________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૨૧૫ વધારે જો રોકાણો તો પંચમ ગુણસ્થાને આવી જઈશ. આ બધી ઊંચા પ્રકારની વાતો છે, કહી ન જાય તેવી વાત છે. કહી ન શકાય તેવા બ્રહ્માંડના ભાવો ભર્યા છે.
આહા.. હા! ૫૦મી ગાથા ચાલે છે તેની ૪૯ મી ગાથા સાથે સંધિ કરી છે. ૪૯ ગાથામાં જાણવા માટે વિધમાન કહ્યું છે. પર્યાયનું અસ્તિત્વ છે, સમ્યગ્દર્શન પણ છે, સમ્યજ્ઞાન પણ છે, સ્થિરતારૂપ વીતરાગી પરિણામ પણ છે, માટે જાણવાની અપેક્ષાએ, ઉપાદેયની અપેક્ષાએ ગ્રહવું એટલે જાણવું એમ કહ્યું હતું. ભેદો જાણવા માટે કહેવામાં આવ્યા હતા.
અહીં કહે છે-શુદ્ધ નિશ્ચયનયના બળે તેઓ હેય છે. આહા. હા ! ઉપેક્ષા કરવા યોગ્ય છે. જાણવાના બહાના નીચે પણ તું હવે રોકાઈશ નહીં. ઉપયોગનો ધર્મ ભેદને જાણવાનો નથી. ઉપયોગનો ધર્મ માત્ર અભેદને જાણવાનો રહેલો છે તેને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. આહાહા ! જો ભેદને જાણવામાં રહીશ તો શુદ્ધઉપયોગ છૂટીને, શુદ્ધપરિણતી સાથે શુભોપયોગ ઊભો થશે. શુદ્ધપરિણતી નહીં છૂટે પરંતુ શુદ્ધોપયોગ છૂટી જશે. જાણેલો પ્રયોજનવાન છે પરંતુ સાંભળતો ખરો ! તે-તે કાળે, કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. આ માર્મિક શબ્દો છે.
કોઈ કોઈને એટલે મિથ્યાષ્ટિને નહીં અને પરમાત્માને પણ નહીં, કોઈ કોઈ એટલે સમ્યગ્દષ્ટિ સાધકને, કોઈ-કોઈ વખતે એટલે સમ્યગ્દષ્ટિ સાધકને, કોઈ-કોઈ વખતે એટલે સવિકલ્પ દશા હોય ત્યારે એ ભેદો જાણેલા પ્રયોજનવાન છે. અન્યકાળે તે જાણેલો પ્રયોજનવાન પણ નથી. આ ઊંચા પ્રકારની વાત છે.
આહા... હા! ૩૮ ગાથામાં શુદ્ધભાવનો પાયો ઊંડો નાખ્યો હતો. પછી તેના ઉપર ચણતર થયું. હવે ટોંચનો ઉપરનો માળ હવે આવે છે જેમ વરરાજાને કલગી ચઢાવે તેમ આ કળશ ચઢાવે છે.
આ ભેદોને જાણવા માટે ઉપાદેય કહ્યાં હતાં. પર્યાયો છે તે વિદ્યમાન છે, પરંતુ તે જાણવા માટે છે. હવે જાણવા માટે છે તે પણ રહેવા દે ! ઝાઝી વખત વ્યવહારને વળગીશમાં, માંડ વ્યવહારની મેલડીનો પલ્લો છૂટયો છે. અને જે વ્યવહારની વાત બહુ ઝાઝી કર્યા કરીશ તો અમને ભય છે કે-કદાચિત્ તને વ્યવહારનો પક્ષ પણ આવી જશે! અમે તને લાલ બત્તી ધરીએ છીએ. સાધક કહે છે-લાલ બત્તી ધરીએ છીએ. અમે સમકિતીને કહીએ છીએ.
શુદ્ધ નિશ્ચયનયના બળે એટલે શુદ્ધ નિશ્ચયનયે ઉપયોગને અભેદમાં લેતાં, ઉપયોગને અંતરમાં લેતાં એ ભેદને જાણનારો શુભ ઉપયોગ છૂટી જશે. આહા.. હા ! જ્યાં અભેદમાં ઉપયોગને લીધો ત્યાં ભેદ સમ્મુખનું જે જ્ઞાન છે, ભેદને સ્થાપનારું જે જ્ઞાન હતું ત્યારે શુભઉપયોગ હતો. તેને છોડીને જે અભેદમાં ઉપયોગ જાય છે ત્યારે તે ય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk