________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮
પરિશિષ્ટ – ૩ પરિણામમાંથી મમત્વ છૂટતું ન હતું. તેથી પરદ્રવ્ય કહ્યું. હવે પરિણામને જ્યાં પરદ્રવ્ય કહ્યું, ત્યાં તેમાંથી મમત્વ છૂટી ગયું. જો પર્યાય પરદ્રવ્ય છે તો પછી અમેરીકામાં રહેલા તમારા દીકરા તે તમારા કયાંથી હોય ! આહાહા ! દિલ્હી બહુ દૂર છે. આ કોઈ સાધારણ વાત નથી. વાત કરવી તે જુદી ચીજ છે અને શ્રદ્ધામાં લઈને અંદર ઘૂસી જવું તે જુદી ચીજ છે. નાસીપાસ ન થવું પરંતુ પ્રયત્ન ચાલુ રાખવો. જ્યાં સુધી સાક્ષાત અનુભૂતિ ન થાય ત્યાં સુધી નિરંતર પ્રયત્ન કરવો. નાસીપાસ થવું નહીં અને કર્તબુદ્ધિ રાખવી નહીં. એ શરત. એણે સામાન્ય પડખાનું ચિંતવન રાખવું બસ.
આહા ! સામાન્ય તત્ત્વને વારંવાર લક્ષમાં લ્યો તેમાં નિર્વિકલ્પ ધ્યાન આવી જશે. (શ્રોતા:-સહજ પરિણામ થાય તેમાં કર્તાબુદ્ધિનો અભાવ થઈ જાય.) “ સહજ' શબ્દ વાપર્યો ને! આત્મા અકર્તા છે કર્તા નથી. કેમકે પરિણામને પોતે પરદ્રવ્ય કહે છે તો તેને તે કેવી રીતે કરે ?
સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણી એટલે કે ટોંચની કલગી. મુનિરાજની છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનની સ્થિતિ એ છે.
“પદ્રવ્યથી જે પરાભુખ છે”
એવા જે મુનિઓ છે તે પરદ્રવ્યથી પરામુખ છે. આ પરદ્રવ્ય શબ્દ ટીકામાં બીજી વખત આવ્યો. પાંચ-મહાવ્રતથી તો પરાભુખ છે જ કારણ કે એ તો પરદ્રવ્ય છે. ૨૮ મૂળગુણ પરદ્રવ્ય છે તેનાથી તો હું પરાભુખ છું જ. જે આનંદની પરિણતી જણાય છે તે પણ મને પરદ્રવ્ય છે. અને તેનાથી હું પરામુખ છું. તેનો હું કર્તા તો છું જ નહીં કેમકે તે પદ્રવ્ય છે, પરંતુ તેને જાણવાનું પણ હું બંધ કરી દઉં છું. સવિકલ્પદશામાં જાણવામાં આવ્યું. હવે વિશેષનો હું અજ્ઞાત થાઉં છું. કેમકે એ પરદ્રવ્યથી હું પરાભુખ છું. આત્માની સન્મુખ અને પરદ્રવ્યથી પરાભુખ છું-વિમુખ છું. ક્ષણમાં ને પળમાં નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય એવા મુનિની શું વાત કરવી !?
મુનિરાજ લખે છે-પાંચ મહાવ્રતના પરિણામ પરદ્રવ્ય છે. હવે જે પરદ્રવ્ય છે તેના કર્તા અને તેનાથી ધર્મ થાય તેમ કયાંયનું ક્યાંય માને છે. કોઈક વિરલા જીવ જ સમ્યગ્દર્શન પામે છે તેનું કારણ આ છે. પરદ્રવ્યથી જે પરાક્ષુખ છે એટલે વિમુખ છે. શ્રદ્ધાની વિમુખતા નિરંતર થઈ ગઈ પરંતુ હવે ઠરવા માટે પણ ઉપયોગ ત્યાંથી ખસી જાય છે. એ પરિણામ જે વ્યવહારે જ્ઞય થતા હતા તેને બદલે તે હવે ફરીને આનંદમૂર્તિને જાણવા જતો રહે છે. તે ગુફામાં ડૂબકી મારે છે. આ પરદ્રવ્ય શબ્દ બે વખત આવ્યો. (૧) પરિણામ પરદ્રવ્ય હોવાને કારણે તે ઉપાદેય નથી. એમ કહ્યું. (૨) એ પરદ્રવ્ય છે તેનાથી હું વિમુખ છે. આહાહા ! શુદ્ધોપયોગ થયો હતો હવે ફરી પાછો અનુભવ થાય છે. પાછા અંદરમાં જતા રહે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk