________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૨૪
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ ધ્યાન કરીને જેમને કેવળજ્ઞાન પ્રગટયું છે. તીર્થંકર ભગવાને જેનું ધ્યાન કર્યું એવા ઉત્પાદ-વ્યયથી રહિત ધ્રુવ પરમાત્માનું ધ્યાન કરું છું. ઉત્પાદ-વ્યયથી રહિત તેવા નિજ ધ્રુવ તત્ત્વનું ધ્યાન સહજ થાય છે અને તે ધ્યાન હું કરું છું તેમ કહેવામાં આવે છે. બીજો કોઈ ઉપાય નથી. તીર્થંકર પરમાત્મા જેનું ધ્યાન કરે છે તેનાથી જુદો પડીને જે જીવ ભેદનું ધ્યાન કરે.. તેને ધરમ થાય ? આહા ! તે તીર્થંકર ભગવાનના અભિપ્રાયથી તે જુદો પડી ગયો. ભગવાનના અભિપ્રાયથી જુદો પડીશ નહીં. ધ્યાન ભલે મોડું આવે, પરંતુ હે! તીર્થંકર પરમાત્મા ! આપે જેનું ધ્યાન કર્યું તેનું જ હું ધ્યાન કરીશ કેમકે હું આપનો અનુયાયી છું.
હું આપનો જ બાળક અને પુત્ર છું. આપ મારા ધર્મપિતા છો. આપે જેનું ધ્યાન કરીને આપને કેવળજ્ઞાન પ્રગટ થયું ત્યારે આપની દિવ્યધ્વનિમાં એમ આવ્યું કે-આ કેવળજ્ઞાન પ્રગટ થયું છે. એ ઉત્પાદ-વ્યયથી રહિત ધ્રુવ ૫૨માત્માનું ધ્યાન મે સાધક અવસ્થામાં કર્યું હતું તેથી તેના ફળમાં કેવળજ્ઞાન પ્રગટ થયું છે. એટલે વાણીમાં પણ જે મેં પ્રગટ કર્યું તે જ કરવા જેવું છે.. એટલું જ મારી વાણીમાં આવે છે, તેનાથી અન્યથા આવતું નથી. આ વાત પરમાત્મ પ્રકાશમાં ૪૩ નંબરની ગાથામાં છે. અને બીજા ભાગની ૪૩ ગાથા પણ યોગાનુયોગ એવી જ આવી ગઈ છે. પરમાત્મ પ્રકાશ હમણાં ગુજરાતીમાં બહાર પડયું છે. પહેલા હિન્દીમાં હતું. પં. દૌલતરામજીએ તેનો અનુવાદ હિન્દીમાં કરેલો છે.
આહા ! ભગવાન આત્મા ઉત્પાદ-વ્યયથી રહિત છે. કેમકે થોડા ગુણોની પર્યાય અશુદ્ધ હોય છે અને પછી થોડા ગુણોની પર્યાય શુદ્ધ થાય છે. બાકી બધા ગુણોની પર્યાય છે અનાદિ અનંત શુદ્ધ જ છે. એટલે ઉત્પાદ-વ્યયથી રહિતની જ્યાં વાત કરી ત્યાં કોઈ પરિણામ બાકી રહેતા નથી. સહિત હોવા છતાં રહિત છે. રહિત હોવા છતાં સહિત છે.
આ બન્ને થનમાં આસમાન જમીનનો ફેર છે. શું કહ્યું ? ફરીને.. ઉત્પાદ-વ્યયથી સહિત હોવા છતાં, ત્યાં અલ્પ વિરામ છે. તોપણ નિશ્ચયનયથી જોવામાં આવે તો ઉત્પાદવ્યયથી રહિત તેવા ધ્રુવ ભગવાન આત્માનું ધ્યાન કરવા યોગ્ય છે.
તેને બદલે કોઈ એમ કહે કે-ઉત્પાદ-વ્યયથી રહિત હોવા છતાં જે ઉત્પાદ-વ્યયથી સહિત છે.. અને તેનું ધ્યાન કરવા યોગ્ય છે.. તો તે મૂંઢ મિથ્યાર્દષ્ટિ છે. એ પ્રમાણનો ઉપાસક થઈ ગયો. પ્રમાણજ્ઞાનનો ઉપાસક આત્મા મિથ્યાર્દષ્ટિ છે.
ખરેખર સ્થિતિ શું છે ? વ્યવહારનયથી જોવામાં આવે તો આત્મા પર્યાયથી સહિત જણાય છે. પરંતુ નિશ્ચયનયથી જોવામાં આવે તો મારો આત્મા પરિણામમાત્રથી રહિત છે. એવાં ધ્રુવધામનું ધ્યાન કરવા યોગ્ય છે–ખરેખર સ્થિતિ આમ છે. પરંતુ કોઈ પ્રમાણનો પક્ષપાતી જીવ, તે પ્રમાણનો જ્ઞાતા નથી, પ્રમાણનો જ્ઞાતા તો જ્ઞાની હોય છે. અને
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk