________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૩૭ આવી ? તારા અજ્ઞાનમાંથી આ વાત આવી છે. પર્યાયનુંજ્ઞાન તે પર્યાય દૃષ્ટિનું કારણ નથી. પર્યાયમાં આત્મબુદ્ધિ થવી તે પર્યાયષ્ટિનું કારણ છે. અરે ! તમે પર્યાયની વાત કરો છો ! તમે ભેદની વાત કરો છો ! તેને સૂગ આવે છે, તેને દ્વેષ આવે છે. તેને પર્યાય ઉપર દ્વેષ છે.
આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી.” આ ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે એમ અમારા જ્ઞાનમાં આવે છે. તો પણ તે હું નથી. “આ હું છું', અને તે હું નથી. ‘આ’ અને ‘તે' બે વચ્ચે ભેદ પાડયો. ભેદ પાડયો કે નહીં? “આ” અને “તે” પર્યાયના વિશેષણમાં ‘આ’ ન આવ્યું. આહા! આ તો બધા ગંભીર મંત્રો છે. ભાવો બ્રહ્માંડના ભર્યા છે. શક્તિ અનુસાર તેમાંથી કાઢી શકે છે. ગણધર પણ કહે છે કે-આમાં તો ઘણું ભર્યું છે. પણ અમે કાઢી શકતા નથી. આહા ! આચાર્ય ભગવાનને ત્રણ કષાયનો અભાવ છે. ક્ષણે અને પળે આનંદનું ભોજન કરનારા ધર્માત્મા છે તે સવિકલ્પમાં આવીને કલમ ચલાવે છે.
ભિન્ન લક્ષણવાળા વિવિધ. વિવિધ એટલે અનેક પ્રકારના ભાવો. ભાવો એટલે પરિણામો દ્રવ્યનું વિશેષણ છે ભાવ અને પર્યાયનું વિશેષણ ભાવો છે. પરિણામોમાં બહુવચન લાગ્યું કેમકે પરિણામો અનેક પ્રકારના છે, અને દ્રવ્ય એક પ્રકારનું છે.
પરમ ભાવ કહ્યું ને ? પરમભાવ તે દ્રવ્યનું વિશેષણ છે. ભાવ એક વચન છે. જ્યારે પરિણામનું વિશેષણ ભાવો છે. વિવિધ પ્રકારના જે ભાવો એટલે પર્યાયો, પરિણામો પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એમ જ્ઞાનમાં જણાય છે. તો પણ તે હું નથી. આ હું છું અને તે હું નથી. જે પ્રગટ ભાવ છે તે હું છું અને જે પ્રગટ થાય છે તે હું નથી. આહા ! તેને સમ્યક્ એકાન્તપૂર્વક અનેકાન્તનું જ્ઞાન કહેવામાં આવે છે.
જ્યાં પર્યાય આત્મામાં નથી એમ કહ્યું ત્યાં તેને પર્યાય આત્મામાં નથી તે એમ ન સમજાયું અને પર્યાય નથી તેમ માનીને એકદમ દોડવા માંડયો. એલા ! તું ઉભો તો રહે! તું શું સમજયો? તું મુઠ્ઠી વાળીને ભાગ્યો અને સાંખ્યમતિ થઈ ગયો. એલા ! અમે એમ
ક્યાં કહીએ છીએ કે પર્યાય નથી ! અમે એમ કહ્યું કે-આત્માના ત્રિકાળી સ્વભાવભાવમાં પરિણામનો અભાવ છે. અને તે વિચાર્યું કે પરિણામનો અભાવ છે, પરિણામ જ નથી. પરિણામ નથી એમ જૈનદર્શન કહેતું જ નથી “પરિણામ છે પણ તે પરિણામ મારામાં નથી. કેમકે મારા લક્ષણની સાથે એનું લક્ષણ મળતું આવતું નથી. હું પ્રગટ છું અને આ ભાવો તો પ્રગટ નવા નવા સમયવર્તી થાય છે. આવે છે ને જાય છે એ પરિણામ પણ અનેક પ્રકારના છે. એક જ પ્રકારના પરિણામ પ્રગટ થતા નથી. એ ભાવો પ્રગટ થાય છે પરંતુ જે પર્યાય પ્રગટ થાય છે તે હું નથી.
આ હું છું અને તે હું નથી. આ દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદજ્ઞાનની વાત ચાલે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk