________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૭
શુદ્ધ અંત:તત્ત્વ સઘળોય અભૂતાર્થ છે તે મહાવચન છે, મહાવાકય છે. વ્યવહારનય સઘળોય અભૂતાર્થ છે એવું વાકય સાંભળનારને વ્યવહારનો પક્ષ છૂટી જાય છે. નિશ્ચયનો પક્ષ આવી જાય છે. નિશ્ચયનો પક્ષ આવી જાય છે અને પછી પક્ષીતિક્રાંત થઈને આત્માનો અનુભવ થાય છે.
પોતાની વાત કરે છે-આ આત્માએ ભૂતકાળમાં વ્યવહારનો પક્ષ રાખીને સાંભળી હતી. મારા આત્માએ આવી ભૂલ કરી હતી. ઓહો હો...! ગોળી ચડાવીને, વ્યવહારનો પક્ષ રાખીને હું તીર્થંકરની સભામાં ગયો. બરાબર સાંભળું છું હોં ! હું તમારી વાત કરતો નથી.. હું મારી વાત કરું છું. એટલે આટલા ભવો થયા.
હવે વ્યવહારનો પક્ષ છોડીને, નિશ્ચયનો પક્ષ રાખીને સાંભળે તો ખરો ! અનુભવથી સાંભળવાની વાત પછી, જીવને અનુભવ તો પછી થાય છે. તે વ્યવહારનો પક્ષ છોડીને, નિશ્ચયનો પક્ષ રાખીને સાંભળે છે કે-શ્રીગુરુ મારા શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવે છે કે હું નિરાલંબી અને તું પણ નિરાલંબી છો. એકેન્દ્રિયાદિમાં જે આત્મા છે તે બધા જ નિરાલંબી છે. એક સમયમાત્ર પરદ્રવ્યનું અવલંબન ત્યે તેવું જીવનું સ્વરૂપ નથી-તેવો સ્વભાવ નથી. પરદ્રવ્યનું અવલંબન લ્ય છે કો'ક અને આરોપ આપ્યો છે આત્મા ઉપર. પરદ્રવ્યનું અવલંબન લ્ય છે આસ્રવના પરિણામ પરંતુ જીવતત્ત્વ અવલંબન લેતો નથી. આસ્રવતત્ત્વ પદ્રવ્યનું અવલંબન લ્ય છે. જીવતત્વ પરદ્રવ્યનું અવલંબન લઈ શકે નહીં-અશકય છે. કેમકે અપરિણામી નિષ્ક્રિય પરમાત્મા છે તે પરદ્રવ્યનું અવલંબન લે નહીં. અરે! એ આત્મા સ્વદ્રવ્યનું અવલંબન લેતો નથી. સ્વદ્રવ્યનું અવલંબન સંવર નિર્જરાના પરિણામ હ્યું છે. તો ઉપચારથી કહ્યું કે-આત્માએ આત્માનું અવલંબન લીધું છે. પરંતુ આત્મા તો ખરેખર નિરાલંબી રહ્યો છે.
આ ઊંચા પ્રકારની વાત ચાલે છે. આ વાત ઊંચે ઊંચે ચડવાની છે હોં ! દ્રવ્યદૃષ્ટિ કરાવવાનો હેતુ છે. પર્યાયનું તો જ્ઞાન થઈ જાય છે. દ્રવ્યદૃષ્ટિ વિના પરિણામનું જ્ઞાન સમ્યક થઈ શકતું નથી. પરંતુ પરિણામમાં આત્મબુદ્ધિ થાય છે.
કહ્યું? આ બોલ બહુ ઊંચો છે. આ કયા પરમાત્માની વાત ચાલે છે? અત્યારે હું પરમાત્મા છું તે વાત છે. આ નાને મોઢે મોટી વાત સોનગઢના સંતે બધાને શીખવાડી દીધી છે. અરે! શીખવાડી નથી દીધું ! એવું સ્વરૂપ છે. સોનગઢની વાત તને કાને નથી પડી, તને સોનગઢનો અને જ્ઞાનીઓનો પક્ષ પણ આવ્યો નથી. અને હજુ તારે અજ્ઞાનીના યોગમાં જઈને આત્માની વાત સાંભળવી છે? જે આત્માને નથી જાણતાં તેના યોગમાં તું જઈને બેઠો છો? તેને દેશનાલબ્ધિનો યોગ નથી તેથી તેને તો વ્યવહારનો પક્ષ છૂટતો નથી.
નિશ્ચયથી પરમાત્માને એટલે મને પરદ્રવ્યનું અવલંબન નથી. હું પરમાત્મા છું અને પદ્રવ્યો-પદ્રવ્યો છે. પરદ્રવ્ય જ નથી એમ નથી. પરંતુ હું પરદ્રવ્યનું અવલંબન લેતો જ નથી. કયારે? કહે-હુમણાં. આ જે કાન ઉપર વાણી આવે છે ને તે પરદ્રવ્ય છે એ વાણીનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk