________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૮૩ નથી. કાંઈક શ્રદ્ધાનું આચરણ થાય તે બહુ તરતમાં દેખાતું નથી. શ્રદ્ધામાંથી ત્યાગ થઈ જાય છે. ચક્રવર્તી છ ખંડનો રાજા કહેવાય પરંતુ તેના પરિણામ લુખા થઈ ગયા છે. આ કોઈ પદાર્થનો હું સ્વામી નથી. શાંતિનાથ ભગવાનને ક્ષાયિક સમ્યગ્દર્શનની ભાવના નથી અને તેમને મોક્ષની પણ ભાવના નથી. એ તો નિરંતર શુદ્ધાત્માની ભાવનામાં પડ્યા છે. આહા ! પરિણતી તો નિરંતર આત્માની ભાવના ભાવે છે અને કોઈ વખતે ઉપયોગ આત્માની ભાવના ભાવી લ્ય છે.
સમકિતીને ચોવીસે કલાક નિરંતર પરિણતીથી તો આત્માની ભાવના હોય છે. અને કોઈ વખતે કોઈ કાળે-ચોથા ગુણસ્થાનવાળાને લાંબાકાળે અને છઠ્ઠી-સાતમા ગુણસ્થાનવાળાને ટૂંકા કાળે, જલ્દી-જલ્દી આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. સમકિતી આત્માની ભાવનામાં પડ્યો છે. તે ભેદની ભાવના કરતો નથી. તેને ભેદનું જ્ઞાન છે પણ ભેદની ભાવના નથી. એટલે ભેદ પ્રત્યે તે ઉદાસ છે, ભેદની તેને ઉપેક્ષા છે. અભેદની ભાવના છે એટલે અભેદની ભાવના નિરંતર તેને રહ્યા કરે છે.
પૂર્વોક્ત ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી એટલે આશ્રય કરવા યોગ્ય નથી. આશ્રયની વિવિક્ષાથી તે કારણ નથી એમ કહ્યું તેથી તેની ભાવના ભાવવા યોગ્ય નથી. તે જાણવા યોગ્ય છે. એ કયારે ? દ્રવ્યને જાણ્યા પછી જાણવા યોગ્ય છે.
અજ્ઞાની શું કહે છે? પરિણામને અમે જાણીએ છીએ કે-આવા પરિણામ અમને થાય છે. તેને કહે છે કે-પરિણામ જાણવા યોગ્ય નથી, પરંતુ દ્રવ્ય સામાન્ય જાણવા યોગ્ય છે. ઉપાદેયપણે દ્રવ્ય સામાન્ય જાણવા યોગ્ય છે.. ત્યારે પરિણામ જણાય જાય છે. તેને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે છે. એલા ! દ્રવ્યને જાણ્યા વિના તું પર્યાયને જાણવા જાઈશ તો પર્યાય શેય નહીં થાય ! પર્યાય તને ઉપાદેયપણે જણાશે અને તારી પર્યાય દૃષ્ટિ થઈ જશે... સાંભળતો ખરો !
આહા ! દ્રવ્યાનુયોગ અતિ ગંભીર અને અતિ સૂક્ષ્મ છે. એ પાત્ર જીવને ખ્યાલમાં આવે છે. દ્રવ્યાનુયોગ એટલે શુદ્ધાત્માનો અધિકાર જેમાં મુખ્યપણે રહેલો છે.
અહીં શું કહે છે? એવા નિરંજન નિજ પરમ પંચમભાવની ભાવનાથી પંચમ તિ એટલે પરિણતીએ મુમુક્ષુઓ જાય છે. જશે અને જતા હતા. મુમુક્ષુઓ વર્તમાનકાળે જાય છે-છસો ને આઠ જીવ મોક્ષમાં પધારે છે. કોની ભાવનાથી? આત્માની ભાવનાથી અને ભવિષ્યકાળે પણ જે શુદ્ધાત્માની ભાવના કરશે તેનો મોક્ષ થશે જે ભેદની, નિમિત્તની, પર્યાયની ભાવના કરશે, સમ્યગ્દર્શનની ભાવના કરશે, મોક્ષની પર્યાયની ભાવના કરશે તેનો મોક્ષ થવાનો નથી. પરંતુ તેનો સંસાર વધવાનો છે. સંસાર વધવાનો છે એમ કહ્યું ! કેમકે તે નિમિત્તની ભાવના ભાવે છે. જ્યાં સુધી નિમિત્તની ભાવના કરશે ત્યાં સુધી તેને સંસારની વૃદ્ધિ થશે, તેનો મોક્ષ થશે નહીં. નિમિત્તની ભાવનાથી તે ભૂતકાળે મોક્ષે ગયા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk