________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૨૪૫
તેનો પ્રશ્ન જ નથી. આ ઘરે બહુ ચાલ્યું બે દિવસ પછી બધાએ માંગણી કરી કે જાહેરમાં
મંદિરમાં વાત કરવી.
પેલા ભાઈ કહે–આત્મા તો કુબુદ્ધિ અને સુબુદ્ધિ છે. અરે ! આત્મા ક્યાં કુબુદ્ધિ અને સુબુદ્ધિ છે. તમારી નજર ક્યાં ગઈ ભાઈ ! આહા. હા. ! એ સુબુદ્ધિ અને કુબુદ્ધિ તે બન્ને અનાત્મા છે. બન્ને અજીવ છે, જીવ નથી. એને શ્રદ્ધામાં જીવપણે લઈશમાં તેને જીવપણે ખતવીશમાં નહીંતર ખતવણીમાં ભૂલ થઈ જશે. ભાઈ ! શુદ્ધાત્મા એક જ છે તેથી તેને જાણનારું જ્ઞાન પણ એક જ છે. બીજી નય છે કે નથી તે અમે જાણતાં નથી. કેમકે તેમાં બીજો પ્રકાર અમને દેખાતો નથી. બીજો પ્રકાર હોય તો બીજા પ્રકારને જાણનારું જ્ઞાન પ્રગટ થાય. પણ આત્મામાં બીજો ભેદ કે બીજું પડખું નથી. પર્યાય તેમાં પ્રગટ થતી જ નથી માટે પર્યાયને જાણનારું જ્ઞાન વ્યવહારનયે પણ અમને પ્રગટ થતું નથી. કેમકે, અમે તો એકને જાણીએ છીએ અને એકને જ દેખીએ છીએ હું તો એકરૂપ છું એકરૂપ છું તેથી તેને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન પણ એકરૂપે શુદ્ધનયપણે પ્રગટ થાય છે. તેથી તેમનામાં કાંઈ પણ ભેદ તફાવત હું કઈ નયથી જાણું ?
આહાહા ! તેમનામાં, ખરેખર ! કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત કઈ નયથી જાણું ? કુબુદ્ધિ અને સુબુદ્ધિ અર્થાત્ પર્યાયના સંયોગમાં રહેલો આત્મા, નિગોદની પર્યાયના સંયોગમાં રહેલો ભગવાન આત્મા, સિદ્ધની પર્યાયના સંયોગમાં રહેલો ભગવાન આત્મા તેનો તફાવત એટલે કે આ સંસારી ને આ સિદ્ધ આહાહા ! હું કઈ નયથી કહું? કેમ કે ભગવાન આત્મામાં આવા બે પ્રકાર નથી હો! પહેલા બે પ્રકારે થયો અને પછી એક પ્રકારે જાણવામાં આવ્યો તેમ નથી. પ્રથમથી જ એક પ્રકારે છે.
આહાહા ! આ બધા શાસ્ત્રોમાં શબ્દો પડયાં છે હો ! પ્રથમથી જ એટલે પહેલેથી જ, અનાદિથી જ શુદ્ધતા છે. શુદ્ધતા પ્રગટ થાય છે તેમ નહીં, શુદ્ધતા છે. તો તેમનામાં કોઈ પણ ભેદ તફાવત–જુદાપણું હું કયા નયથી જાણું ? કેમ કે વસ્તુ એક જ છે તેથી મારા જ્ઞાનમાં વસ્તુ એક જ પ્રકારે દેખાય છે. જો વસ્તુમાં બે પ્રકાર હોત તો બીજા પ્રકારનું જ્ઞાન મને જન્મ પામત! પરંતુ મને બીજા પ્રકારનું જ્ઞાન જન્મ પામતું જ નથી. કેમકે હું શુદ્ધાત્મામાં બીજો પ્રકાર કે આ સુબુદ્ધિ અને આ કુબુદ્ધિએ પર્યાયોને દેખતો જ નથી. માટે શુદ્ઘનય એક જ છે કેમ કે શુદ્ધાત્મા એક જ છે. તે આત્મા આત્માને ઉપાદેય છે. આવા સિદ્ધાંતનું સેવન કરો કે હું તો સદાય શુદ્ધ એક ચૈતન્યમય આત્મજ્યોતિ છું. એવા મોક્ષાર્થી આત્માઓ આવા આત્માની ભાવના ભાવો બીજા નયે તમે જોવા જશો તો આત્મા દૃષ્ટિમાંથી છૂટી જશે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk