________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૯
શુદ્ધ અંત:તત્ત્વ
તેમ આ જે સ્વદ્રવ્ય છે તેનો આધાર પરમપરિણામિકભાવ છે. એ પણ આધારઆધેયના ભાવથી આધાર આધેય સમજાવે છે. ખરેખર! આધાર આધેયનો ભેદ પણ નથી. એ બધું હળવે હળવે આવશે. એ પણ આવશે તો ખરૂં. બધી વાતો આવશે. પરંતુ પહેલા ભેદથી સમજાવે છે કે-આ સ્વદ્રવ્ય છે એ કોના આધારે છે? ક્યા ભાવના આધારે છે?
સર્વજ્ઞ ભગવાને જીવના અસાધારણ પાંચ ભાવ કહ્યાં. ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવ, પરમપરિણામિકભાવ તેવાં પાંચ ભાવો કહ્યાં. એમાં જે આ સ્વદ્રવ્ય છે અને એ સ્વદ્રવ્યમાં અનંતગુણો રહેલા છે, અનંતગુણો સ્વદ્રવ્યને આધારે રહેલા છે. હવે કહે છે-સ્વદ્રવ્ય કયા ભાવને આધારે છે? પાંચ ભાવમાંથી સ્વદ્રવ્યનો આધાર કોણ છે? સ્વદ્રવ્ય આધેય છે અને તે આધાર છે. જો પરિણામિક ભાવ ન હોય તો સ્વદ્રવ્ય પણ ન હોય.
સ્વદ્રવ્યનો આધાર શું છે? સહજ પરમ પરિણામિકભાવ છે જેને અકૃત્રિમ કહ્યો છે. જેને કર્મના ઉદયાદિની અપેક્ષા નથી માટે સહજ સિદ્ધ છે. તે અનાદિથી સહજઅકૃત્રિમ છે. પછી પરમ કહ્યું. પરમનો અર્થ-પરિણામિકભાવ તો પુદ્ગલમાં પણ છે પરંતુ પુદ્ગલમાં પરમપરિણામિકભાવ નથી. આ ઉપાદેય તત્ત્વની વાત ચાલે છે હોં !
સહજ પરમ એટલે પૂજનિક, પરમ એટલે પૂજવા યોગ્ય પારિણામિકભાવ લક્ષણ કારણ સમયસાર છે. “આ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિકભાવ લક્ષણ (સહજ પરમ પારિણામિકભાવ જેનું લક્ષણ છે એવો) કારણ સમયસાર છે.”
આહાહા ! કાર્ય સમયસારને આધારે સ્વદ્રવ્ય નથી. કારણ સમયસારને આધારે સ્વદ્રવ્ય છે. તેનું શું કારણ? એ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમપરિણામિકભાવ છે. તેને આધારે સ્વદ્રવ્ય છે. એટલે કારણ સમયસારને આધારે સ્વદ્રવ્ય રહેલું છે. કાર્ય સમયસારને આધારે સ્વદ્રવ્ય નથી. કેમકે કાર્ય સમયસારનું લક્ષણ પરમપારિણામિક ભાવ નથી. તેથી એને આધારે હું નથી. કેવળજ્ઞાનની પર્યાયનો આધાર સ્વદ્રવ્યને નથી. જો તેને આધારે સ્વદ્રવ્ય હોય તો એ પર્યાય તો અનિત્ય સમયવર્તી છે. તેના આધારે સ્વદ્રવ્ય હોય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય.
અરે! પરદ્રવ્યના આધારે સ્વદ્રવ્ય નથી. કેમકે તેનામાં પરમપરિણામિક લક્ષણ નથી. કારણ સમયસારમાં પરમપરિણામિક લક્ષણ રહેલું છે. એવા કારણ સમયસારને આધારે મારો આત્મા રહેલો છે. તેથી કાર્યમાં એ ઉપચારથી કારણ થાય છે. પરિણામ
જ્યારે તેનો આશ્રય લે ત્યારે તે સમય પુરતું તેને કારણ કહેવામાં આવે છે. ખરેખર તો પરમાત્મા અકારણ છે પરંતુ આશ્રયની અપેક્ષાએ તેને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. આત્મા પર્યાયનું પણ કારણ નથી. હવે આપણે તે ગાથા લેવી છે.
આહાહા ! સ્વદ્રવ્યની વ્યાખ્યા કરી કે જેમાં સહજ જ્ઞાનાદિ ગુણો રહેલા છે તેને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk