________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ આહાહા...! આ તો એકદમ છેલ્લી શ્રેણી આવવા પહેલાં શું હોય છે તેનું જ્ઞાન કરવા યોગ્ય છે. કેમકે શ્રેણી તો ગુરુદેવના શિષ્યોને ઘણાંને આવવાની છે. એક બે ને નહીં હોં! ઘણાને. રાજકોટમાં ગુરુદેવે આશીર્વાદ આપ્યા હતા. આહાહા! અત્યારે આ કાળ આવ્યો છે. એમ લાગે છે કે-લાખો જીવો સમ્યગ્દર્શન પામશે. સાચી વાત છે.
રાજકોટથી આવીને તે ભાઈએ મને વાત કરી. કેમકે જેમને એકલો તત્ત્વનો વિચાર ચાલ્યા કરે છે તેને લાંબા ભવો હોય શકે નહીં. આહાહા! ભગવાન શુદ્ધાત્મામાં ભવ નથી-એમ કહ્યું કે નહીં? અરે ! મારામાં મિથ્યાત્વ ઉત્પન્ન થશે તેનો અવકાશ નથી. શંકા કરીશ નહીં. ત્યાં સુધી તો વાત કરી. આવો આત્મા જો આવી ગયો લક્ષમાં અને પછી આવ્યો જો પક્ષમાં, તે પક્ષમાં ઉભો રહેશે નહીં. પરંતુ તે આત્મામાં ચાલ્યો જશે. તા. ૨૪/૫/ '૭૯ પ્રવચન નં- ૧૨ સ્થળ:- મુંબઈ ઝવેરી બજાર મંદિર
આ નિયમસારશાસ્ત્ર છે તેનો શુદ્ધભાવ અધિકાર છે. શુદ્ધ ભાવ એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એટલે શુદ્ધાત્માનો ત્રિકાળી સામાન્ય એકરૂપ સ્વભાવ. જે દૃષ્ટિનો વિષય છે તે શુદ્ધનયનો એટલે જ્ઞાનનો વિષય પણ શુદ્ધાત્મા જ છે. દષ્ટિનો વિષય ઉપાદેય છે તેમાં પર્યાયના ભેદો નથી. ઉપાદેયની અપેક્ષાએ જ્ઞાનના ભેદો પણ હેય છે. જ્ઞાનનો વિષય જે પર્યાયના ભેદો છે તે ઉપાદેયની અપેક્ષાએ હેય છે. - હવે ઉપયોગની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો શુદ્ધઉપયોગ છૂટી ગયો છે અને તે ઉપયોગ ભેદને જાણવા જાય છે. ત્યારે તેને કૈવલ્યજ્ઞાન રોકાય છે. કેવલ્યજ્ઞાનમાં એ બાધક થાય છે. સાધકને યથાખ્યાત ચારિત્રમાં એ બાધક થાય છે. ભેદોને જાણવા માટે જે ઉપયોગ ઉભો થાય છે એ પણ આત્માનો સ્વભાવ નથી. ભેદ છે તે એક દૃષ્ટિની અપેક્ષાએ ય છે અને એક શુદ્ધોપયોગની અપેક્ષાએ હેય છે. કારણ કે શુદ્ધોપયોગમાં એટલી રુકાવટ થતી હોવાના કારણે તે ભેદ ખરેખર મારે જાણવાનો વિષય પણ નથી. કેમકે ભેદને જાણતાં જ્ઞાન વધતું નથી. જ્યારે અભેદને જાણતાં તો જ્ઞાન પરિપૂર્ણ અવસ્થાને પામે છે. ચારિત્ર પણ પરિપૂર્ણ ભાવને પામી જાય છે. માટે અભેદ, સામાન્ય, શુદ્ધભાવ, એકને શ્રદ્ધો અને એકને જ જાણો. શ્રી નાટક સમયસારમાં આવે છે
एक देखिये जानिये, रमि रह्येि इक ठौर।
समल विमल न विचारिये, यहै सिद्धि नहि और।।२०।। મારા જ્ઞાનનો વિષય સમલ કે વિમલ પરિણામ ન થાઓ. મારા જ્ઞાનનો વિષય તે ન બનો. એ ભેદને જાણવા રોકાઉં છું તો પૂર્ણજ્ઞાન પ્રગટતું નથી. ભેદને જાણવા જેટલો કાળ રોકાઉં છું તો શુદ્ધોપયોગ છૂટી જાય છે. તે અપેક્ષાએ ભેદ હેય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk