________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ મારો સ્વભાવ અપરિણામી, નિષ્ક્રિય, નિરાલંબી છે. અકર્તા સ્વભાવથી ભરેલો છે તેવો મારો આત્મા છે. હું કોનું અવલંબન લેવા જાઉં? પૂર્ણ તત્ત્વ કોઈનું અવલંબન ન લે, જે અપૂર્ણ છે તે અવલંબન લ્ય છે. પૂર્ણ પરમાત્મા કોઈનું અવલંબન ન લ્ય! હું કોઈનો ઓશિયાળો નથી. આહાહા ! મારે કોઈની જરૂરત નથી. અરે ! દેવ-શાસ્ત્ર-ગુરુથી પણ હું નિરપેક્ષ છું. એનું અવલંબન મને ભૂતકાળમાં પણ આવ્યું ન હતું. જ્યારે તીર્થકરની સભામાં મારો આત્મા બેઠો હતો ત્યારે તે પરિણતીએ તીર્થંકરનું અવલંબન દુ:ખી થવામાટે લીધું હતું પરંતુ હું તો તે સમયે પણ તીર્થંકર પરમાત્મા જે પરદ્રવ્ય છે તેના આલંબન રહિત જ મારો સ્વભાવ છે તેથી હું નિરાલંબી છું.
પરદ્રવ્યમાં બધું આવી ગયું કે નહીં? આહા... હા! નિશ્ચયથી પરમાત્માને એટલે નિજ પરમાત્માને પરદ્રવ્યનું અને પરભાવોનું અવલંબન, આશ્રય, સન્મુખતા નહીં હોવાથી અનાદિ અનંત આત્મા-પરમાત્મા નિરાલંબ છે.
આ શુદ્ધઆત્માની ભાવનાનો અધિકાર છે. ભાવનામાં કંટાળો ન હોય ! નિમિત્તની ભાવનામાં કંટાળો આવે પરંતુ શુદ્ધઆત્માની ભાવનામાં કંટાળો હોતો નથી. કેમકે ભાવના તે નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા છે. વિકલ્પાત્મક ભાવના નહીં. ભાવના એટલે સ્વરૂપની એકાગ્રતા નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા જેમાં રાગની ઉત્પત્તિ થતી નથી અને ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે અને નિરંતર સતપણે શુદ્ધઆત્માની ભાવના જ્ઞાનીઓ ભાવે છે. તે ભાવના કોઈ વખતે ઉપયોગાત્મક અને બાકીના ટાઈમે પરિણતીરૂપ ભાવે છે. હું એક અખંડ જ્ઞાન છું, નિરાલંબી તત્ત્વ છું-તેમ પરિણતી મારી ભાવના ભાવે છે. હું કોઈની ભાવના ભાવું એવો મારો સ્વભાવ નથી. પરિણતીમાં દુ:ખ છે તેનો અભાવ થઈને સુખ પ્રગટ થયું છે. પર્યાયનો સ્વભાવ પણ અપૂર્ણ સુખી રહે તેવો નથી.
આ પુણ્ય-પાપના ભાવો તે સ્વભાવ નથી પરંતુ મળ અને મેલ છે. તે પુણ્યપાપના ભાવો સુખને આપતા નથી. સાધકને અધુરા સુખમાં તેને સંતોષ નથી. તેથી પૂર્ણ સુખની પ્રગટતા માટે પરિણતી ફરી... ફરી મારું અવલંબન લ્ય છે. અને જો ધારાવાહિક ઉપયોગાત્મક અંતર્મુહૂર્ત અવલંબન લે તો પર્યાય પરિપૂર્ણ શુદ્ધ પ્રગટ થઈ જાય છે. એવો પર્યાયનો સ્વભાવ છે. પર્યાયનો સ્વભાવ રાગ તો નથી, પરંતુ અપૂર્ણ વીતરાગતા તે પણ પર્યાયનો સ્વભાવ નથી. જેમ દ્રવ્યનો સ્વભાવ પરિપૂર્ણ છે તેમ પર્યાયનો સ્વભાવ પણ પરિપૂર્ણ છે. દ્રવ્ય પરિપૂર્ણ રહે અને પર્યાયમાં અપૂર્ણતા રહી જાય તેવું સામાન્ય વિશેષાત્મક જે જ્ઞાનનું જ્ઞય છે તેવું જ્ઞાનનું જ્ઞય પણ નથી. દ્રવ્ય પૂર્ણ અને પર્યાય પણ પૂર્ણ તે જ્ઞાનનું જ્ઞય છે. જે ય છે તે ધ્યાનનું ધ્યેય નથી. ધ્યાનનું ધ્યેય તો નિરાલંબી તત્ત્વ એક જ છે. ભેદ અપેક્ષાએ પર્યાય શેય છે અને અભેદનયે એટલે પર્યાય પરિણત દ્રવ્યથી જોઈએ તો અભેદનયે તે આત્મા સ્વયછે. તે સ્વય છે પણ સ્વધ્યેય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk