________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૭૭ ઉત્પન્ન જ થતો નથી. તે આત્મામાં લીન થઈ જાય છે, તે લીનતામાં તેમને આત્માના દર્શન થાય છે. સ્થિરતામાં તેમને આત્માના દર્શન થાય છે. સ્થિરતા કહો કે પછી શુદ્ધોપયોગ કહો એક જ છે.
શ્રોતા:- ભાઈ ! સરસ અર્થ કર્યો કે-મુનિને એટલે શુદ્ધોપયોગને આત્મા ઉપાદેય છે.
ઉત્તર:- શુદ્ધોપયોગ પરિણત આત્મા એમ લેવું. પરિણામી આત્માને અપરિણામી આત્મા ઉપાદેય છે. શુદ્ધોપયોગમાં જ આત્મા ઉપાદેય થાય છે તેમ ભેદથી સમજાવે છે.
જ્યારે તે શુદ્ધોપયોગ પરિણામે પરિણમી જાય ત્યારે આત્માને આત્મા ઉપાદેય છે. એ વખતે તેને પાંચ મહાવ્રતના પરિણામ ઉપાય નથી. જ્યારે છઠ્ઠા ગુણસ્થાને પાંચ મહાવ્રતના પરિણામે પરિણમે છે ત્યારે તેને આત્મા ઉપાદેય નથી. તેને જ્યારે શુદ્ધોપયોગ થાય છે ત્યારે આત્મા ઉપાદેય થાય છે.
શ્રોતા:- શુદ્ધ પરિણતીને આત્મા ઉપાદેય નથી.
ઉત્તરઃ- શુદ્ધ પરિણતીને આત્મા ઉપાદેય નથી તે અપવાદ કથન છે. આ ઉત્સર્ગ કથન છે. એમ શું કામ કહ્યું? અજ્ઞાની જીવને જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે શુદ્ધોપયોગમાં થાય છે. તેની પાસે શુદ્ધ પરિણતી નથી. અજ્ઞાની પાસે તો શુદ્ધ પરિણતી નથી, તેથી શુદ્ધ પરિણતીમાં ઉપાદેય નથી તેમ કહ્યું. જ્યારે તે આત્મા શુદ્ધોપયોગ પરિણામે પરિણમે છે ત્યારે તે આત્માને આત્મા ઉપાદેય છે. એટલે અનાદિ મિથ્યાષ્ટિ જીવને નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધોપયોગ થાય છે. જ્યારે મુનિને ત્રણ કષાયના અભાવપૂર્વક શુદ્ધોપયોગ છે. ચોથાવાળાને એક કષાયના અભાવપૂર્વક શુદ્ધોપયોગ થાય છે. ચોથે અનંતાનુબંધી ગયો અને શુદ્ધોપયોગમાં શુદ્ધાત્માના દર્શન થયા.. અને જાણેલાની પ્રતીતિ થઈ. મુનિરાજ પોતાથી વાત કરે છે કે-આત્મા કોને ઉપાદેય છે? મુનિરાજને આત્મા ઉપાદેય છે, પછી પાંચમા ગુણસ્થાનવાળા પણ આવી જાય.. અને ચોથા ગુણસ્થાનવાળા પણ ગૌણપણે આવી જાય.
સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણી છે”, પાઠમાં સહજ’ શબ્દ છે. જ્ઞાન ને વૈરાગ્ય કરવાથી થતું નથી પરંતુ તે સહજદશા છે. “સ્વયં ઉછલન્તિ', નિર્મળથી નિર્મળ પર્યાયો ઉછળ્યા જ કરે છે. વીતરાગભાવ સહજ પ્રગટ થાય છે. સહજ પ્રગટે છે તેનો હું કર્તા નથી. મારા કરવાથી એ પરિણામ થતા નથી. એ પરિણામ એનાથી થયા છે તેમ મારા જાણવામાં આવ્યું છે. એ પરિણામ મારાથી થયા નથી કેમકે તે પરિણામ પરદ્રવ્ય છે. પરિણામ જેને પરદ્રવ્યપણે લક્ષમાં આવશે તેના ભવનો અંત આવી જશે.
અહીંયા શિબિરમાં પરિણામને પરદ્રવ્ય લીધું હતું. ત્યારે એક ભાઈ મોટી ઉંમરના જિજ્ઞાસુ હતા તેમણે સમજવા માટે પૂછયું કે-આ પર્યાયને પરદ્રવ્ય કેમ કહ્યું. અજ્ઞાનીને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk