________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૭ એ પુણ્યની ઉત્પત્તિથી પણ આત્મા દુઃખી થાય છે એટલે પર્યાયમાં દુઃખ ઉત્પન્ન થાય છે. દયાદાન, કરુણા, કોમળતાના પરિણામ, અહિંસા આદિના પરિણામ, વ્રતાદિના પરિણામ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના સામાયિકના પરિણામ તે સંસાર છે. કેમકે નિશ્ચય સામાયિક તો અજ્ઞાનીને નથી તેથી વ્યવહાર સામાયિક પણ તેને નથી. તેને કષાયની મંદતા છે. તે વ્યવહાર સામાયિક નામ પામતું નથી. કેમકે નિશ્ચય સામાયિક વિના એના શુભભાવને વ્યવહાર સામાયિક કહી શકાય નહીં.
“સંસાર અવસ્થામાં સંસાર કલેશથી થાકેલા”, ઘડીકમાં શુભ અને ઘડીકમાં અશુભ તેવા પરિણામને સંસાર તત્ત્વ કહેવામાં આવે છે. એ સંસાર તત્ત્વ આકુળતામય છે. જે આકુળતામય છે તે શુદ્ધાત્મામાં નથી તેથી શુદ્ધાત્મામાં સંસાર નથી, સંસાર સંયોગમાં નથી, તેમજ શુદ્ધોપયોગમાં પણ સંસાર નથી, સંસાર માત્ર અશુદ્ધોપયોગમાં છે.
સંસારનો કલેશ એટલે કે-રાગ-દ્વેષ ઉત્પન્ન થયો ત્યાં કલેશ શરૂ થયો. કલેશ એટલે દુઃખ ઉત્પન્ન થયું. પછી તે દુકાનના વેપારનો પાપ રાગ હોય તો પણ કલેશમય છે. અને દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો રાગ હોય તો પણ તે કલેશમય છે. દેશનાલબ્ધિ સાંભળવાનો રાગ હોય તો પણ તે કલેશમય ભાવ છે. તે બધા ભાવો આત્માના પરિણામનો ઘાત કરનારા ભાવો છે. તે પરિણામો આત્માના સ્વભાવથી વિરુદ્ધભાવવાળા છે–તેથી કલેશમય ભાવો છે. આત્મા આનંદનીમૂર્તિ છે. જે સંસારથી થાકેલા ચિત્તવાળા છે તેને આ વિકલ્પનું દુઃખ ભાસે છે.
સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્ય-ભાવલિંગને ધારણ કરીને ” આ કોને લાગુ પડે છે? જે ઉપર અતિ આસન્નભવ્ય જીવો થયા તેઓને પૂર્વે સંસાર અવસ્થાના વિકલ્પોના દુ:ખનો થાક લાગ્યો હતો. તે વિકલ્પ અને સ્વભાવનું ભેદજ્ઞાન કરીને સમ્યગ્દષ્ટિ થયા, અને પછી વિશેષ ચારિત્રની સ્થિરતા કરવા માટે સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રલિંગ અને ભાવલિંગને ધારણ કરીને.
શું કહ્યું? દ્રવ્યલિંગ એટલે બાહ્યની નગ્નતા તે પણ દેહ અપેક્ષાએ. શરીર ઉપર તાણો-વાણો હોઈ શકે નહીં. હવે જે પાંચમહાવ્રતના શુભભાવ છે તે પણ દ્રલિંગ છે. સાચા મુનિરાજને જે અઠ્ઠાવીસમૂળગુણના વિકલ્પ ઉઠ તેને પણ દ્રવ્યલિંગ કહેવાય છે. હવે ભાવલિંગ એટલે શુદ્ધોપયોગની દશા. તેઓ ક્ષણમાં અને પળમાં આનંદનું ભોજન કરે છે. તેને ભાવલિંગ કહેવામાં આવે છે. આ વૈરાગ્યનું ફળ આનંદ છે અને રાગ અને સંસારનું ફળ કલેશ છે.
એ રાગનું દુઃખ કયારે લાગે છે? સમ્યગ્દષ્ટિ ધર્માત્મા દીક્ષા અંગીકાર કરીને જ્યારે સાધુપદમાં આવે છે. તે વૈરાગ્ય પરાયણમાં તત્પર થવાથી એટલે કે પાંચ મહાવ્રતના પરિણામમાં તેની તત્પરતા નથી. સહજ જ્ઞાન વૈરાગ્ય જ્યાં હોય ત્યાં આત્મજ્ઞાન હોય,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk