________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૩૬
પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦ અનેક ભેદો જ્ઞાનના જ્ઞેયપણે, સહજ ભેદની સન્મુખ થયા વિના, અને આત્માથી વિમુખ થયા વિના એ પરિણામો જ્ઞાનમાં જણાય છે. એના લક્ષણ મારાથી ભિન્ન-જુદાં છે. આહા ! આત્માનું લક્ષણ અને કેવળજ્ઞાનનું લક્ષણ બન્ને જુદા છે. આત્માનું જે લક્ષણ છે તે કેવળજ્ઞાનનું લક્ષણ નથી.
આહા ! ક્ષાયિકભાવની પરિણતી કેવળજ્ઞાનનું લક્ષણ છે. અને મારું લક્ષણ તો ઉ૫૨ ૫૦ ગાથામાં આવી ગયું છે. આહાહા ! અંતઃતત્ત્વની વાતમાં, સ્વદ્રવ્યની વાતમાં મારું લક્ષણ આવ્યું હતું. પરમ પારિણામિભાવ જેનું લક્ષણ છે એવા કારણ સમયસાર માત્ર હું છું. અને જે આ પ્રગટ થયેલાં, પ્રગટ થતાં એટલે કે આવતાં અને જતાં પરિણામો છે તે મહેમાનો છે. એ ઘરધણીનું લક્ષણ નથી. ઘરધણીનું લક્ષણ જુદું અને મહેમાનનું લક્ષણ જુદું છે. એ તો બધાને અનુભવ છે કે નહીં ? ઘરધણીનું લક્ષણ એ મહેમાનનું લક્ષણ થઈ જાય તો તો પછી મકાનમાં એનો ભાગ લાગી જાય પછી તે સરકારમાં અરજી કરે તો સ૨કા૨ તે અરજીને માન્ય કરે નહીં. સરકાર ના કહે–તમે માલિક નથી તમે પાંચ, પંદર દિ', મહિનો, બે મહિના, છ મહિના તમે આવ્યાં, રહ્યાં અમે તમારું સ્વાગત કર્યું અને તમે માલિક થઈ ગયા ? તમે એના માલિક નથી. માલિક એક જ હોય અને મહેમાન અનેક હોય. આ દૃષ્ટાંત પણ સમજવા જેવો છે... હોં !
મહેમાન તો અનેક પ્રકારના આવે. મિત્રો આવે, વેવાઈવેલા આવે, સાધર્મી ભાઈઓ પણ મહેમાન તરીકે આવે, પરંતુ મહેમાન અનેક છે અને મકાનધણી એક છે માલિક એક છે તેમ હું ભગવાન આત્મા શુદ્ધ એક જ છું. અને એ જે મારાથી ભિન્ન લક્ષણવાળા પ્રગટ થતાં ભાવો તે અનેક છે. વિવિધ લક્ષણવાળા એટલે વિધ-વિધ પ્રકારના, અનેક પ્રકારના તે ભાવો છે. આત્મા એક અને મહેમાન અનેક અને એ મહેમાનનું લક્ષણ પણ ઘ૨ધણીથી જુદું છે. મહેમાને તો બિસ્ત્રો મૂક્યો શું અને ઉપાડયો શું ?
“ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો ” વિવિધમાં અનેક પ્રકારના કહ્યાં. મહેમાનમાં અનેક પ્રકાર કહ્યાં જ્યારે ઘરધણીનો પ્રકાર એક જ હોય, ઘ૨ધણી બદલે નહીં. તે આવે નહીં અને જાય નહીં. તે તો ત્યાંને ત્યાં ઘરમાં રહેતો હોય. કોઈ મહેમાન મુંબઈમાં આવે તો તે એમ કહે કે–આજ હું આવ્યો છું, કાલ મલાડમાં મારા સગાં વ્હાલાંને ત્યાં જાઉં છું. તે લાંબું ટકતા નથી. વિવિધ એટલે અનેક પ્રકારનાં વિધવિધ પ્રકારના આ દૃષ્ટાંતની સાથે મેળ ખાય એવો સિદ્ધાંત છે.
આહાહા ! પણ એ પરિણામને, તેને એ મહેમાન નથી લાગતાં. આહા ! પરિણામને જો મહેમાન તરીકે જાણે તો ઉપેક્ષા આવી જાય છે. તો ભેદોમાંથી હું પણાની બુદ્ધિ એટલે પર્યાય દેષ્ટિ છૂટી જાય છે. પર્યાયનું જ્ઞાન તે પર્યાય દૃષ્ટિનું કારણ નથી. આહા ! જોઈ લ્યો ! વળી ઘણાં એવા નીકળે.. કે પર્યાયનું જ્ઞાન કરશો તો પર્યાય દૃષ્ટિ થઈ જશો. આ વાત ક્યાંથી
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk