________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૫.
શુદ્ધ અંત:તત્ત્વ પર્યાયને પ્રાપ્ત કરી તેમ ઉપચારથી કહેવામાં આવે છે. આત્મા પર્યાયને પ્રાપ્ત ન કરે. પરંતુ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેથી આત્માએ સિદ્ધ પર્યાયને પ્રાપ્ત કરી એમ કહેવામાં આવે છે. નિત્ય અનિત્યને-ક્ષણિકને ગ્રહણ કરતું નથી.
વિદ્વાનો એટલે બુદ્ધિજનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે. સાધક અંતરાત્મા હંમેશાં પંચમગતિની પ્રાપ્તિ માટે પંચમભાવનું ધ્યાન કરે છે. એના ધ્યાનનો વિષય નિમિત્ત નથી નગ્નતા નથી, પાંચ મહાવ્રત નથી, એના ધ્યાનનો વિષય પરસત્તાવલંબનશીલ જ્ઞાન જે ભાવબંધ છે શાસ્ત્રનો ઉઘાડ તે નથી, જે વીતરાગી પરિણતી પ્રગટ થઈ છે ત્રણકષાયના અભાવપૂર્વકની, જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષનો માર્ગ છે તે પણ ધ્યાનનો વિષય નથી. તે જ્ઞાનનો વિષય છે પરંતુ ધ્યાનનો વિષય નથી. શુદ્ધ પર્યાય જ્ઞાનનો વિષય છે પરંતુ તે ધ્યાનનો વિષય નથી. ધ્યાનનો વિષય તો મારો એક પંચમભાવ એવો શુદ્ધાત્મતત્ત્વ જ છે. તે ધ્યાનનું ધ્યેય હોવાથી ધ્યાનનો વિષય છે. તે અત્યારે ધર્મધ્યાનનો વિષય થયો છે અને અલ્પકાળમાં શુકલધ્યાનનો વિષય પણ તે જ આવશે. હવે શુકલધ્યાન થશે ત્યારે ધ્યેય ફરશે નહીં. અરે ! જે ધ્યેય સમ્યગ્દર્શનમાં આવ્યું તે ધ્યેય ચારિત્રમાં આવે છે. અને શુકલધ્યાનમાં પણ તે જ આત્મા ધ્યેયપણે ધ્યાનમાં આવીને તે મોક્ષને પામે છે.
પંચમગતિને પ્રાપ્ત કરવા એટલે પ્રગટ કરવા માટે સંતો-સાધક અંતરાત્માઓ પરમાત્મા થવા માટે પરમાત્માને ભાવે છે. પરમાત્માને પરમાત્મા થવા માટે ભાવે છે. પરમાત્મા થવા માટે એટલે કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે નિજ પરમાત્મદ્રવ્યને, જેમાં કેવળજ્ઞાનનો પણ અભાવ છે એવો શ્રેય આત્મા તે ધ્યાનનો વિષય છે. એ એમાં નિરંતર ધ્યાન લગાવે છે. ધ્યાતા પુરુષ ધ્યેયને ધ્યાવે છે પણ ધ્યાનને ધ્યાવતા નથી.
ધ્યાતા પુરુષ ધ્યેયને ધ્યાવે છે પણ તે ધ્યાનને ધ્યાવતા નથી, ધ્યાન તો હેય છે. આહા ! ધર્મધ્યાન અને શુકલધ્યાન હેય છે. હાય ! હાય! અત્યાર સુધી અશુભભાવને ય કહ્યો અને ધીમે ધીમે તમે શુભભાવને હેય કહ્યો અને હવે તો બહુ આગળ નીકળી ગયા !? અરે ! ભાઈ, તને તત્ત્વની કાંઈ ખબર નથી. તત્ત્વનો જ્યાં અભ્યાસ જ ચાલ્યો ગયો, જીવો ક્રિયાકાંડમાં મગ્ન થઈ ગયા. આહા. હા ! જૈનદર્શનના બહારવટિયા જમ્યા અને ધર્મને ઊંધે કાંધ માર્યો. તદ્દ વિપરીતતાનું પ્રતિપાદન કર્યું. “વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ.” આહા ! આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ કહ્યો. કયાંય ખૂણે ખાંચરે હોય તે વાત ગૌણ છે.
પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે આ અંતરાત્માઓ-સાધક આત્માઓ અને સમકિતી અને ચારિત્રવંતો બધા પંચમભાવને સ્મરે છે. સ્મરે છે એટલે વિકલ્પ નહીં, નિર્વિકલ્પ ધ્યાનમાં આવીને શુદ્ધાત્માની ભાવનામાં લીન થઈ જાય છે. એટલી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk