“ખરેખર સહજજ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વીતરાગ સુખાત્મક”, આ બધા ગુણો છે.. આત્માના. શુદ્ધ અંત:તત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિકભાવ લક્ષણ કારણ સમયસાર છે. સહજ પરમ પારિણામિકભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે. ઉપર કહ્યું હતું કે-શુદ્ધ અંત:તત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર આ જે બધા ગુણો છે તેને સ્વદ્રવ્યનો આધાર છે. તે સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પરિણામિકભાવ લક્ષણ એવો કારણ સમયસાર છે તે ઉપાદેય છે. સ્વદ્રવ્યમાં બધા ગુણો લેવા પરંતુ ત્રિકાળી દ્રવ્ય ન લેવું. કેમકે ત્રિકાળી દ્રવ્યો કારણ સમયસાર છે. આ સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે. આ સ્વગુણોનો આધાર કારણ સમયસાર છે. અને એ કારણ સમયસારનું લક્ષણ પરમ પારિણામિકભાવ છે. આનો ઉકલ જ્યારે આવ્યો ત્યારની વાત કરું છું.
એ વખતે સોનગઢમાં શિક્ષણ શિબિર ચાલતી હતી. સ્વાધ્યાય હોલ ચિક્કાર ભરાયેલો હતો. તેમને આ વાત ખૂબ ઘૂંટાતી હતી. તેમને અંદરમાં એવો વિચાર આવ્યો કે હે પરમાત્મા ! આજે મારી લાજ રાખજે. જેવો અર્થ હોય તેવો અર્થ કરી દેજે ! ગાદી ઉપર બેઠા અને સ્વદ્રવ્યની વ્યાખ્યા કરી. અહીં સ્વદ્રવ્ય એટલે ગુણો તે તેમને અર્થ આવી ગયો. સ્વદ્રવ્ય એટલે ગુણોનો આધાર છે તે કારણે પરમાત્મા છે. ગુણો ગુણીને આધારે છે અને ગુણીનું લક્ષણ પરમ પારિણામિકભાવ છે. બધા રાહ જોઈને બેઠા હતા કે ગુરુદેવ આનો અર્થ શું કરશે? આમાં બધા મુંઝાતા હતા. ગુરુદેવે જ્યાં આનો અર્થ કર્યો-આ સ્વદ્રવ્યનો આધાર એટલે ગુણોનો આધાર કારણ સમયસાર જેનું લક્ષણ છે એવો પરમ પારિણામિકભાવ છે. ત્યાં તો તાળીઓનો ગડગડાટ થયો. આ પ્રસંગ બન્યો ત્યારે હું પણ સભામાં હતો.
પછી તેઓએ વાત કરી કે-આજ તો પરમાત્માને વિનંતી કરીને આવ્યો તો કેભગવાન ! જેવો અર્થ હોય એવો અર્થ તું મને કહેજે. આજે ઘણાં માણસો આવ્યા છે મારી લાજ રાખજે. આ જેણે પ્રત્યક્ષ જોયું હોય તેને તાદૃશ્ય દેખાય.
ઉપર ગુણની વ્યાખ્યા કરી અને પછી શુદ્ધ અંત:તત્ત્વ કહ્યું. આ સ્વદ્રવ્યનો એટલે બધા ગુણોનો આધાર છે. ગુણોને સ્વદ્રવ્ય કહ્યું, કેમકે પર્યાયને પરદ્રવ્ય કહ્યું હતું. પર્યાયને પરભાવ પરદ્રવ્ય કહ્યું તો ગુણોને સ્વદ્રવ્ય જ કહેવાય. એ ગુણોને ગુણીનો આધાર છે. અને એ ગુણીનું લક્ષણ પરમ પારિણામિકભાવ છે.
આ સ્વદ્રવ્ય ઉપાદેય છે. જેમ અનંતગુણો છે તે ગુણીને આધારે છે અને એ ગુણીનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk