________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
પરિશિષ્ટ – ૩ કર્તાકર્મની પ્રવૃત્તિ છે. સમયસારમાં આ શ્લોક છે.
જ્યાં એ વિકલ્પ છૂટયો કે પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. જે સહજ પ્રગટ થાય છે તેને શું પ્રગટ કરું. જે સહજ જણાય જાય છે તેને શું જાણું ! આ સહજ સ્થિતિનો ધંધો છે. આ ઠરવાની વાત છે. હવે તો સ્વરૂપમાં ઠરવાનો કાળ છે. હવે બીજી આડી અવળી વાતો શું કરવી. સ્થૂળ વાતો તો ઘણી કરી હવે. ચક્રવર્તીને ઘેર જાન જાય ત્યારે બાજરાના રોટલા ન આપે. આપે ? ત્યાં તો અમેરીકાની બદામનો શીરો હોય, મેસુબ હોય, કેસર-એલચીવાળું ઊંચું ભોજન હોય. આહાહા ! આ તો કાળ આવ્યો છે. અનંતકાળથી નથી થયું એવો આ કાળ છે. એવા શાસ્ત્રો રહી ગયા અને એનો અર્થ સમજાવનારા આપણને ગુરુ મળ્યા. આના ઉપરના બધા વ્યાખ્યાન થઈ ગયા છે.
જીવાદિ સાત તત્ત્વોનો સમૂહુ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. ત્યારે હવે ઉપાદેય શું છે? જો આ પરિણામ ઉપાદેય નથી તો હવે ઉપાદેય શું છે? કોનો આશ્રય કરવાથી ધર્મ થાય? કોનું લક્ષ કરવાથી શેમાં લીન થવાથી ધર્મ થાય? એવા આત્માનું સ્વરૂપ શું છે? આવા આત્માને ઉપાદેય કરનાર કોણ છે? તો કહે છે કે-મિથ્યાષ્ટિ આવા આત્માને ઉપાદેય કરતો નથી. જઘન્ય જ્ઞાનીને ગૌણ કરીને અહીં ઉત્કૃષ્ટ મુનિરાજ ભાવલિંગી છે તેવા આત્માને આત્મા ઉપાદેય છે. શુદ્ધઉપયોગી મુનિને એટલે કે શુદ્ધ ઉપયોગ પરિણત આત્માને આત્મા ઉપાદેય છે.
આત્મા કોને ઉપાદેય છે? જે અશુભભાવમાં રત છે તેને આત્મા ઉપાદેય છે? તો કહે-નહીં. શુભોપયોગવાળાને આત્મા ઉપાદેય છે? તો કહે-નહીં. તો કોને ઉપાદેય છે? શુદ્ધોપયોગવાળા મુનિરાજને આત્મા ઉપાદેય છે. શુદ્ધ પરિણત આત્માને આત્મા ઉપાદેય છે. એ મિથ્યાષ્ટિ પણ જ્યારે શુદ્ધોપયોગપણે પરિણમે છે ત્યારે તે આત્માને આત્મા ઉપાદેય થાય. શાસ્ત્ર વાંચે અને આત્મા ઉપાદેય ન થાય. બીજાને સમજાવે તો આત્મા ઉપાદેય ન થાય. એકલો બેઠો-બેઠો ચિંતવન કરે કે-આ હેય અને આ ઉપાદેય તેમાં આત્મા ઉપાદેય ન થાય. એકલી શુદ્ધ ઉપયોગની પર્યાયમાં આત્મા ઉપાદેય ન થાય. જ્યારે તે શુદ્ધ ઉપયોગપણે પરિણમી જાય આત્મા ત્યારે આત્માને આત્મા ઉપાદેય છે.
શ્રોતા- ભાઈ ! આપે આમાં બે વાત લીધી કે-મુનિ અને શુદ્ધોપયોગરૂપે પરિણમે ત્યારે.
ઉત્તર-મુનિ છે તે શુદ્ધોપયોગી છે. મુખ્યપણે અહીંયા મુનિ છે તે પોતે પોતાથી જ વાત કરે છે. અમને આત્મા ઉપાદેય થઈ ગયો છે. તે કેવી રીતે થઈ ગયો છે? અમે જ્યારે શુદ્ધોપયોગરૂપે પરિણમી જઈએ છીએ ત્યારે જ અમને પ્રત્યક્ષ આત્માના દર્શન થાય છે. એટલે મુનિનું લક્ષણ-સાધુનું લક્ષણ શુદ્ધોપયોગ છે. જ્યાં બુદ્ધિપૂર્વક રાગ-વિકલ્પ બિલકુલ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk