________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૩૫ જોઈતો નથી ને! અહીંયા તો જેને એક માત્ર મનમાં રોગ છે કે-મારે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી છે, આ સિવાય જગતમાં મારે કાંઈ જોઈતું નથી. માનપત્ર અને સત્કાર સમારંભ જોતો નથી.
આહાહા ! કહે છે કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક છું, આવા સિદ્ધાંતનું સેવન કરો... એમ આદેશ આપે છે. તમે તમારા શુદ્ધાત્માનું સેવન કરો. કેવા શુદ્ધાત્માનું સેવન કરવું? કે-“હું તો” એ તો નહીં. એ તો નહીં, બીજા તો નહીં પણ “હુતોશુદ્ધ ચૈતન્યમય એક પરમ જયોતિ જ સદાય છું. શું કહ્યું? હું પ્રગટ જ છું. જે ભાવ પ્રગટ થાય છે તે હું નથી. એ નીચે આવશે.
પ્રગટ છું અને પ્રગટ થાય છે. દ્રવ્ય સ્વભાવ તો પ્રગટ છે અને પરિણામ તો પ્રગટ થાય છે. (તે હું નથી.) એ પરિણામ પ્રગટ થાય છે તેના લક્ષણથી મારું લક્ષણ વિરુદ્ધ છે. આમાં આવશે. આમાં (શાસ્ત્રમાં) જ બધુ લખેલું છે. આમાં જે લખેલું છે તેનો સ્વાધ્યાય ચાલે છે.
અને આ જે ભિન્ન ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી.” આ જે શુદ્ધાત્મા છે તેની ભાવના ભાવું છું. આહાહા ! અને આ જે ભિન્ન લક્ષણવાળા ભાવો છે તેની ભાવના ભાવતો નથી. ઉપર જે કહ્યું તે આત્માનું શુદ્ધ અને એક લક્ષણ છે. જે એક ચૈતન્યમય અને પરમ જયોતિ જે છે આત્મા, આવા આત્માની ભાવના ભાવું છું-તેમ જ્ઞાનીઓ કહે છે. તમે પણ તેની ભાવના ભાવો તો જ્ઞાની થઈ જશો.
આ જે ભિન્ન લક્ષણવાળા જે ચાર પ્રકારના પર્યાયના ભેદો એટલે પ્રકારો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય તેનું લક્ષણ આત્મદ્રવ્યથી ભિન્ન છે. એ સમ્યગ્દર્શનનું લક્ષણ મારા લક્ષણની સાથે મળતું નથી. હું નિત્ય અને સમ્યગ્દર્શન અનિત્ય છે. હું નિરપેક્ષ અને સમ્યગ્દર્શન સાપેક્ષ છે. હું અનાદિ અનંત અને સમ્યગ્દર્શન સાદિ સાંત છે. તે એક સમયના આયુષ્યવાળી પર્યાય છે એ જાણવાનો વિષય છે પણ ક્યારે? જ્યારે દ્રવ્ય જણાય ત્યારે જાણવાનો વિષય બને છે એના વિના એ જાણવાનો વિષય બનતો નથી.
આહાહા ! અધ્યાત્મની શું વાત તેમાં દ્રવ્યાનુયોગ અને તેમાં સમયસાર અને નિયમસાર અને તેમાં નિયમસારના ટીકાકાર અતિઆસન્નભવ્ય જેના મુખમાંથી પરમાગમ ઝરે છે. પોતે લખે છે હોં ! અમારા મુખમાંથી પરમાગમ ઝરે છે.
“અને આ જે ભિન્ન લક્ષણવાળા” એટલે-કે મારા લક્ષણથી, મારા ચિતથી તેનું ચિહ્ન જુદું છે. મારામાં જે અંધાણ છે એવું એંધાણ તેમાં મને દેખાતું નથી. માટે હું તેની ભાવના ભાવતો નથી. આહા ! એ ભાવ હોય છે. એ ભાવ ના સ્થાને છે તો પણ તેની ભાવના ભાવતો નથી. હું તો એકની ભાવના ભાવું છું એકની ભાવના ભાવું છું અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk