________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૪૧ અને સ્વભાવ એ બે ત્રણકાળમાં એક થઈ શકે નહીં. મહેમાન અને ઘરધણી કદી એક થઈ શકે નહીં.
આહા હા ! તે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ પહેલેથી જ, અનાદિથી જ શુદ્ધતા છે. આહાહા ! શુદ્ધતા પ્રગટ થાય છે તેની સામે અમારું લક્ષ નથી. બીજું જે શુદ્ધનયનો વિષય એવો શુદ્ધાત્મા છે તેમાં શુદ્ધતા પ્રગટ પણ થતી નથી. આ શ્લોકમાં બહુ સૂક્ષ્મવાત કરે છે. - સુબુદ્ધિઓને એટલે સમ્યગ્દષ્ટિઓને અને સાધક ધર્માત્માઓને એના પરિણામમાં શુદ્ધતા પ્રગટ થઈ અને જે કુબુદ્ધિઓ છે જેના પરિણામમાં અશુદ્ધતા પ્રગટ થઈ રહી છે તે બે પ્રકારના પર્યાયના સંયોગમાં રહેલો તેનો ત્રિકાળી સામાન્ય એકરૂપ સ્વભાવભાવ છે એ તો પ્રથમથી જ શુદ્ધ છે. પર્યાય શુદ્ધ થઈ માટે આત્મા શુદ્ધ થયો અને પર્યાય અશુદ્ધ છે માટે આત્મા અશુદ્ધ છે એમ ત્રણકાળમાં નથી. એ તો પ્રથમથી જ શુદ્ધ રહેલો છે.
આહાહા: આ શુદ્ધભાવ અધિકાર ચાલે છે. આ વ્યવહારનો અધિકાર નથી પણ નિશ્ચયનો અધિકાર છે. સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે. “તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું”? કાંઈ પણ ભેદ એટલે તફાવત હું કઈ નયથી જાણું?
કહે છે? આત્મા પ્રથમથી જ શુદ્ધ છે. તેને જાણનારું જે જ્ઞાન છે તે એક જ પ્રકારનું છે. કેમકે સામે વસ્તુ એક જ પ્રકારની છે. વસ્તુ છે તે પોતે મિથ્યાષ્ટિ કે સમ્યગ્દષ્ટિ થતી નથી. વસ્તુ પોતે પ્રથમથી જ શુદ્ધ છે. તેથી તેને જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાન પણ એક જ પ્રકારનું છે. વસ્તુ એક પ્રકારની તો તેને જાણનારું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ એક જ પ્રકારનું છે. કેમ કે વસ્તુમાં બીજો પ્રકાર નથી. કુબુદ્ધિ કે સુબુદ્ધિ તે વસ્તુનો ધરમ નથી. વસ્તુ તો પહેલેથી જ પ્રથમથીજ, અનાદિથી જ શુદ્ધ છે. તો હવે તેમનામાં હું કઈ નથી ભેદ કરું જાણું? આ આત્મા અશુદ્ધ છે અને આ આત્મા શુદ્ધ છે? આ આત્મા મિથ્યાદેષ્ટિ છે ને આ આત્મા સમ્યગ્દષ્ટિ છે? કેમકે ભગવાન આત્મા એક છે તો તેને જાણનારી નય પણ એક જ છે. તેનામાં બે પ્રકાર નથી, માટે શ્રુતજ્ઞાનમાં પણ બે પ્રકાર દેખાતા નથી. આ ઊંચા પ્રકારની વાત શાંતિથી સાંભળવા જેવી છે.
પ્રશ્ન:- સાધકને નિશ્ચયનય અને વ્યવહારનય બે કહી છે ને?
ઉત્તર:- સાંભળ! સાંભળ! જ્યારે શુદ્ધાત્માને જાણે છે ત્યારે તે શુદ્ધનયથી આત્માને શુદ્ધ જાણે છે. એ સાધક આત્માનો જે વિષય છે શુદ્ધઆત્મા તેમાં બીજો પ્રકાર નથી. માટે તેને જાણનારું જ્ઞાન પણ બીજારૂપે મારામાં પ્રગટ થતું નથી. કેમ કે વસ્તુ એક છે અને શુદ્ધ છે, તો અહીંયા જ્ઞાન પણ એક જ પ્રકારનું પ્રગટ થાય છે. મારા શ્રુતજ્ઞાનમાં વ્યવહારનય પ્રગટ થતો જ નથી. કેમકે શુદ્ધાત્મા એક જ પ્રકારનો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk