________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૧૨૫ ભાવલિંગી સંત થાય ત્યારે આહારક શરીરની લબ્ધિ પ્રગટ થાય છે. તેને આહારક શરીર કહેવામાં આવે છે.
હવે વૈકિયિક શરીર તે નારકી અને દેવને હોય છે. મનુષ્યને અને તિર્યંચને ઔદારિક શરીર હોય છે. આહારક શરીર મુનિ ભાવલિંગી સંતને હોય છે. તૈજસ અને કાર્પણ બધાને હોય છે. એ નામના પાંચ શરીરના સમૂહુનો અભાવ હોવાથી એ શરીરનો મને અભાવ છે. એ શરીરનો મારે અભાવ કરવો છે તેમ નથી. એલા ! તેનો મૂળમાં અભાવ જ છે. તારામાં શરીર કયાં ઘૂસી ગયું છે? શરીર-શરીરમાં, અને જડ-જડમાં, અને ચેતન-ચેતનમાં. શ્રીમજીમાં આવે છે...
જડ ભાવે જડપરિણમે ચેતન ચેતન ભાવ,
કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.” આવા પ્રકારના શરીરના સમૂહનો અભાવ હોવાથી આત્મા નિ:શરીર છે. તે શરીર વગરનો છે. મારે અશરીરી થવું નથી, હું તો અશરીરી છું–તો પછી વ્યવહારે અશરીરી થાય છે. થાય છે એ પણ વ્યવહારનયે. હું તો વર્તમાનમાં પહેલેથી અનાદિ અનંત અશરીરી છું.
“નિશ્ચયથી પરમાત્માને પરદ્રવ્યનું અવલંબન નહીં હોવાથી આત્મા નિરાલંબ છે.” આ બોલ જરા સૂક્ષ્મ છે. શું કહે છે? કે આત્મા જે નિજ સ્વભાવ છે તે પરદ્રવ્યનું અવલંબન લ્ય છે અને પછી પરદ્રવ્યનું અવલંબન છોડે છે એવો આત્માનો સ્વભાવ નથી. અમે તો તેને આત્મા કહીએ છીએ જે પરદ્રવ્યનું અવલંબન લેતો જ નથી. અને નિજભાવને છોડતો નથી.
આહાહા! પરદ્રવ્યનું અવલંબન લ્ય છે તે આસ્રવતત્ત્વ છે તે જીવતત્ત્વ નથી. જે પદ્રવ્યનું અવલંબન છોડે છે તેને સંવર, નિર્જરા અને મોક્ષતત્ત્વ કહીએ છીએ. અમે તેને જીવતત્ત્વ કહેતા નથી. એમાં જીવતત્ત્વ તેવું નામ લખ્યું નથી. કેમકે તેમાં જીવતત્ત્વનો ભાવ નથી, માટે તે જીવતત્ત્વ કહેવાતું નથી.
આ બોલ સૂક્ષ્મ છે તે ફરીથી લઈએ. હું ત્રણેકાળ નિરાલંબી છે. એક સમયમાત્ર મેં પારદ્રવ્યનું અવલંબન લીધું નથી. નિગોદની અવસ્થામાં હું હતો ત્યારે પણ મેં કર્મનું અવલંબન લીધું નહોતું. વર્તમાનકાળમાં પણ હું પરદ્રવ્યનું અવલંબન લેતો નથી. અને ભાવિ કોઈ કાળે એટલે જ્યાં સુધી મોક્ષ નહીં થાય અને પરદ્રવ્યનો સંયોગ રહેશે તે કદાચ એકાદ, બે, પાંચ ભવ, તો પણ હું પરદ્રવ્યનું અવલંબન લઉં તેવો મારો સ્વભાવ નથી. એવો નિરાલંબી વર્તમાનમાં છું, ત્રણેકાળ નિરાલંબી છે.
અરે ! પરદ્રવ્યનું અવલંબન જે લ્ય છે તે જીવ લેતો નથી. પરદ્રવ્યનું અવલંબન જીવતત્ત્વ ન લ્ય.. પણ તે આસ્રવતત્ત્વ લ્ય છે. પરિણામ પરદ્રવ્યને અવલંબે છે પરંતુ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk