________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૧૭ (૧) શ્રદ્ધા અપેક્ષાએ ભેદ હેય છે. હવે...
(૨) જાણવાની અપેક્ષાએ ઉપયોગ જો ભેદને જાણવા ઉભો થાય તો જે ઉપયોગ સતમ્ ગુણસ્થાને આત્મામાં હતો તે છઠ્ઠામાં આવી જાય છે. આ બન્ને અપેક્ષાએ ય અને ઉપાદેયનું સ્વરૂપ વિચારી લેવું.
૫૦ ગાથાની ટીકાની પહેલી લીટી. મથાળું શું છે? “આ હેય-ઉપાદેય”, હેય શું અને ઉપાદેય શું? અથવા ત્યાગ શું અને ગ્રહણ શું? “તેના સ્વરૂપનું કથન છે.”
“જે કોઈ વિભાવગુણ પર્યાયો છે-તે”, વિભાવગુણ પર્યાયોમાં અર્થ પર્યાય અને વ્યજંન પર્યાય તેમ બન્ને લઈ લેવી. તેવી આ નિયમસાર શાસ્ત્રની શૈલી છે. પર્યાયોને વિભાવ વ્યજંન પર્યાયોમાં નાખે છે અને ગુણોને શુદ્ધપર્યાયમાં નાખે છે. આ સમયસાર કરતાં નિયમસારની આગવી અને સ્વતંત્ર શૈલી છે.
જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ છે. તેઓ નથી તેમ નથી. પર્યાયો બિલકુલ નથી, પર્યાયના ભેદો બિલકુલ નથી તેમ નથી. પર્યાય દ્રવ્યમાં નથી તે બરોબર છે. પરંતુ પર્યાય પર્યાયમાં પણ નથી તેમ નથી. પર્યાય મારી અપેક્ષાએ અવસ્તુ છે. પરંતુ પર્યાય પર્યાયની અપેક્ષાએ તો એક સમયનું વિધમાન સત્ છે.
“જે કોઈ વિભાવગુણ પર્યાયો છે” એમાં છે' કહ્યું. એનો અર્થ આત્મામાં છે એમ નથી. “જે અને છે.” છ દ્રવ્યો છે પરંતુ તે મારામાં નથી. એ મારામાં આવી જાય તો તેનું અસ્તિત્વ રહેતું નથી. જો મારામાં છ દ્રવ્ય આવી જાય તો છ દ્રવ્યના અસ્તિત્વનો નાશ થઈ જાય. મારામાં તો તે આવી શકતા નથી. અને તે પોતાની સત્તાને પોતે છોડતા નથી.
જેમ આ જગતમાં છ દ્રવ્યનું અસ્તિત્વ છે, તેમ આ ભેદો જેટલા નથી, નથી, નથી કહ્યું પણ ૪૯ ગાથામાં કહ્યું કે-એ બધાં ભેદો વ્યવહારનયની પ્રધાનતાથી જોવામાં આવે તો તે વિદ્યમાન છે. તે સસલાના શીંગડા જેમ નથી.
તેથી નિશ્ચયનય અને વ્યવહારનયને ઉપાદેય છે તેમ કહ્યું હતું. નિશ્ચયનયનો વિષય પણ જાણવા યોગ્ય છે અને વ્યવહારનયનો વિષય પણ જાણવા યોગ્ય છે. ઉપાદેયનો અર્થ ગ્રહણ અને ગ્રહણનો અર્થ જાણવું. જાણવું એટલે કયારે જાણવું? જ્ઞાની જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે આત્માનો ઉપયોગ છૂટી જાય છે, પરિણતી છૂટતી નથી. તેને શુદ્ધ પરિણતી કહે છે. પરંતુ શુદ્ધોપયોગ છૂટે છે? તે કેમ છૂટે છે? ઉપયોગનો વિષય જે અભેદ હતો તે ઉપયોગમાં વિષય ભેદ આવે છે. જ્યાં ભેદને સિદ્ધ કરવા જાય છે ત્યાં શુદ્ધોપયોગ છૂટી જાય છે, એટલે તેને ચારિત્રનો અને જ્ઞાનનો બન્ને દોષ લાગે છે. હવે શ્રદ્ધાનો દોષ લાગતો નથી, જ્ઞાનનો દોષ છે. જ્ઞાનનો વિષય જાણવા માટે પણ ભેદ નથી. કેમકે ભેદને જાણતાં કેવળજ્ઞાન અટકી જાય છે.
આહાહા! અંતર્મુહૂર્ત અભેદને જાણવા ઉપયોગ રોકાય જાય તો કેવળજ્ઞાન પ્રગટ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk