________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૫.
શુદ્ધ અંતઃતત્ત્વ છે લે! પર્યાયને કરું તેમાં સમ્યગ્દર્શન નહીં થાય. આવી સૂક્ષ્મ વાત છે.
આહાહા ! જગતના જીવોને શુદ્ધનયનો ઉપદેશ મળે નહીં, શુદ્ધાત્માનો ઉપદેશ મળે નહીં. આહા ! વ્યવહારનો ઉપદેશ તો ઠામ ઠામ છે. વર્તમાનમાં મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે એ તો ભેદ છે અને તે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય પણ સ-અહેતુક અને નિરપેક્ષ છે. જે નિરપેક્ષ છે તેને આત્મા કેવી રીતે કરે? એ પરિણામનો સ્વકાળ હોય છે ત્યારે પ્રગટ થાય છે એમ આત્માના લક્ષવાળો જાણે છે. પછી એમ જાણે છે કે-એ પરિણામને જાણતાં આત્માનું લક્ષ નહીં થાય. આત્માના લક્ષવાળો એમ જાણે છે કે-એ પર્યાય મારા કર્યા વિના સ્વતંત્ર પ્રગટ થઈ છે. કર્તબુદ્ધિ છૂટી શું! જાણવાની બુદ્ધિ છૂટી શું અને નિર્મળ પર્યાય પ્રગટ થઈ શું! ત્યાં જે પર્યાય છે તે જણાય જાય છે. આત્મા જાણવામાં આવ્યો એટલે જાણવાની પ્રતીતિ થઈ. તેનું નામ સમ્યગ્દર્શન છે. જે પરદ્રવ્યના લક્ષે વિકલ્પ થતાં હતાં તે વખતે તે વિકલ્પ છૂટી જાય છે. પરદ્રવ્યની કર્તા બુદ્ધિમાં અને જ્ઞાતા બુદ્ધિમાં વિકલ્પ થાય છે.
આહા! વિશેષનો અજ્ઞાત થાય છે તો વિકલ્પ છૂટી જાય છે અને નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. તે છૂટી જાય છે બંધાતો નથી. બધા કહે છે કે અમે ચિંતવન કરીએ છીએ પરંતુ વિકલ્પ તૂટતો નથી. મારી પાસે આવીને ઘણાં ખાનગીમાં કહે છે. ધ્યાનમાં બેસીએ છીએ પણ વિકલ્પની જાળ આવ્યા કરે છે. એને વિકલ્પ દેખાણો ને ? વિકલ્પ દેખાય છે એ જ વિકલ્પની ઉત્પત્તિનું કારણ છે. નિર્વિકલ્પને જે ને પછી મારી પાસે આવ! પછી તું આવીશ જ નહીં. કેમકે વિકલ્પનો અકર્તા થઈ જઈશ. વિકલ્પ દેખાતો જ નથી.. પછી જ્ઞાન જણાશે.
આહા ! આ તો નિયમસાર શાસ્ત્ર અને તેનો શુદ્ધભાવ અધિકાર તેની શું વાત કરવી.. તે ભારતમાં અજોડ અધિકાર છે.
“જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.” આહાહા ! પરદ્રવ્યના લક્ષે વિકલ્પ જ થશે, મિથ્યાત્વ જ થશે. પરદ્રવ્યને જાણવા રોકાશે તો મિથ્યાત્વ જ થશે-ભ્રાંતિ થશે. કેમકે પરદ્રવ્યને જાણતાં આત્મા જણાતો જ નથી. પદ્રવ્ય મારા કર્યા વિના થાય છે. જે સ્વયં થાય છે તેને કરવું શું? પરદ્રવ્ય મારા જાણ્યા વિના જણાય જાય છે. જે સ્વયં જણાય જાય છે તેને હું શું કામ જાણું ! જે આનંદ આવે છે તે મારા જ્ઞાનમાં જણાય જાય છે. એને જાણવાનો પુરુષાર્થ મારે કયાં કરવાનો છે! તો પછી મારે એનું લક્ષ શું કામ કરવું? જે સ્વયં જણાય જાય છે તેને જાણવાનો હું શું કામ પુરુષાર્થ કરું! અંતર્મુખ થતાં જે આનંદ આવે છે તે સહજ જણાય જાય છે. તેમાં પુરુષાર્થ નથી. તે સહજ જણાય જાય છે. જે સહજ થાય છે તેને હું શું કરું? અને જે સ્વયં જણાય જાય છે તેને હું શું જાણું? જ્યાં સુધી વિકલ્પ નહીં તૂટે ત્યાં સુધી વિકલ્પની સાથે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk