________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ અવલંબન લઈને સાંભળે તેવો જીવનો સ્વભાવ નથી. આહા... હા ! ઊંચા પ્રકારની વાત છે. આ ભાઈને બહુ પ્રમોદ આવે છે.
આહા ! પચીસ-પચીસ વરસના યુવાનો આજથી આ માર્ગે ચડયા છે. આહા... હા ! એ પચીસ વરસ પછી એટલે પચાસ વરસ પછી તેની સ્થિતિ કેટલી ઉત્કૃષ્ટ થઈ જશે ! આહા... હા ! ઉત્કૃષ્ટ સ્થિતિ બની જશે. આટલી નાની ઉંમરથી બાળકો, યુવાનો, બહેનો, ભાઈઓ, પંદર-પંદર વર્ષની બાલિકાઓ, અઢાર વર્ષની કુંવારિકાઓ પચ્ચીસ વર્ષની બહેનો, કુંવારા યુવાનો જેના હજુ લગ્ન પણ નથી થયા તેવા યુવાનો ને તત્ત્વનો રસ લાગ્યો છે.
એક પ્રસંગની વાત છે. વખાણની વાત નથી. દૃષ્ટાંત ભલે કોઈનું હોય પરંતુ તે આપણે જીવનમાં ઉતારવા જેવું છે. ઘણાં વખત પહેલાની વાત છે, ત્યારે સત્કાર સમારંભમાં હું ગયો હતો. હું અહીં અવાર-નવાર આવતો હતો. ત્યારની વાત છે. પછી વરસમાં એકાદ વખત આવતો. ત્યારે મને પંકજ કહે ભાઈ ! હું આપના વાંચનમાં આવી શકતો નથી. અરે..! અહીંયા ઉભીને તને આ વિચાર આવ્યો? તેને ખેદ થયો કે-હું હમણાં તમારા વાંચનમાં આવી શકતો નથી. આતો દાખલો છે. કોઈના વખાણ કરવા માટે નથી. અને જેનાં વખાણ થાય તેણે વખાણ ગ્રહણ કરવા યોગ્ય નથી. પરંતુ મને તો એ વિચાર આવ્યો કે-નાની વયના બાળકોને અધ્યાત્મનો રંગ ચડી ગયો છે. ભવિષ્યમાં તે વટવૃક્ષ થશે હોં! કેમકે તેને ટાઈમ ઘણો છે. દશવરસ, વીસ વરસ, પચાસ, સાંઈઠ, સીત્તેર થશે ત્યાં તો કયાંયનો કયાંય તે આત્મા પહોંચી જશે. તે આત્માની ઉન્નતિ કરશે. કરશે ને કરશે. તેવા જીવોને આત્માની ઉન્નતિ ન થાય તેમ બનવાનું નથી.
હું નિરાલંબ છું તેમ સાંભળેલું છે. તેણે શ્રીગુરુ પાસેથી સાંભળ્યું છે તે આહાહા...! ગડથુથીમાં આવ્યું છે. ગુરુ પાસેથી એમ સાંભળ્યું કે નિરાલંબન છું. હું પરદ્રવ્યનું અવલંબન લઉં અને પરદ્રવ્યનું અવલંબન છોડું તે મારી વાત નથી. તે બીજાની વાત છે બીજો બીજાનું અવલંબન લે છે-હું અવલંબન લેતો નથી. તા. ૨૦/૫/ ૭૯ પ્રવચન નં- ૮ સ્થળ:- મુંબઈ-ઝવેરી બજાર મંદિર
આ શ્રી નિયમસારજી શાસ્ત્ર છે. તેનો આ શુદ્ધભાવ અધિકાર ચાલે છે. શુદ્ધભાવ એટલે શુદ્ધાત્માનો અધિકાર. શુદ્ધાત્માનું નિશ્ચયથી ખરેખર શું સ્વરૂપ છે, અને તેનો શું સ્વભાવ છે તે એક સમયમાત્ર પણ ખરેખર ચિત્તની પ્રસન્નતા પૂર્વક કયારેય સાંભળ્યું નથી. આવા શુદ્ધાત્માનો તેને કદી પક્ષ પણ આવ્યો નથી. અનંતકાળ થયા શુદ્ધાત્માનો તેને એક સમયમાત્ર પણ અનુભવ થયો નથી. એવા શુદ્ધાત્માનો અનુભવ જીવને કેવી રીતે થાય તે અંદરમાં ગર્ભિતપણે હેતુ રહેલો છે. પ્રગટપણે તો પોતે પોતાની ભાવના ભાવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk